ઘણીવાર લોકો પ્રેમમાં એટલા પાગલ થઈ જાય છે કે, જીવવા-મરવા માટે પણ તૈયાર થઈ જતા હોય છે, પરંતુ વાસ્તવિકતા તેનાથી ઘણી દૂર હોય છે. ઘણા લોકો પ્રેમમાં મળેલો દગો પાછળ છોડીને નવું જીવન શરૂ કરે છે, જ્યારે ઘણા લોકો એવા હોય છે જેઓ આ દગાથી (cheating girlfriend)પોતાનું જીવન જ સમાપ્ત કરી દે છે. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના કાનપુર (Kanpur)માંથી પણ સામે આવ્યો છે, જે સાંભળીને તમને આશ્ચર્ય થશે કે શું કોઈ પ્રેમી પણ આવું કરી શકે છે.
cheating girlfriend મળ્યો તો ફાંસો ખાધો
પ્રેમમાં લોકો ઘણીવાર સાથે જીવવા અને સાથે મરવાના શપથ લેતા હોય છે, એકબીજાને હજારો વચનો આપે છે અને પછી જો આ જ વચન પૂરા ન થાય કે, બીજું કોઈ કારણ હોય તો દૂર થઈ જાય છે. આ અંતર ક્યારેક કોઈનો જીવ લઈ લે છે, જે કાનપુરમાં જોવા મળ્યું છે. હોસ્ટેલમાં અભ્યાસ કરતા શિવમે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો, આપઘાત કરતા પહેલા તેણે એક સુસાઈડ નોટ પણ લખી હતી.
હોસ્ટેલમાં આત્મહત્યા કરી
હોસ્ટેલમાં આત્મહત્યા કરી હોવાની જાણ થતાં પોલીસ (Police)ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં પોલીસે સુસાઇડ નોટ કબ્જે કરી તો જાણવા મળ્યુ કે, આ આત્મહત્યાનું કારણ પ્રેમ પ્રકરણ છે. જાલૌનના રહેવાસી શિવમે તેની સુસાઇડ નોટમાં તેના મૃત્યુ માટે તેની ગર્લફ્રેન્ડને જવાબદાર ઠેરવી પણ હતી અને નહીં પણ. આ વાંચીને તમે જરૂર ચોંકી જશો કે આ કેવી રીતે બની શકે છે, પરંતુ તેણે કંઈક આવું જ લખ્યું હતુ.
આ પણ વાંચો: વધારે ગુસ્સો આવે છે તો અહી જાવ, પૈસા આપીને ‘ડોક્ટર’ ને મન ભરીને પંચ મારી શકો છો…
મારા મૃત્યુ પછી તેને હેરાન કરશો નહીં
સ્યુસાઈડ નોટ (Suicide note)માં લખ્યું હતું કે, જ્યારે પ્રેમમાં દગો જ આપવો હતો તો પ્રેમ શું કામે કર્યો? તે મારી સાથે આ ઠીક નથી કર્યુ. મતલબ કે શિવમના આત્મહત્યાનું કારણ તેની ગર્લફ્રેન્ડ હતી. પરંતુ તેણે સુસાઇડ નોટમાં આગળ લખ્યું હતું કે, મારા મૃત્યુ બાદ તેને હેરાન કરવામાં ન આવે. મતલબ કે તેણે આ માટે તેની ગર્લફ્રેન્ડ (Girlfriend)ને જવાબદાર ઠેરવી પણ અન નહીં પણ.
હવે પોલીસ (યુપી પોલીસ) સુસાઈડ નોટ અને મોબાઈલ રિકવર કર્યા બાદ કેસની તપાસ કરી રહી છે. પરંતુ આ પહેલો કિસ્સો નથી, પ્રેમમાં દગો મળ્યા બાદ આપઘાત (Suicide)ના અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4