Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / August 10.
Homeન્યૂઝસુરેન્દ્રનગરમાં વૃક્ષાબંધનની ઉજવણી

સુરેન્દ્રનગરમાં વૃક્ષાબંધનની ઉજવણી

surendranagar
Share Now

ભાઈ-બહેનના હેતનો દિવસ-રક્ષાબંધન 

ભાઇ બહેનના હેતનો પવિત્ર દીવસ એટલે રક્ષાબંધન. રક્ષાબંધનના દિવસે બહેન ભાઇને રાખડી બાંધે છે, પરંતુ સુરેન્દ્રનગરમા રક્ષબંધનની ઉજવણી કંઇક અનોખી રીતે જ થાય છે. સુરેન્દ્રનગરમાં સતત 11 વર્ષથી પુર્વ ધારાસભ્ય મહીલાઓ સાથે સૌથી પહેલાં રાખડી વૃક્ષને બાંધે છે. પછી જ પોતાના ભાઇને રાખડી બાંધે છે.

surendranagar photo

સુરેન્દ્રનગરમાં રક્ષાબંધનની અનોખી ઉજવણી

સુરેન્દ્રનગરની પૂર્વ ધારાસભ્યની મહિલાઓ વૃક્ષને એટલા માટે રાખડી બાંધે છે કારણ કે, વૃક્ષનુ આપણા જીવનમાં ખુબ મોટુ મહત્વ છે. જીવવા માટે શ્વાસ જેટલો જરૂરી છે તેટલું જ વૃક્ષોનુ હોવુ જરૂરી છે. કેમ કે આ શ્વાસ પણ વૃક્ષો જ આપે છે ને. અને આથી જ આપણી સૌથી પહેલી રક્ષા વૃક્ષો કરે છે. સુરેન્દ્રનગરમા આ રીતે વૃક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ આ રીતની ઉજવણી ખાસ કાર્યક્રમ દ્વારા કરવામાં આવી હતી. અન્ય લોકોને પણ પ્રેરણા મળે અને વધુમા વધુ વૃક્ષો વાવે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઓ જોડાયા હતા.

surendranagar photo

11 વર્ષ પહેલા શરુ થઇ હતી આ પરંપરા

સુરેન્દ્રનગર શહેરના ટાગોર બાગમાં આ વર્ષે પણ અનોખી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. 11 વર્ષ પહેલા વઢવાણના પુર્વ ધારાસભ્ય અને હાલ પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી વૃક્ષનુ મહત્વ સમજી આ નવો ચીલો ચીતર્યો હતો. જે આજ દિન સુધી સતત ચાલુ છે. મહીલાઓ વૃક્ષને રાખડી બાંધી એક વૃક્ષ વાવનાની નેમ સાથે આ દીવસની ઉજવણી કરી હતી.

surendranagar photo

વૃક્ષો કરે છે આપણી પહેલી રક્ષા 

મહીલાઓએ વૃક્ષ માટે જાતે રાખડીઓ બનાવી હતી. સાથે એક વૃક્ષ જરૂર વાવવું તેવી નેમ પણ લીધી હતી. વૃક્ષથી તડકો ઓછો થાય છે અને આ કાળજાળ ઞરમીમા રાહત મળી શકે છે. સાથે વૃક્ષો શુધ્ધ હવા અને ઓક્સિજન પુરુ પાડે છે અને હાલ વરસાદ પણ નથી થતો ત્યારે વાતાવરણ પ્રદુષણમુક્ત થાય તે માટે સુરેન્દ્રનગરની બહેનોએ વૃક્ષના મહત્વને સમજી આજે પણ આ 10 વર્ષ જૂની પરંપરા નિભાવી હતી. 

surendranagar photo

રક્ષાબંધન સાથે રાસની રમઝટ

સુરેન્દ્રનગરની મહિલાઓએ સાથે મળી રાખડી લઇ રેલી કાઢી હતી. અને સાથે મળી મહિલાઓએ વૃક્ષોને કંકુના ચાંલ્લા કરી વિધિવત્ત રાખડી બાંધી હતી. સાથે જ ત્યાં બેસી બહેનોએ ભજન ગયા હતા. રાસ પણ રમ્યા હતા. ભાઈ-બહેનના પ્રેમના ગીતો ગાઈ મહિલાઓમાં રાસની રમઝટ જામી હતી. આ કાર્યક્રમમાં એકત્ર થયેલી તમામ મહિલાઓના મુખે અનેરી જ ખુશી જોવા મળી હતી. 

surendranagar photo

ભાઈ-બહેને સાથે મળી રક્ષાબંધને કરવું જોઈએ વૃક્ષારોપણ

સુરેન્દ્રનગરની બહેનો દ્વારા કરવામાં આવતી આ અનોખી રક્ષાબંધનની ઉજવણી પરથી અન્ય લોકોએ પણ શીખ લઇ એક વૃક્ષ જરૂરથી વાવવું જોઈએ. અને માત્ર બહેનો જ શા માટે ..? ભાઈ બહેને સાથે મળી રક્ષાબંધનના પવિત્ર તહેવારે વૃક્ષ વાવી તેનું જતન કરવાની નેમ લેવી જોઈએ.

surendranagar photo

આ પણ વાંચો : સૌરાષ્ટ્રમાં વનમહોત્સવની ઉજવણી

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment