Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeન્યૂઝCharity: દુનિયાના 100 દાનવીર કોર્પોરેટ લીડર્સમાં શામેલ થયા આ દિગ્ગજ ભારતીયો

Charity: દુનિયાના 100 દાનવીર કોર્પોરેટ લીડર્સમાં શામેલ થયા આ દિગ્ગજ ભારતીયો

Corporate Leaders Ahead in Charity These Indians are among the 100 most generous corporate leaders in the world.png
Share Now

નવી દિલ્હી : દેશ-દુનિયાના ધનિકોની સમાજ પ્રત્યે પણ મોટી જવાબદારી હોય છે. ધનિકો પોતાની અઢકળ સંપતિમાંથી સમાજ માટે દાન કરતા હોય છે. ભારતમાં પણ ફોર્બ્સ કે બ્લૂમબર્ગ બિલિયોનર્સની યાદીમાં શામેલ અનેક ધનિકો રહે છે, જેઓ ટોપ 10 બિલિયોનર્સના લિસ્ટમાં સ્થાન પામે છે. આ યાદીમાં ટોચના ક્રમે મુકેશ અંબાણી, ગૌતમ અદાણી જેવા દિગ્ગજ બિઝનેસ ટાઈકૂનનો સમાવેશ થાય છે. ગૌતમ અદાણી, નીતા અંબાણી અને કુમાર મંગલમ કોર્પોરેટ લીડર્સના લિસ્ટમાં 100 ભારતીયોમાં સામેલ છે. જેમણે દુનિયાભરમાં પોતાની પરોપકારી પ્રવૃત્તિઓ દ્વારા પોતાની છાપ છોડી છે.

અમેરિકામાં આવેલ ઈન્ડિયાસ્પોરાએ એક અલગ પ્રકારનું અને અનોખુ લિસ્ટ જારી કર્યું છે, જેમાં 9 ઝ્યુરી સભ્યોના માર્ગદર્શન અને પ્રતિષ્ઠીત અભ્યાસ સહિત કેટલાક સ્ત્રોતો પરથી આ જાણકારી એકઠી કરી હતી. આ યાદીમાં ભારતના ગૌતમ અદાણી, નીતા અંબાણી અને કુમાર મંગલમ બિરલા ટોપ પર છે.Charity: These Indians are among the 100 most generous corporate leaders in the world

રિપોર્ટની 2021ની પરોપકારી નેતાઓની યાદીમાં ભારતના પરોપકારી સાથે અમેરિકા, યૂકે, કેનેડા, સંયુક્ત આરબ અમીરાત, સિંગાપોર અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસી ભારતીય સામેલ છે. તેમાંથી પરોપકારીઓએ કોરોના મહામારીના સંકટ સમયે મદદનો હાથ લંબાવ્યો હતો. જેમાં ભારત સિવાય અમેરિકાથી મોન્ટે આહૂજા, અજય બંગા અને મનોજ ભાર્ગવ છે. કેનેડાથી સોનમ અજમેરા, બોબ ઢિલ્લોં અને આદિત્ય ઝા છે. લિસ્ટ પ્રમાણે, મોહમ્મદ અમીરસી, મનોજ બાંલે અને કુજિંદર બાહિયા બ્રિટનથી છે.

આ પણ વાંચો : ભારતીય ચલણી નોટ પર ગાંધીજીની તસવીર પહેલી વાર ક્યારે છપાઈ? ક્યાં-ક્યારે ક્લિક થયો હતો આ ફોટો ? 

ઈન્ડિયાસ્પોરાના  ફાઉન્ડર રંગાસ્વામીએ જણાવ્યું કે, અમારા ગ્રુપે એટલા બધા પરોપકારી લોકોને જોયા એ અવિશ્વવસનીય રૂપે પ્રેરણાદાયી છે. તેમણે પોતાની સફળતાથી ફક્ત સમાજને પ્રેરણા આપી છે એટલું જ નહિં, તેમની ભલાઈ માટે સીધી રીતે કામ પણ કર્યું છે. તેમણે કહ્યું કે, આ બિઝનેસ લિડર્સ પોતાની ઉદારતા માટે પણ જાણીતા અને તે અનુસાર કામ પણ કરે છે. આપણા સામાજના કેટલાક મુદ્દાઓ યાદ કરતા આપણે તેના પર ધ્યાન આપવાની જરૂર છે.

Charity: These Indians are among the 100 most generous corporate leaders in the world

સોમરવિલે કોલેજમાં ડાયરેક્ટર ઓફ ડેવલપમેન્ટ અને જૂરી સભ્યોમાંથી એક સારા કલીમે કહ્યું કે, આ પ્રયત્નનો ભાગ બનવું આનંદની વાત છે. જે રીતે આ લિસ્ટમાં સામેલ તમામ લોકો બાબતે ઘણી સાવધાનીથી વિચાર વિમર્શ કરવામાં આવ્યો તેનાથી હું પ્રભાવિત છું. ભારતીય વિદેશ મંત્રાલય અનુસાર, લગભગ સવા ત્રણ કરોડ ભારતીય પ્રવાસી દુનિયાભરના વિવિધ દેશોમાં રહે છે. આ દુનિયામાં સૌથી મોટી પ્રવાસી વસતી છે.

ફેરફેક્સ ફાયનાન્શિયલના સંસ્થાપક અને લિસ્ટમાં જગ્યા પામેલ પ્રેમ વત્સાએ કહ્યું કે, મહામારીએ આપણને શિખવ્યું છે કે કઈ રીતે લોકો મુશ્કેલ સમયમાં ખભાથી ખભો મેળવીને ચાલી રહ્યા છે. બિઝનેસ હાઉસ, NGO, સરકારો અને વિવિધ સંસ્થાઓ આવી મુશ્કેલીના સમયમાં સાથે કામ કરે છે. આ સમાજને એક નવી દિશા આપે છે.

Charity: These Indians are among the 100 most generous corporate leaders in the world

તેમણે કહ્યું કે, ઈન્ડિયાસ્પોરાના પરોપકારી બિઝનેસ લિડર્સના લિસ્ટ તેમને તેના સમાજ પ્રત્યે જવાબદારીવાળા કામ કરતા રહેવાની યાદ અપાવે છે, જેથી ભવિષ્યમાં કોઈ પણ સમુદાયને કોઈ પણ મુશ્કેલી આવે તો તમામ લોકો સાથે મળીને તેની મદદ કરે. લિસ્ટમાં જગ્યા મેળવનાર અર્ધયમની સંસ્થાપક-ચેરમેન રોહિણી નીલેકણીએ જણાવ્યું કે, મને આશા છે કે પ્રવાસી આગળ પણ વધુ નિર્ભયતાથી સમાજને દાન કરતા રહેશે.

આ પણ વાંચો : ફરી સોને કી ચીડિયા બનતું ભારત: Gold Reserves 700 ટનને પાર

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment