Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / September 30.
Homeન્યૂઝઆખું ગામ એક રસોડે જમે છે?

આખું ગામ એક રસોડે જમે છે?

Share Now

તમારે ત્યાં એક સાથે આખા ગામના અથવા તો એક આખી સોસાયટીના લોકોનું જમવાનું સાથે ક્યારે હોય? લગ્નપ્રસંગમાં? કે પછી કોઈ તહેવારમાં..અથવા તો કોઈ ધાર્મિક પ્રસંગમાં… બરાબરને!
હવે હું તમને એવું કહું કે  જ્યાં આખું ગામ એક રસોડે જમી શકે? એવું પણ બની શકે ખરું? ( villagers eat together )

હાલના આધુનિક યુગમાં બે ભાઈઓ એકબીજા સાથે રહેવાનું પસંદ નથી કરતા. સંતાનો પોતાના માતા પિતા સાથે રહેવાનું તો શું સાથે જમવાનું પણ પણ પસંદ નથી કરતા. ત્યારે ott indiaની ટીમે એક એવા ગામની મુલાકાત લીધી, જ્યાં આખું ગામ બે ટાઈમ એક જ રસોડે જમે છે. ( villagers eat together ) અને આ ગામની બીજી વિશેષતા એ પણ છે કે આઝાદીથી આજ દિન સુધી આ ગામમાં સ્થાનિક સરપંચની ચૂંટણી યોજાઈ નથી. આઝાદીથી અહી સમરસ ગ્રામ પંચાયત રહી છે. આવી અલગ જ પ્રકારની વિશેષતા ધરાવતું ગામ કયું છે…ચાલો જોઈએ

ચાંદણકી 

મહેસાણા જિલ્લાના બહુચરાજીનું આ છે નાનકડું એવું ગામ ચાંદણકી (Chandanki). જ્યાં ગામલોકો રોજ એક જ રસોડે જમે છે. આ ગામમાં આજે પણ એકતા અને ભાઈ ચારાનું ઉમદા ઉદાહરણ જોવા મળી રહીયું છે.

વાત એમ છે કે આ ગામનું યુવાધન મોટેભાગે અમદાવાદ, સુરત, નવસારી કે પછી ફોરેઈન (Foreign) માં સ્થાઈ થયું છે. યુવાધન તો ત્યાં વેલસેટ (Well Set) થઈ ગયું, પણ તેમના માતા પિતા માટે શહેરી વાતાવરણ અનુકૂળ નહોતું. એટલે તે પોતાના વતન એટલે કે ગામડે જ રહેવાનું પસંદ કરે છે. ત્યારે અહીં રહેતા તમામ લોકો 55-60થી વધુ ઉંમરના છે. જીવનની ઢળતી સંધ્યાએ મમ્મીને ભોજન બનાવવાની કડાકૂટના કરવી પડે તે માટે દેશ-પરદેશમાં રહેતા તેમના સંતાનો દ્વારા, આ વ્યવસ્થા ઊભી કરાઇ છે. જેનાથી માતાઓ અને વડીલો બંને ખુશ છે.

કેમ એક જ રસોડે જમે છે આખું ગામ ?

ગામના મોટાભાગના પરિવારો નોકરી-ધંધા અર્થે બહારગામ રહે છે. તેઓ જ્યારે વતનમાં એકાદ બે દિવસ માટે આવે ત્યારે જમવા માટે પાંચ કિમી દૂર બહુચરાજી જવું પડતું. પરંતુ જમવાની વ્યવસ્થા શરૂ થતાં, હવે તેની ચિંતા રહેતી નથી. જમવામાં બપોરે દાળ, ભાત, શાક, રોટલી, રોટલો અને છાસ તેમજ સાંજે શાક, ભાખરી, ખીચડી અને દૂધ હોય. એટલે કે સિનિયર સીટીઝન લોકો ને ભાવે તેવું ભોજન જમવાનું પીરસવા માં આવે છે. ( villagers eat together )

ઉલ્લેખનિય છે કે, તીર્થધામ બહુચરાજીથી પાંચ કિમીના અંતરે આવેલું ચાંદણકી ગામને, નિર્મળ અને તીર્થગામ સહિતના અનેક એવોર્ડ મેળવી ચુક્યા છે. ગામનો સાક્ષરતા દર 100 ટકા છે. 900થી વધુ લોકો બહારગામ રહે છે. 90 અમેરિકા (America) માં રહે છે, જેમાં 6 ડોક્ટર (Doctor) અને 19 એન્જીન્યર (Engineers)નો સમાવેશ થાય છે અને નવાઈની વાત તો એ છે કે આ ગામમાં અત્યાર સુધી કોઈ દિવસ ચૂંટણી જ યોજાઈ નથી.

આ પણ જુઓ : અવકાશીય ઘટનાનું રહસ્ય !

વડીલોના ચહેરા પર જોવા મળે છે મધુરું સ્મિત…

બરાબર 11 વાગે ઘંટનાદ થતાં વૃદ્ધો મકાનના દરવાજા બંધ કરી સ્કૂલ (School) તરફ આવવા લાગે છે, કે જ્યાં સમૂહ ભોજન નું આયોજન કરવામાં આવે છે.

આ ગામની વસતી 1000 કરતા વધુ છે પરંતુ ગામમાં માંડ 40થી 50 વૃદ્ધો રહે છે. વડીલોને જમવાનું, પણ એમને મન ગમતું આપવામાં આવે છે. આગળના દિવસે તેઓને કહેવાનું હોય છે કે, તેમને શું જમવું છે, એટલે સવારે 11 કલાકે બસ જમવાનું તૈયાર. જમતા જમતા મોમાં કોળિયો મૂકતા જાય અને એકબીજા સાથે સુખ દુ:ખની વાતો કરતા જાય. જાણે એક પરિવાર (Family) જોઇ લ્યોને…આ તેમનો રોજનો નિત્યક્રમ બની ગયો છે

કળિયુગ સમાં હાલના આ આધુનિક યુગમાં ભાઈ ભાઈઓ વચ્ચે ખુબ જગડા થતા જોવા મળે છે. એક જ પરિવારમાં રહેતા સભ્યો એકબીજાને મારવા પર તુલી આવતા હોય છે. ત્યારે આ ગામ આખા વિશ્વ માટે પ્રેરણા રૂપ બની રહ્યું છે. પેલી વાર્તા અપને બધા એ સાંભળી છે, કે લાકડી જયારે એકલી હોય ત્યારે તેને સરળતાથી તોડી શકાય, પરંતુ જયારે એક સાથે 10 લાકડીની એક ગઠરી હોય, ત્યારે તેને તોડવી ખુબ મુશ્કેલ હોય છે. ત્યારે આ ગામનાં વડીલોનો સંપ કોઈ જ તોડી શકે તેમ નથી.

ott india આશા રાખે છે કે આજ રીતે આ વડીલો હમેશા એકબીજાની સાથે રહે અને એમના ચહેરા પરનું આ મધુરું સ્મિત આમ જ ચમકતું રહે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment