છઠ સૂર્યની ઉપાસનાનો તહેવાર છે. સૂર્ય દેવતા પ્રત્યે અપાર શ્રદ્ધા અને આસ્થા વ્યક્ત કરવાનો તહેવાર છે. આસ્થાનું મહાપર્વ છઠના ચોથા દિવસે ઉગતા સૂર્યને અર્ધ્ય અપાઈ. આ સાથે જ ચાર દિવસસુધી ચાલનારા છઠ પર્વનું સમાપન થઈ ગયું. આજે સવારથી જ ઘાટો પર શ્રદ્ધાળુઓ પહોંચવા લાગ્યા. છઠ પૂજાના અંતિમ દિવસને ઉષા અર્ધ્યનો દિવસ પણ કહેવાય છે. તેને પારણા પણ કહે છે. કારણ કે આ દિવસે ઉગતા સૂર્યને અંજલિ આપ્યા બાદ છઠ વ્રતના પારણા કરાય છે. સંતાનોના લાંબા આયુષ્ય માટે ઉજવવામાં આવતું આ છઠનું પર્વ દેશ દુનિયામાં ઉજવાય છે. આ પર્વમાં વ્રત રાખનારી મહિલાઓ માથાથી નાક સુધી લાંબુ સિંદૂર લગાવતી જોવા મળે છે. બહુ ઓછા લોકોને ખબર હશે કે આમ કેમ કરવામાં આવે છે.
સૌભાગ્યનું પ્રતિક છે સિંદૂર
ધાર્મિક માન્યતાઓ મુજબ માંગમાં સિંદૂર ભરવું સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. છઠ પૂજામાં પણ મહિલાઓ સિંદૂર લગાવે છે. કહેવાય છે કે વિવાહિત મહિલાઓએ સિંદૂર લાંબુ અને એવી રીતે લગાવવું જોઈએ કે બધાને દેખાય. આ સિંદૂર માથાથી શરૂ થઈને જેટલી લાંબી માંગ હોય ત્યાં સુધી લગાવવું જોઈએ. આ જ કારણ છે કે વ્રત રાખનારી મહિલાઓ આ પર્વમાં નાકથી લઈને માથાની માંગ સુધી લાંબુ સિંદૂર લગાવે છે.
સંતાન-સુહાગની લાંબી ઉંમરની કામના
છઠ પૂજામાં સંતાન ઉપરાંત સુહાગની લાંબી ઉંમરની કામના પણ કરાય છે. આ જ કારણ છે કે આ પર્વમાં વિધિ વિધાનથી પૂજા સાથે જ સિંદૂરનું પણ ખુબ મહત્વ માનવામાં આવ્યું છે. પતિ અને બાળકોની મંગળકામના માટે મહિલાઓ 36 કલાકનું નિર્જળા વ્રત રાખે છે.
આ પણ વાંચો : સૂર્યની ઉપાસનાનો તહેવાર એટલે છઠ પૂજા: જાણો શુ છે છઠ પૂજા અને તેનું મહત્વ
આજે વ્રતનું સમાપન
છઠ પર્વના છેલ્લા દિવસે સવારથી જ પટણા, દિલ્હી, ગાઝિયાબાદમાં લોકો નદીના ઘાટો પર પહોંચવાના શરૂ થઈ ગઆ. અનેક જ્ગ્યાઓ પર શ્રદ્ધાળુઓ તેમના પરિવાર સાથે નદી કિનારે બેસીને ઉગતા સૂરજની રાહ જોતા હોય છે. સૂર્ય ઉગતા જ અર્ધ્ય અર્પિત કરાય છે અને ત્યારબાદ વ્રત રાખનારાઓ એકબીજાને પ્રસાદ આપીને વડીલોના આશીર્વાદ લે છે. આશીર્વાદ લીધા બાદ વ્રતીઓ પોતાના ઘરે પહોંચે છે અને પાણીથી પોતાનું 36 કલાકનું કઠોર વ્રત ખોલે છે. એવી માન્યતા છે કે વિધિ વિધાનથી પૂજા કરવાથી અને અર્ધ્ય આપવાથી તમામ પ્રકારની મનોકામનાઓ પૂરી થાય છે.
કેવી રીતે વ્રત કરવામાં આવે છે ?
વ્રતનુ નામ છે ‘રવિ ષષ્ઠી વ્રત’ અર્થાત કાર્તિક માસના શુક્લ પક્ષની ષષ્ઠી તિથિના રોજ આ વ્રતનુ આયોજન કરવામાં આવે છે. આમ તો આ ચાર દિવસનુ વ્રત છે. જેમા વ્રતના પ્રથમ દિવસે ચતુર્થી તિથિના રોજ વ્રત કરનારી સ્ત્રી અને પુરૂષ પવિત્ર થઈને ભોજન કરે છે. જેમા મીઠાના રૂપમાં સંચળનો પ્રયોગ કરે છે. આગામી દિવસે પંચમીના રોજ વ્રતના 24 કલાકનો ઉપવાસ હોય છે અને ડૂબતા સૂર્યને અર્ધ્ય આપે છે. જે ડાળીમાં સૂર્યને અર્ધ્ય આપવામાં આવે છે એ ડાલીમાં પૂજા સામગ્રી ધૂપ, દીપ ઉપરાંત પાંચ પ્રકારના ફળ કેળા, લીંબૂ, સંતરા, નારિયળ અને સીતાફળ ચઢાવવામાં આવે છે. આ ઉપરાંત મૂળા, શેરડી, હળદર, સૂરણ વગેરે પણ ડાળમાં મુકવામાં આવે છે. સૂર્ય ભગવાનના સૌથી મુખ્ય વ્યંજન પકવાનને ગણાય છે. જેમા ડાળીમાં ચઢાવવા માટે ખૂબ જ શુદ્ધતાથી ઘઉં ઘોઈને સૂર્યના પ્રકાશમાં સુકવીને તેનો લોટ બનાવાય છે અને પચેહે તેને દૂધથી પલાળી એક એવા સંચામાં નાખીને આકાર આપવામાં આવે છે જેના પર સૂર્યદેવતાનુ ચિત્ર હોય છે પછી તેને શુદ્ધ ઘી માં તળીને ડાળીમાં ચઢાવીને દેવતાને અર્ધ્ય આપવામાં આવે છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4