સાબરકાંઠા જીલ્લાની રાજસ્થાન રાજ્યની અડીને આવેલી આંતરરાજ્ય સરહદો પર બંને જીલ્લાની પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે 31 ફર્સ્ટ ડિસેમ્બર (31st December)માં દારૂની રેલમછેલ અટકાવવા પોલીસ (Police)તંત્રએ જીલ્લાના મુખ્યમાર્ગો અને અંતરિયાળ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ (Patrolling)હાથ ધર્યું છે. પોલીસે આંતરાજ્ય સરહદો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.
31st December ને પગલે બુટલેગરોનું એડવાન્સમાં જ પ્લાનિંગ!
મહત્વનું છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી બુટલેગરો પણ પોલીસતંત્રની ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં સઘન ચેકીંગ (Checking)કરતા હોવાના પગલે નવેમ્બર અને ડિસેમ્બર મહિનાના 20 દિવસના સમય દરમિયાન નાના-મોટા વાહનો મારફતે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ગુજરાતમાં ઠાલવી દેતા હોવાથી પ્યાસીઓની પ્યાસ બુઝાઈ જતી હોય છે.
આ પણ વાંચો: લગ્ન પહેલા કરો આ કામ, નહીંતર પાછળથી થશે પસ્તાવો
31st December ને લઇ પોલીસની બાજ નજર
ગુજરાત-રાજસ્થાનની અરવલ્લી જીલ્લાની રતનપુર બોર્ડર (Border)થી માંડી જિલ્લાને સ્પર્શતી અન્ય બોર્ડરો અને સાબરકાંઠા જીલ્લાની રાણી અને ખેરોજ બોર્ડરથી લઇ અન્ય આંતરરાજ્ય સરહદો પરથી નશીલા પદાર્થો ઘૂસાડવાના રેકેટ ઉપર રોક લગાવવા પોલીસ બાજ નજર રાખી રહી છે. હાલ જિલ્લા પોલીસવડા (SP)ના આદેશથી વાહન ચેકીંગ હાથ ધરાયું છે. નવા વર્ષની ઉજવણીને લઈ બુટલેગરો સક્રિય બનશે, ત્યારે તેઓની પ્રવૃત્તિઓ ઉપર રોક લગાવવા બોર્ડર વિસ્તારોમાં રાઉન્ડ ધ કર્લાક પેટ્રોલીંગ હાથ ધરવામાં આવનાર છે. તો ઉજવણીમાં જોડાઈ કોવીડ-19 તકેદારીઓનો ભંગ કરનાર તત્વો સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું પોલીસ વિભાગના સૂત્રો દ્વારા જણાવ્યું હતું.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4