Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝગુજરાત યુનિવર્સિટીના પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર: 30થી વધુ પરીક્ષાઓ હવે 24 નવેમ્બરે લેવાશે

ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર: 30થી વધુ પરીક્ષાઓ હવે 24 નવેમ્બરે લેવાશે

gujaratuniversity
Share Now

ગુજરાત ગુજરાત યુનિવર્સિટીએ  પોતાની પરિક્ષાની નવી તારીખો બહાર પાડી છે.તો તેની સાથે જ દિવાળીનું 21 દિવસનું વેકેશન આપવામાં આવ્યું તો દિવાળી પહેલા જ પરિક્ષા લેવાનો વિચાર હતો .પરંતુ  દિવાળીનું વેકેશન પૂર્ણ થતાં જ પરીક્ષાઓ શરૂ કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીએ નવી તારીખો વેબસાઈટ પર જાહેર કરવામાં આવી છે.તો તેની  સાથે જ  વેકેશન 21 દિવસનું કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં વેકેશન લંબાવવાથી પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.તો તેની સાથે પરિક્ષાનો સમય પણ બદલી નાખવામાં આવશે.

ગયા વર્ષના 13 દિવસનું દિવાળી વેકેશન અપાયું હતું

કોરોના મહામારીના કારણે  છેલ્લા 2 વર્ષથી વિધાથીઓને વેકેશન મળ્યું નહોતું, તો આ વખતે વિધાથીઓને વઘુ વેકેશન મળતા ખુશી જોવા મળી રહી છે. શિક્ષણ વિભારે ચાલુ વર્ષે 21 દિવસના દિવાળી વેકેશનની જાહેરાત કરી હતી. યુનિવર્સિટીઓએ 13 દિવસના વેકેશન  પછી નવેમ્બર માસમાં જુદી જુદી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ વખતે લાંબુ વેકેશન મળવાથી વિધાથીઓમાં ખુશી જોવા મળી છે.

studant

આ પણ વાંચો :લીલી પરિક્રમા રદ થવાથી તેમાથી કમાણી કરતા લોકોને કેટલું થશે નુકસાન ?

30થી વધુ પરીક્ષાઓની તારીખમાં સમયમાં ફેરફાર 

હવે વેકેશન લંબાવવામાં આવતાં ગુજરાત યુનિવર્સિટીએ 16મી નવેમ્બરથી શરૂ થતી સેમેસ્ટર 5 અને સેમેસ્ટર 3 સહિતની પરીક્ષાઓ હવે 24મી નવેમ્બરે લેવામાં આવશે. આવી જ રીતે સેમેસ્ટર 3ની 30મી નવેમ્બરથી શરૂ થનારી પરીક્ષાઓ હવે 3 ડિસેમ્બરથી લેવામાં આવશે. આમ માત્ર ગુજરાત યુનિવર્સિટીની જુદી જુદી 30થી વધુ પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે.તો સાથે જ અલગ સમય પણ ફેરફાર કરવામાં આવ્યો હતો.તો  બીજ બાજુ અનેક કોલેજો ચાલું થવાાના થેકાણા નથી.માત્ર ગુજરાત યુનિવર્સિટી નહીં રાજ્યની અન્ય યુનિવર્સિટીઓમાં પણ દિવાળી વેકેશનના થયેલા ફેરફારના કારણે પરીક્ષાના સમય અને તારીખોમાેંકાર્યક્રમોમાં ફેરફાર કરવા પડ્યા છે. યુનિવર્સિટીએ હાલમાં વેબસાઈટ પર નવી તારીખો જાહેર કરી દીધી છે.  પરંતુ જો કે પહેલા સેમેસ્ટરમાં હાલ પ્રવેશની કાર્યવાહી ચાલી રહી છે. આ સ્થિતિમાં પહેલા સેમેસ્ટર માટે પરીક્ષાની અલગથી જાહેરાત કરવામાં આવશે. કારણ કે હાલની સ્થિતિમા દિવાળીનું વેકેશન પડે ત્યાં સુધી પહેલા સેમેસ્ટરમાં કેટલીક કોલેજોમાં અભ્યાસ પણ શરૂ થાય તેમ નથી.એક કોરોના  સમયમાં જયારે વિધાથીઓ ધરે બેસીને ભણી રહ્યા હતા. અન હવે કોરોના કેસ ઓછા છતા હવે વિધાથીઓ પણ કોલેજ ચાલું થવાની રાહ જોઇ રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે રાજય સરકાર કયારે કોલેજો ચાલું કરશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment