Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 15.
Homeભક્તિChandi Mata Haridwar: કેમ ધારણ કરવુ પડ્યુ માતા પાર્વતીએ ચંડી દેવીનું સ્વરૂપ?

Chandi Mata Haridwar: કેમ ધારણ કરવુ પડ્યુ માતા પાર્વતીએ ચંડી દેવીનું સ્વરૂપ?

chandi mata
Share Now

ઉત્તરાખંડ રાજ્યનું પવિત્ર શહેર હરિદ્વાર જ્યાં આધ્યાશક્તિને સમર્પિત અન્ય એક મંદિર છે. દેવીનું આ ધામ હિમાલયના દક્ષિણી પર્વત શ્રૃંખલાઓની ટેકરીઓના પૂર્વ શિખરના નીલ પર્વત પર સ્થિત છે. ચંડી દેવી (Chandi Mata)નું આ મંદિર ભારતના પ્રાચીન મંદિરો પૈકી એક છે. માન્યતા અનુસાર, ચંડી દેવીનું આ મંદિર 52 શક્તિપીઠો પૈકી એક છે.

જોકે, ચંડી દેવી મંદિરનું નિર્માણ કાશ્મીરના રાજા સુચાત સિંહે 1929માં તેના શાસનકાળ દરમિયાન કરાવ્યુ હતુ. પણ, મંદિરમાં સ્થિત ચંડી દેવીની મુખ્ય મૂર્તિની સ્થાપના 8મી સદીમાં આદિ શંકરાચાર્યે કરી હતી. જે હિન્દૂ ધર્મના સૌથી મોટા પુજારીઓ પૈકી એક છે. આ મંદિરને ‘નીલ પર્વત’ના નામથી પણ ઓળખાય છે.

Chandi Mata પૌરાણિક કથા

ચંડી દેવી(Chandi Mata)ને ચંડીકાના નામથી પણ ઓળખવામાં આવે છે જે આ મંદિરની ઈસ્ટદેવ છે. ચંડિકા દેવી ઉત્પત્તિની વાર્તા કંઈક આવી રીતે છે. પ્રાચીન સમયમાં દાનવ રાજા શુમ્ભ અને નિશુમ્ભ હતા. જેમણે સ્વર્ગના દેવરાજ ઈન્દ્રના રાજ્ય પર કબજો કરી લીધો હતો અને દેવતાઓને સ્વર્ગમાંથી કાઢી દીધા હતા.

દેવલોક પાછુ મેળવવા માટે દેવતાઓએ માતા-પાર્વતીને વિનંતી કરી હતી, જેનાથી તેમનુ રાજ્ય તેમને પાછુ મળી જાય. દેવોની મદદ માટે માતા-પાર્વતીએ ચંડી દેવી(Chandi Mata)નું સ્વરૂપ ધારણ કર્યુ જે દેખાવે ઘણા સુંદર હતા. તેમની સુંદરતા જોયા બાદ શુમ્ભ તેમની સાથે લગ્ન કરવા માટે તૈયાર થયો અને તેમણે દેવીની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. દેવીએ તેના આ પ્રસ્તાવની અવગણના કરી જેના પરિણામ સ્વરૂપે શુમ્ભને ગુસ્સો આવ્યો અને તેણે દેવીને મારવા માટે બે અસુર ચંડ અને મુંડને મોકલ્યા.

આ પણ વાંચોઃ- Arbuda Devi મંદિરમાં અર્બૂદા માતાજીના પગલાની થાય છે પૂજા

Chandi Mata  એ કર્યા વધ

એ બંનેને મા ચામુંડાએ મારી દીધા જે ચંડિકાના ક્રોધથી ઉત્પન્ન થઈ હતી. ત્યારબાદ શુમ્ભ અને નિશુમ્ભ બંનેએ જ દેવી ચંડિકાને મારવાનો પ્રયત્ન કર્યો. દેવીએ બંને દાનવોને મારી નાખ્યા. કહેવાય છે કે, શુમ્ભ-નિશુમ્ભને માર્યા બાદ ઘણા ઓછા સમય માટે દેવીએ નીલ પર્વત માટે શિખર પર વિશ્રામ કર્યો હતો. આથી અહીં એક મંદિરનું નિર્માણ કરાવ્યુ હતુ. ઉલ્લેખનિય છે કે, અહીં પર્વત પર સ્થિત બે ચોટીઓને શુમ્ભ અને નિશુમ્ભ કહેવામાં આવે છે.

ચંડી દેવી મંદિરને ભક્તો દ્વારા સિદ્ધપીઠના રુપમાં માનવામાં આવે છે. જે પૂજાનું એક સ્થાન છે જ્યાં બધાની મનોકામના પૂર્ણ થાય છે. હરિદ્વારમાં સ્થિત ત્રણ પીઠો પૈકી એક છે. બીજુ મનસા દેવી મંદિર છે અને ત્રીજુ માયા દેવી મંદિર છે. વિશેષ ઉત્સવ જેવા કે ચંડી ચૌદસ, નવરાત્રી અને હરિદ્વારના કુંભ મેળા દરમિયાન હજારોની સંખ્યામાં આ મંદિરમાં તેમની મનોકામના પૂર્ણ કરવા આવે છે.

હરિદ્વારમાં આવનારા તીર્થ યાત્રિઓ આ મંદિરમાં એકવાર દર્શન કરવા માટે જરૂરથી આવે છે. ચંડી દેવી મંદિરની નજીક અંજનાનું મંદિર સ્થિત છે. જે હનુમાનજીના માતા હતા. ચંડી મંદિર આવનારા બધા જ શ્રદ્ધાળુઓ આ મંદિરમાં જરૂરથી આવે છે. નીલ પર્વતના આધાર પર નિલ્કેશ્વર મંદિર પણ છે, જ્યાં ભક્તો દર્શન માટે પહોંચે છે અને જીવન સફળ કરે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment