Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / July 2.
Homeભક્તિChamunda માતાજીએ ગરુડ સ્વરૂપ ધારણ કરી જોધપુરની પ્રજાની કરી હતી રક્ષા

Chamunda માતાજીએ ગરુડ સ્વરૂપ ધારણ કરી જોધપુરની પ્રજાની કરી હતી રક્ષા

Chamunda
Share Now

જોધપૂરના મહરાનગઢ દુર્ગમાં સ્થિત ચામુંડા (Chamunda) માતાજીનું આ મંદિર ઘણુ ભવ્ય છે. માન્યતા અનુસાર, માતા ચામુંડા જોધપુરની રક્ષક છે. માતા જોધપૂરના લોકો પર કોઈ પણ પ્રકારનું સંકટ આવવા દેતી નથી. કહેવાય છે કે, વર્ષ 1965માં થયેલા ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન, જ્યારે પાકિસ્તાન ખરાબ ઈરાદા સાથે જોધપૂર પર આક્રમણ કરવા ઈચ્છ્તુ હતુ ત્યારે માતાએ ગરુડનુ સ્વરુપ ધારણ કર્યુ હતુ. જોધપુરના લોકોનો જીવ બચાવ્યો હતો. ત્યારથી જોધપૂરના લોકોની ચામુંડા માતા પ્રત્યે અતૂટ આસ્થા બની ગઈ છે. તે સાથે જ અન્ય એક માન્યતા છે કે, 1857 માં ગોપાલ પોળની પાસે બંદૂકોના પોટલા પર વિજળી પડી હતી, ત્યારે મંદિરની આજુ બાજુની જગ્યા ધ્વસ્ત થઈ ગઈ હતી છતાં પણ માતાજીની પ્રતિમાને કંઈ પણ નહોતુ થયુ.

Chamunda માતાજીનું મંદિર અત્યંત પ્રાચીન

માન્યતા છે કે, લગભગ 500 વર્ષ પહેલા જોધપુર નગરના સંસ્થાપાક રાવ જોધાએ ચામુંડા માતાજીની પ્રતિમા મંડોરથી લાવીને સ્થાપિત કરી હતી. ચામુંડા દેવી પરિહાર વંશના કુળદેવી હતા. માતાજીની મહિમા જોઈને રાવ જોધા દેવીના ભક્ત બની ગયા. તેમણે ચામુંડા દેવીને પોતાના વંશના કુળદેવી માની લીધા. વર્તમાન મંદિરનું સ્વરુપનું નિર્માણ મહારાજા અજીત સિંહે કરાવ્યુ હતુ. મારવાડના રાઠોડના વંશજ ચીલને મા દુર્ગાનું સ્વરુપ માને છે. માન્યતા અનુસાર, રાવ જોધાને માતાના આશિર્વાદ આપ્યા હતા કે જ્યાં સુધી મેહરાનગઢ દુર્ગ પર ગરુડ ફરતા રહેશે, ત્યાં સુધી કોઈ પણ સંકટ નહીં આવે.

આ પણ વાંચોઃ- Maa Sheetla Devi: ઉત્તરાખંડમાં કેવી રીતે થઈ શીતળા માતાજીની સ્થાપના, જાણો આ પૌરાણિક કથા

પૌરાણિક કથા 

આદિશક્તિ મા ચામુંડા વિશે એવી માન્યતા છે કે, તે દેવી કાલીકાના અવતાર છે. તેમણે ચંડ-મુંડ નામના દૈત્યોનો સંહાર કર્યો હતો. સાથે જ બળશાળી રાક્ષસ અંધકાસુરનો પણ નાશ ચામુંડા માતાએ કર્યુ હતુ. ભારતની આઝાદી પહેલા મંદિરમાં મહિષાસુરના પ્રતિક બળદની બલિ આપવામાં આવતી હતી. હવે આ પરંપરા પર અટકાયત કરી દેવામાં આવી છે.

આખા ક્ષેત્રમાં ચામુંડા માતાજીની અદ્ભૂત શક્તિની ગાથા સંભળાય છે. આજે જોધપૂરથી બહાર કદાચ જ એવું ગામ કે શહેર હશે, જ્યાં ચામુંડા માતાજીની જાગૃત શક્તિની કોઈ અવગણના કરતુ હશે. એ જ કારણ છે કે, નવરાત્રી સિવાયના દિવસોમાં પણ વિદેશી લોકો પણ મોટી સંખ્યામાં માતાજીના આશિર્વાદ લઈને પોતાના માંગલિક કાર્યની શરૂઆત કરે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment