ગત 4 નવેમ્બરના સાંજે સુરત (Surat)ના પાંડેસરામાં ઘર પાસેથી અપહરણ કરાયેલી અઢી વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકી પર દુષ્કર્મ આચરી ગળું દબાવી હત્યા કરાઈ હતી. આ મામલે સ્થાનિક પોલીસે આરોપીને 8 નવેમ્બરના રોજ ઝડપી પાડ્યો હતો. જે હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં બંધ છે. દરમિયાન પોલીસ દ્વારા આરોપી બનાવ બન્યાના 10 દિવસમાં જ 246 પાનાંની ચાર્જશીટ સેશન્સ કોર્ટમાં રજૂ કરી દેવામાં આવી છે.
Surat માં ફરી એકવાર દાખલો બેસાડ્યો
ઉલ્લેખનિય છે કે, બનાવના થોડાક જ દિવસમાં પોલીસે (Police)ચાર્જશીટ રજૂ કરી ફરી એકવાર દાખલો બેસાડ્યો છે. સુરતમાં થોડા દિવસ પહેલાં 29 દિવસમાં દુષ્કર્મીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
કઇ કામગીરીનો ચાર્જશીટમાં ઉલ્લેખ છે
પાંડસેરા (Pandsera)ના પીઆઈએ જણાવ્યું હતું કે, બાળકીને શોધવા માટે 150થી વધુ પોલીસ જવાનોએ કામગીરી કરી હતી. બનાવ બન્યાના 10 દિવસમાં જ 246 પાનાંની ચાર્જશીટ આજે સેશન્સ કોર્ટ (Court)માં રજૂ કરવામાં આવી છે. 246 પાનાંની ચાર્જશીટમાં Cctv, ગેઇટ એનાલિસિસ , ફોરેન્સિક, મેઈન સાક્ષીઓના નિવેદન, મેડિકલમાં એફએસએલનો રિપોર્ટ, ઓળખ પરેડની કામગીરી સહિતના પુરાવાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સમગ્ર ઘટના શું છે?
સુરતમાં ગત્ત 4 નવેમ્બરના રોજ પાંડેસરા વિસ્તારમાંથી અઢી વર્ષની બાળકીને તેના ઘર નજીકથી અપહરણ કરાયું હતું અને ચાર દિવસ બાદ બાળકીનો મૃતદેહ વડોદ ગામની ઝાડીમાંથી મળી આવ્યો હતો. બાળકીનું પોસ્ટમોર્ટમ કરનાર ફોરેન્સિક ડોકટર ગણેશ ગોવેકરના જણાવ્યા પ્રમાણે બાળકી સાથે બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું. બાળકી સાથે એ હદે હેવાનીયત કરવામાં આવી હતી કે તેની યોનિમાંથી આંતરડા પણ બહાર આવી ગયા હતા. જોકે આ કેસમાં પાંડેસરા પોલીસને સફળતા હાથ લાગી છે અને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી મૂળ બિહારનો અને પાંડેસરા વડોદ વિસ્તારનો જ રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પાંડેસરા પોલીસે સીસીટીવી કેમેરાની આધારે આરોપીની અટક કરી છે.
આ પણ વાંચો: Surat: કુરિયર કંપનીના ટેમ્પોમાંથી લાખોની લૂંટ ચલાવનારા 7 ઝડપાયા
Surat પોલીસે આ પહેલા પણ અપીલ કરી હતી
પાંડેસરા પોલીસ (Pandesara Police)દ્વારા વડોદ ગામના 36 સોસાયટીના લોકોને બોલાવીને સીસીટીવી કેમેરા બેસાડવા અને આવી ઘટના બનતી અટકાવવા જાગૃતિ લાવવા અપીલ કરી છે. નોંધનીય છે કે 3 વર્ષ પહેલાં પણ આવી ઘટનાઓ સામાન્ય બની હતી, ત્યારે પોલીસ દ્વારા અહીં સીસીટીવી બેસાડવા અને ઝાડી ઝાંખરા દૂર કરવા વાતો કરવામાં આવી હતી. પણ તે માત્ર વાતો જ રહેતા વધુ એક બાળકી પિંખાઈ હતી.
કોર્ટનો ઐતિહાસિક નિર્ણય જુઓ વીડિયો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4