યુપીના કન્નૌજમાં પરફ્યુમના વેપારી પીયૂષ જૈનની કરચોરીના આરોપમાં કાનપુરથી ધરપકડ કરવામાં આવી છે. GST ઈન્ટેલિજન્સે આ કાર્યવાહી હાથ ધરી છે. અત્યાર સુધીના દરોડા દરમિયાન પિયુષ જૈન પાસેથી 257 કરોડ રોકડા અને ઘરેણાં મળી આવ્યા છે.
સત્તાવાર માહિતી આવવાની બાકી
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અધિકારીઓના જણાવ્યા અનુસાર જૈનની CGST એક્ટની કલમ 69 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. એજન્સીઓની કાર્યવાહી દરમિયાન વેપારી જૈનના ઘરની અંદરથી એક ભોંયરું મળી આવ્યું હતું અને ફ્લેટમાં 300 ચાવીઓ મળી આવી હતી. આ રિકવરી અંગે DGGI તરફથી સત્તાવાર માહિતી આવવાની બાકી છે.
આ પણ વાંચો:ધનકુબેર પિયુષ જૈનના ઘરેથી મળી એટલી રોકડ કે અધિકારીઓ પણ હાંફી ગયા, જાણો શું છે સમગ્ર મામલો
DGGI અને આવકવેરા વિભાગની કાર્યવાહી
ગુરુવારે GST ઇન્ટેલિજન્સ ડાયરેક્ટોરેટ જનરલ એટલે કે DGGI અને આવકવેરા વિભાગે કાનપુરમાં કન્નૌજના પરફ્યુમ વેપારી પીયૂષ જૈનના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન છાજલીઓમાંથી એટલા પૈસા મળી આવ્યા કે નોટ ગણવા માટેના મશીનો મંગાવવા પડયા હતા. કુલ આઠ મશીન દ્વારા નાણાંની ગણતરી કરવામાં આવી હતી.
પિયુષ જૈન સુધી કેવી રીતે પહોંચી એજન્સીઓ?
અમદાવાદની DGGI ટીમ દ્વારા એક ટ્રક પકડવામાં આવી હતી. આ ટ્રકમાં જતા માલના બિલ નકલી કંપનીઓના નામે બનાવવામાં આવ્યા હતા. તમામ બિલ 50 હજાર રૂપિયાથી ઓછા હતા, જેથી Eway બિલ ન બનાવવું પડે. આ પછી DGGIએ કાનપુરમાં ટ્રાન્સપોર્ટરને ત્યાં દરોડા પાડ્યા હતા. અહીં DGGI ને લગભગ 200 નકલી બિલ મળ્યા. અહીંથી જ DGGIને પીયૂષ જૈન અને નકલી બિલના કેટલાક કનેક્શનની જાણકારી મળી હતી.
આ પછી DGGIએ બિઝનેસમેન પીયૂષ જૈનના ઘરે દરોડા પાડ્યા હતા. અધિકારીઓ જૈનના ઘરે પહોંચ્યા કે તરત જ છાજલીઓમાં નોટોના બંડલ પડ્યા હતા. આ પછી આવકવેરા વિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યારથી આ એજન્સીઓના પરફ્યુમના ધંધા પર કાર્યવાહી ચાલી રહી છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4