Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / July 3.
Homeએન્ટરટેઈન્મેન્ટલગ્ન બાદ વિકી તેની દુલ્હનનું આ આલીશાન મહેલમાં કરશે સ્વાગત, જુઓ તસવીરો

લગ્ન બાદ વિકી તેની દુલ્હનનું આ આલીશાન મહેલમાં કરશે સ્વાગત, જુઓ તસવીરો

Share Now

ગત્ત દિવસોમાં કેટરિના કૈફ અને વિકી કૌશલ (Vicky Kaushal)ના લગ્ન (Marriage)એ બી ટાઉનની ગલીઓમાં ખૂબ ધૂમ મચાવી હતી. બી-ટાઉનના આ કપલના લગ્નએ ચાહકોને ચોંકાવી દીધા હતા. વિકી અને કેટના લગ્ન છેલ્લા એક મહિનાથી બોલિવૂડના સૌથી મોટા સમાચાર બન્યા હતા. આ તમામ વચ્ચે સવાઇ માધોપુર પેલેસમાં લગ્નની તૈયારીઓ શરૂ થતાં આ લગ્ન પર મહોર લાગી ગઇ હતી. 9 ડિસેમ્બરના રોજ બંનેએ લગ્ન કર્યા હતા. હવે બંને પોતાના લગ્નની તસવીરો ફેન્સ માટે સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. ત્યારે કેટરીના કેફના નવા ઘરને (Katrina Kaif new house)લઇને ચર્ચા શરૂ થઇ છે. 

Katrina Kaif new house  ક્યા છે

હવે લગ્ન પછી સવાલ એ છે કે, કેટરીના કૈફ (Katrina Kaif)ક્યાં રહેવા જશે? કેટરિના કૈફના સાસરિયાં ક્યાં છે, કેટનું સાસરિયાંમાં કેવું સ્વાગત થશે? આ તમામ પ્રશ્નો આજકાલ બોલિવુડ (Bollywood)ઇન્ડસ્ટ્રીઝમાં ભારે ચર્ચા જગાવી છે. ચાહકો રાહ જોઈ રહ્યા છે કે, વિકી કૌશલ ક્યારે તેની દુલ્હનને તેના ઘરે લઈ જશે. તો આ સવાલો વચ્ચે એવા સમાચાર આવી રહ્યા છે કે, વિકી કૌશલે કેટરિના કૈફ માટે જુહુમાં નવું ઘર લીધું છે.

 

મળતી માહીતી મુજબ, રિસેપ્શન બાદ કપલ નવા ઘરમાં શિફ્ટ થઈ જશે. એવા પણ અહેવાલ છે કે, કેટ અને વિકી વિરાટ અનુષ્કાના પાડોશી બનવા જઈ રહ્યા છે. રિસેપ્શન બાદ કેટ વિકી જુહુમાં સમુદ્ર તરફના લક્ઝરી ફ્લેટમાં શિફ્ટ થશે. તે જ સમયે, હવે કેટ વિકીના ઘરની પ્રથમ ઝલક પણ સામે આવી છે.

આ પણ વાંચો: વિક્કી-કેટરિનાના લગ્નમાં કોન્ડોમ કંપનીને આમંત્રણ?

શું છે Katrina Kaif new house ની વિશેષતા

મળતી માહિતી મુજબ, કેટ અને વિકીના ઘરમાં 4 રૂમ છે અને દરેક રૂમ ઈન્ટિરિયર ડિઝાઈનર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. રૂમની સાથે કિચન અને ફર્નિચરની પણ ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. જણાવી દઇએ કે, પહેલા વિકી કૌશલ તેના પરિવાર સાથે રહેતો હતો જ્યારે કેટ બાંદ્રામાં રહેતી હતી. પરંતુ હવે લગ્ન બાદ બંને જુહુના આ નવા ફ્લેટમાં સાથે રહેવાના છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment