યુપીના લખીમપૂર ખીરીમાં થયેલ હિંસાને લઈને સમગ્ર દેશમાં રાજકારણ ગરમાયું છે. ત્યારે હવે આઝાદ સમાજ પાર્ટીના વડા ચંદ્રશેખર આઝાદે શુક્રવારે જણાવ્યું હતું કે જો લખીમપુર ખેરી હિંસાની ઘટનામાં સામેલ લોકોની સાત દિવસમાં ધરપકડ નહીં થાય તો તેઓ અને તેમના સમર્થક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાનનો ઘેરાવ કરશે. તેમણે એમ પણ કહ્યું કે વડાપ્રધાને ખેડૂતો સાથે વાત કરવી જોઈએ અને લખીમપુર ખીરીની મુલાકાત લેવી જોઈએ અને પીડિતના પરિવારોને મળવું જોઈએ.
પીએમ મોદીએ પીડિત પરિવાર સાથે મુલાકાત કરવી જોઈએ
આઝાદે પત્રકારોને જણાવ્યું હતું કે, “વડાપ્રધાન મોદીએ દરેક મુદ્દે ટ્વીટ કર્યા છે, પરંતુ અત્યાર સુધી તેમણે ખેડૂતોની હત્યા અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. ગુનેગારો મુક્તપણે રખડી રહ્યા છે. જો સાત દિવસમાં ગુનેગારોની ધરપકડ નહીં થાય તો તેઓ તેમના સમર્થકો સાથે મળીને વડાપ્રધાનના નિવાસસ્થાનનો ઘેરાવ કરશે.
દેશભરમા રાજકારણ ગરમાયું
લખીમપુર ખીરી જિલ્લાના ટીકોનિયા વિસ્તારમાં રવિવારે નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યની મુલાકાત સામે ફાટી નીકળેલી હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકો માર્યા ગયા હતા. આ સિવાય આ ઘટનામાં 7 લોકો ઘાયલ પણ થયા છે. સોમવારે વહીવટીતંત્રે મૃતકો અને ઘાયલોની યાદી જાહેર કરી હતી. આ ઘટના બાદ દેશભરના તમામ રાજકીય પક્ષોના નેતાઓ મૃતકોના પરિવારજનોને મળવા માટે લખીમપુર આવી રહ્યા છે.
આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટે લખીમપુર ખેરી હિંસા કેસની તપાસને લઈને યુપી સરકારને લગાવી ફટકાર
કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રીના પુત્ર વિરુદ્ધ નોંધાયો ગુનો
આ કેસમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ સહિત ઘણા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. આશિષ સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે આશિષ મિશ્રાએ વિરોધ કરી રહેલા ખેડૂતો પર પ્રભુત્વ મેળવ્યું હતું, જેમાં 4 લોકોના મોત થયા હતા. જોકે, આશિષ મિશ્રાએ આ આરોપોને નકાર્યા છે. આશિષે ઉલટું આરોપ લગાવ્યો છે કે કેટલાક બદમાશોએ ભાજપના સમર્થકો પર હુમલો કર્યો હતો, જેમાં તેમના વાહનના ડ્રાઈવર સહિત 4 લોકો માર્યા ગયા હતા.
સુપ્રીમ કોર્ટે આપ્યો ઠપકો
યુપીના લખીમપૂર ખેરીમાં થયેલ ઘટનાને લઈને સુપ્રીમ કોર્ટે લખીમપુર ખીરી હિંસા કેસની તપાસ માટે ઉત્તરપ્રદેશ સરકારને સખત ઠપકો આપ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે એ પણ સુનિશ્ચિત કરવા કહ્યું છે કે રાજ્યના ડીજીપી તમામ પુરાવા સુરક્ષિત રાખે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કોર્ટ આ મામલે થયેલી અત્યારસુધીની કાર્યવાહીથી ખુશ નથી. 302 હેઠળ ગુનો નોંધાયે;લો હોવા છતાં પણ હજુ સુધી આરોપીની ધરપકડ કેમ કરાઇ નથ. આ કેસની આગામી સુનાવણી 20 ઓક્ટોબરે થશે.
આશિષ મિશ્રા કોર્ટમાં હાજર થયા નહીં
સુનાવણી દરમિયાન, ઉત્તર પ્રદેશ સરકાર તરફથી હાજર રહેલા એડવોકેટ હરીશ સાલ્વેએ જણાવ્યું હતું કે, ખેડૂતોના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગોળી વાગી હોવાનું બહાર આવ્યું નથી, જોકે સ્થળ પરથી બે ખાલી કારતુસ મળી આવ્યા હતા. સાલ્વેએ કહ્યું કે નોટિસ મોકલ્યા બાદ આશિષ મિશ્રાને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા, અમે તેમને શનિવારે સવારે 11 વાગ્યા સુધીનો સમય આપ્યો છે, જેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવા ગંભીર આરોપ પર પણ આવું વર્તન કેમ કરવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, યુપીના લખીમપૂર ખીરીમાં થયેલ હિંસાને લઈને સમગ્ર દેશમાં રાજકારણ ગરમાયું છે. ત્યારે હવે આઝાદ સમાજ પાર્ટીના વડા ચંદ્રશેખર આઝાદે શુક્રવારે જણાવ્યું હતું કે જો લખીમપુર ખેરી હિંસાની ઘટનામાં સામેલ લોકોની સાત દિવસમાં ધરપકડ નહીં થાય તો તેઓ અને તેમના સમર્થક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાનનો ઘેરાવ કરશે. તેમણે એમ પણ કહ્યું કે વડાપ્રધાને ખેડૂતો સાથે વાત કરવી જોઈએ અને લખીમપુર ખીરીની મુલાકાત લેવી જોઈએ અને પીડિતના પરિવારોને મળવું જોઈએ.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4