Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / July 4.
Homeભક્તિChardham Yatra પરથી શું કામ શ્રદ્ધાળુઓને પાછા મોકલવામાં આવી રહ્યાં છે?

Chardham Yatra પરથી શું કામ શ્રદ્ધાળુઓને પાછા મોકલવામાં આવી રહ્યાં છે?

CHARDHAM YATRA
Share Now

લાંબા સમય બાદ શરૂ થયેલી ચારધામ યાત્રા (Chardham Yatra) માટે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહમાં છે. કોરોનાની પ્રથમ તથા બીજી લહેરના લીધે શ્રદ્ધાળુ બે વર્ષથી ચારધામ યાત્રાના દર્શન નહોતા કરી શક્યા. આથી તેઓ હવે આ અવસરને ગુમાવવા માંગતા નથી. 

એ જ કારણ છે કે ઉત્તરાખંડ ચારધામ દેવસ્થાન પ્રબંધન બોર્ડની વેબસાઈટ પર ઈ-પાસ બનાવવા માટે શ્રાદ્ધાળુઓની સ્પર્ધા લાગી છે. દેશના લગભગ દરેક રાજ્ય ખાસ કરીને ઓડિશા, બંગાળ, મહારાષ્ટ્ર તથા કેરળ થી લઈને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હોટલ-ધર્મશાળાનું એડવાન્સમાં બુકિંગ કરાવી રહ્યાં છે. 15 ઓક્ટોબર સુધી ચારેય ધામની યાત્રા રૂટ તથા પડાવ પર હોટલ, લોજ, તથા ધર્મશાળાઓ બુક થઈ ચૂકી છે.

તેનાથી ફક્ત હોટલ તથા પરિવહન વેપારીઓના ચહેરા જ નહીં પણ નાના દુકાન ધારકો પણ ખુશ-ખુશાલ થઈ ગયા છે. છેલ્લા બે વર્ષોથી આશા વગરના વાતાવરણમાં જીવી રહેલાઆ વેપારીઓ અને દુકાનદારોને હવે લાગે છે કે ખુશીઓ જલદી જ આવશે.

Chardham Yatra પર શ્રદ્ધાળુઓની ઉમટી ભીડ

સેંકડો સંખ્યામાં યાત્રીઓ ધામ પર પહોંચી રહ્યાં છે. મંગળવારે ચારધામમાં કુલ 1561 તીર્થયાત્રિઓએ દર્શન કર્યાં. બદ્રીનાથ ધામમાં 501, કેદારનાથમાં 618, ગંગોત્રીમાં 158 અને યમુનોત્રીમાં 284 તીર્થયાત્રિઓએ દર્શન કર્યા છે.

મંગળવારે દેવસ્થાનમા બોર્ડ તરફથી આંકડાઓ જાહેર કર્યા પ્રમાણે, બદ્રીનાથ ધામમાં 2114 યાત્રઓ દર્શન કરી ચૂક્યાં છે. જ્યારે હેમકુંડમાં મંગળવારે 146 યાત્રીઓ દર્શન કરવા પહોંચ્યા છે. 21 સપ્ટેમ્બર સાંજે ચાર વાગ્યા સુધી ચારધામ માટે 69217 પાસ જનરેટ કરવામાં આવ્યા છે.

ચારધામ યાત્રામાં કોરોના ગાઈડલાઈનનું ભંગ

CHARDHAM YATRA

IMAGE CREDIT: GOOGLE

વાતાવરણમાં રાહતનો અનુભવ થઈ રહ્યો છે તે છતા યાત્રા શરૂ થવાના પહેલા દિવસથી સારી એવી સંખ્યાઓમાં શ્રદ્ધાળુઓ ચાર ધામ પહોંચી રહ્યાં છે. જોકે, તે વચ્ચે એવા વ્યક્તિઓની કમી નથી, જે કોરોના ગાઈડલાઈનનું હનન કરીને ઈ-પાસ વગર ચારધામની યાત્રા કરવાની હિમ્મત કરી રહ્યાં છે.

તેવા વ્યક્તિઓને જરા પણ ભાન નથી કે તેમની આ બેજવાબદાર કૃત્યના લીધે યાત્રા સંકટમાં પડી શકે છે. આથી આવા વ્યક્તિઓને રોકવા માટે સખત પગલા પ્રશાસને ભરવા પડ્યાં છે. કેટલાક લોકોના કારણે તમામ શ્રદ્ધાળુઓને તકલીફ ના આપી શકાય.

આપણે એ યાદ રાખવુ જરુરી છે કે કોરોના હજુ ગયો નથી. થોડી લાપરવાહીના લીઘે રોગચાળો પાછો ફેલાઈ શકે છે. સંક્રમણથી બચવા માટે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવુ ઘણુ જરૂરી છે.

કેટલાક શ્રદ્ધાળુઓને પાછા મોકલવામાં આવે છે

ચારધામમાં આવનારા કેટલાક શ્રદ્ધાળુઓ તેમનું રજીસ્ટ્રેશન સ્માર્ટ સિટી પોર્ટલ પર કરી રહ્યાં છે. જ્યારે પ્રત્યેક ચારધામ યાત્રાનું રજીસ્ટ્રેશન દેવસ્થાનમ બોર્ડના પોર્ટલ પર જ કરવુ અનિવાર્ય છે. જે યાત્રિઓએ યોગ્ય રીતે રજીસ્ટ્રેશન કરાવ્યું નથી તેમને પોલિસ પાછા મોકલી રહી છે.

કેટલાક શ્રદ્ધાળુઓ પાસે નકલી રજીસ્ટ્રેશન પાસ પણ મળ્યા છે. સૂત્રો અનુસાર, કેદારનાથથી 24 કિમી દૂર સોનપ્રયાગના એક ચેકપોસ્ટ પર 18 લોકો પાસેથી નકલી રજીસ્ટ્રેશન પાસ મળ્યા છે અને તેઓને ધામમાં પ્રવેશ આપવામાં આવ્યું નથી.

આ પણ વાંચોઃ- Chardham Yatra માટે ઈ-પાસ હોવું આવશ્યક, ઈ-પાસ વગર યાત્રા કરી શકાશે નહીં

ચારધામ યાત્રામાં પણ વધારે સુરક્ષાનું પાલન કરવામાં આવી રહ્યું છે, તેની પાછળનું મુખ્ય કારણ કોરોનાને ફેલાતા રોકવાનો છે. ખાસ કરીને માસ્ક અને સામાજીક અંતર વિશે સહેજપણ ઢિલ મૂકવામાં આવશે નહીં. કેટલાક બેજવાબદાર લોકોના લીધે ચારધામ યાત્રામાં એવું જ કંઈક જોવા મળી રહ્યું છે.

તે બાબતે સખત પગલા લેવા જરૂરી છે. તે ઉપરાંત યાત્રા દરમિયાન કોવિડ વેક્સિનેશન પર પણ ભાર મૂકવું જોઈએ. જેથી વાતાવરણમાં સકારાત્મકતા જળવાઈ રહે. સરકાર આ તમામ બાબત પર ગંભીરતાથી વિચા કરીને આગળ વધી રહી છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment