Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 2.
Homeન્યૂઝચેન્નઈએ કોલકાતાને હરાવી ચોથી વાર IPLનું ટાઇટલ કબ્જે કર્યું

ચેન્નઈએ કોલકાતાને હરાવી ચોથી વાર IPLનું ટાઇટલ કબ્જે કર્યું

IPL
Share Now

ચેન્નઇ સુપરકિંગ્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે આઇપીએલ (IPL)2021 ની ફાઇનલ મેચ રમાઇ હતી. જેમાં શાનદાર પ્રદર્શન કરતા ચેન્નઇ સુપરકિંગ્સે (chennai super kings)કોલકાતાને 27 રનથી હરાવીને ચોથીવાર આઇપીએલનું ટાઇટલ કબ્જે કર્યું છે. મેચ દરમિયાન આ સીઝનમાં ઋતુરાજ ગાયકવાડે ઓરેન્જ કેપ મેળવી હતી. ચેન્નઈ સુપરકિંગ્સે આપેલા 193 રનના લક્ષ્યાંક (Target)સામે કોલકાતાની શરૂઆત સારી રહી હતી.

આઇપીએલ (IPL)ફાઇનલમાં ચેન્નઇએ  ટાર્ગેટ શું આપ્યો?

ચેન્નઇએ 193 રનનો ટાર્ગેટ આપ્યા બાદ કોલકત્તાની શરૂઆત શાનદાર રહી હતી. ઓપનર શુભમન ગિલ 51 રન અને વેંકટેશ અય્યર 50 રન વચ્ચે પહેલી વિકેટ માટે 91 રનની પાર્ટનરશીપ (Partnership)બની હતી. જોકે ત્યારબાદ કોલકાતાના ખેલાડી (Player)ઓ એક બાદ એક આઉટ થઇ ગયા હતા. એક સમયે કોલકાતાની 93માં 2 વિકેટ હતી અને ત્યારબાદ 125 રનમાં 8 વિકેટ પડી ગઇ હતી. આમ, કોલકાતા 20 ઓવરમાં 9 વિકેટે 165 રન જ બનાવી શક્યું હતું. જેના પગલે ચેન્નઇએ IPLમાં ચોથીવાર ટાઇટલ કબ્જે કર્યું છે.

આ પહેલા કોલકાતાએ ટોસ જીતી ચેન્નઇને પહેલા બેટિંગ (Betting)આપી હતી. ચેન્નઇએ સારી શરૂઆત કરતાં ઋતુરાજ 32 રન અને ડુપ્લેસિસ 86 રન વચ્ચે 49 બોલમાં 61 રનની પાર્ટનરશીપ બની હતી. ત્યારબાદ ડુપ્લેસિસે મોઇન અલી સાથે પણ શાનદાર રમત દાખવી હતી અને બંનેએ 39 બોલમાં 68 રનની પાર્ટનરશીપ બનાવી હતી. મોઇન અલીએ 20 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 37 રન કર્યા હતા. જેના પગલે ચેન્નઇએ 20 ઓવરમાં 3 વિકેટે 192 રનનો પહાડ ઉભો કર્યો હતો.

ચેન્નઈનો આ બોલરની IPL સિઝન રહી શાનદાર

ચેન્નઈ સુપરકિંગ્સ ટીમના શાર્દૂલ ઠાકુરે IPLની 14મી સીઝનમાં શાનદાર પ્રદર્શન કરતાં ચેન્નઈ ટીમનો સૌથી સફળ બોલર (Bowler)રહ્યો છે. તેણે 16 મેચમાં 8.80 ઇકોનોમી સાથે 21 વિકેટ ઝડપી છે.

અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટ જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment