(Auto rickshaw) ઓટો રિક્ષાને ક્યારેય તમે બે પૈડા પર ચાલતી જોઈ છે ? આવું તો વિચારી પણ ન શકાય. જે વિચારી ન શકાય અને તે કરી બતાવે એવા જ લોકો વિશ્વ વિક્રમ સર્જે છે. આવું જ કઈક કર્યું છે ચેન્નઈના એક રિક્ષાવાળાએ. ચેન્નઈના એક શખ્સે ઓટો-રિક્ષાને બે પૈડા પર ચલાવીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે.
ચેન્નઈના આ (Auto rickshaw) ઓટો-રિક્ષા ડ્રાઈવરે આવુ કરીને સોશ્યલ મીડિયા પર તોફાન લાવી દીધુ છે. કેમ કે તે માત્ર બે પૈડા પર ઓટો રિક્ષા ચલાવી રહ્યો હતો. તે ડ્રાઈવર અને તેમના ઓટોએ આ કારનામુ કરીને ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનુ સ્થાન બનાવી લીધુ છે.
ચેન્નઈના આ ડ્રાઈવરનુ નામ જગદીશ છે એવું જાણવા મળી રહ્યું છે. જેણે માત્ર બે પૈડા પર ઓટો રિક્ષા પર સૌથી લાંબુ અંતર કાપ્યુ અને રેકોર્ડ પોતાના નામે કર્યો. ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડની વેબસાઈટ અનુસાર ડ્રાઈવરે રેકોર્ડ બનાવવા માટે વાહનને માત્ર બે પૈડા પર સંતુલિત કરીને 2.2 કિ.મીનું સૌથી લાંબુ અંતર કાપ્યું છે.
તમિલનાડુના એક યુવકે 2015ના અંતમાં એક એવો જ રેકોર્ડ બનાવ્યો હતો. પરંતુ 2015નો ઉમેદવાર આટલું દૂરનું અંતર કાપી શક્યો નહોતા. ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડની વેબસાઈટ અનુસાર તે વ્યક્તિ રિયલિટી ટીવી શો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડસ- અબ ઈન્ડિયા તોડેગામાં જોવા મળ્યા હતો. અને આ દરમિયાન તેમણે સૌથી લાંબા અંતરનું સાઈડ-વ્હીલનો રેકોર્ડ બનાવ્યો હતો.
આ ઓટો ડ્રાઈવરે મુંબઈના જુહૂ એરપોર્ટ પર સ્ટંટનુ પ્રદર્શન કર્યુ. વેબસાઈટ પર ડ્રાઈવરના હવાલાથી લખ્યુ છે, મે ક્યારેય નહોતુ વિચાર્યુ કે આ રેકોર્ડ પ્રાપ્ત કરી શકાય છે પરંતુ હવે હું સંતુષ્ટ છુ. તે શખ્સે ઓટોને 80 કિ.મી પ્રતિ કલાકની સ્પીડથી ચલાવી હતી.
આ પણ વાંચો: સૌરાષ્ટ્રના લાખો લોકો માટે ગોંડલ ચોકડીનો રોડ બંધ, જાણો કારણ
હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધી 3 લાખથી પણ વધુ વ્યૂઝ મળી ચુક્યા છે. લોકો ચેન્નઈના જગદિશનો આ કરતબ જોઈને દંગ રહી ગયા છે. ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવી હાલમાં આ ઓટો રિક્ષા ડ્રાઈવર સોશિયલ મીડિયા પર સેલિબ્રિટી બની ગયો છે. તેનો વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4