Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝકોરોના ભગવાનના સુપર કમ્પ્યુટરે મોકલ્યો, નેતાઓનું અજીબોગરીબ જ્ઞાન!

કોરોના ભગવાનના સુપર કમ્પ્યુટરે મોકલ્યો, નેતાઓનું અજીબોગરીબ જ્ઞાન!

Chandra mohan Patwari's controversial statement on corona
Share Now

કોરોના ચેપને લઈને સતત વિવાદાસ્પદ ટિપ્પણીઓ બહાર આવી રહી છે. હવે આસામ સરકારના મંત્રીએ આ કોરોના વાયરસ ભગવાનને સોંપી દીધો છે. અર્થાત તેમના નિવેદનો પરથી એવું લાગે છે કે જાણે કોરોનામાં માણસ કઈ કરી જ ના શકે. આસામ સરકારમાં, પરિવહન મંત્રી ચંદ્રમોહન પટવારી (Chandra mohan Patwari)કહે છે, કે કોરોના એ કુદરતે નક્કી કર્યું છે કે કોને ચેપ લાગશે, કોને નહીં અને કોણ આ દુનિયા છોડશે? વધુમાં તેમણે કહ્યું હતું કે તે માનવસર્જિત નથી, પરંતુ ભગવાનના સુપર કમ્પ્યુટરથી થઈ રહ્યું છે બોલો!

આસામ મંત્રી ચંદ્રમોહન પટવારી (Chandra mohan Patwari) નું વિવાદાસ્પદ નિવેદન 

  • આસામના મુખ્યમંત્રીએ કોરોનાને ભગવાનને સોંપી દીધો 
  • કહ્યું, “કોરોના એ કુદરતે નક્કી કર્યું છે કે કોને ચેપ લાગશે, કોને નહીં અને કોણ આ દુનિયા છોડશે?”
  • તેમનું માનવું છે કે ભગવાનના સુપર કમ્પ્યુટરએ પૃથ્વી પર કોરોના વાયરસ મોકલ્યો છે.
  • ભગવાનના સુપર કમ્પ્યુટરમાં 2 ટકા મૃત્યુદર પણ નક્કી કરવામાં આવેલો છે 

આસામ સરકારના મંત્રીએ કોરોનાને કુદરત દ્વારા નિર્ધારિત કરવામાં આવેલ છે, તેવું કહ્યું હતું. એટલું જ નહિ કોરોનામાં મૃત્યુદર પણ ભગવાને ઉપરથી જ નક્કી કરેલ છે તેવું પણ કહ્યું હતું. તેમણે કહ્યું કે ભગવાનના સુપર કમ્પ્યુટરએ પૃથ્વી પર કોરોના વાયરસ મોકલવાનો નિર્ણય કર્યો, જેમાં મૃત્યુ દર 2 ટકા નક્કી કરવામાં આવ્યો.

premsinh patel

image credit- google image

વૃદ્ધ થઈ જાય તો લોકોએ મરવું પડશે- પ્રેમસિંહ પટેલ

જોકે કોરોના સંક્રમણ અંગે આવું નિવેદન આપનાર નેતાજી પ્રથમ નથી. મધ્યપ્રદેશ સરકારમાં અગાઉના મંત્રીઓએ પણ આ પ્રકારના નિવેદનો આપ્યા છે. કોરોનાને કારણે મૃત્યુ વિશે પૂછવામાં આવતાં, મધ્યપ્રદેશ સરકારના મંત્રી પ્રેમસિંહ પટેલે કહ્યું હતું અમે સાવચેતી રાખી રહ્યા છીએ, પરંતુ જો વૃદ્ધ થઈ જાય તો લોકોએ મરવું પડશે બોલો!

trivendra sinh rawat

image credit- google image

કોરોના વાયરસને પણ જીવવાનો અધિકાર છે.”-ભૂતપૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત

આ તો બે અલગ અલગ રાજ્યોના મંત્રીઓની વાત હતી, પરંતુ ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે તો એમ પણ કહ્યું હતું કે, “કોરોના વાયરસને પણ જીવવાનો અધિકાર છે.” ભૂતપૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે કહ્યું હતું કે, “દાર્શનિક દ્રષ્ટિકોણથી, કોરોના વાયરસ પણ એક જીવ છે, પરંતુ આપણે મનુષ્ય પોતાને સૌથી બુદ્ધિશાળી માનીએ છીએ અને તેને ખતમ કરવા માટે તૈયાર છીએ, તેથી તે સતત બદલાતો રહે છે.”

shafikur raheman bark

image credit- google image

કોરોના એ કોઈ રોગ નથી- શફીકુર રહેમાન બર્કે

આ સિવાય એક સાંસદ પણ છે જેમણે કોરોના વાયરસ વિશે કેટલાક વિચિત્ર નિવેદનો આપ્યા છે. હકીકતમાં, સપા સાંસદ શફીકુર રહેમાન બુર્કે કહ્યું હતું કે કોરોના એ કોઈ રોગ નથી. જો કોરોના રોગ હોત તો તેની સારવાર થઈ હોત, તે ફક્ત અલ્લાહ સમક્ષ આજીજી અને માફી માંગવાથી જ સમાપ્ત થઈ જશે.

આ પણ વાંચો: શિવસેના ડેમેજ કંટ્રોલ મોડમાં,ભાજપ સાથે હિન્દુત્વના સંબંધો વિશે કરી વાત

શફીકુર રહેમાન બર્કે છે, જેમણે તાલિબાનીઓની સરખામણી ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના લડવૈયાઓ સાથે કરી હતી. ત્યારબાદ રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પછી તેમના નિવેદનને ઉલટાવી દીધું હતું. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment