Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 30.
Homeન્યૂઝપવિત્ર યમુના નદી બની ઘાતક, ઝેરી ફીણ વચ્ચે શ્રધાળુઓએ કર્યું સ્નાન

પવિત્ર યમુના નદી બની ઘાતક, ઝેરી ફીણ વચ્ચે શ્રધાળુઓએ કર્યું સ્નાન

NARMADA DEM
Share Now

છઠ પૂજાની ઉજવણી શરૂ થઈ ગઈ છે. છઠ પૂજા એટલે સૂર્યદેવતાની ઉપાસનાનો પર્વ. બિહાર, ઝારખંડ અને પૂર્વીય ઉત્તર પ્રદેશના લોકો આ તહેવારને ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરી રહ્યા છે. દેશના અન્ય ભાગોમાં પણ છઠની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે છઠ પર્વની શરૂઆત થતાં જ ભક્તોની ભીડ ઘાટ પર ઉમટી પડી છે.દિવાળી પછી આવતો આ તહેવાર ચાર દિવસ સુધી ઊજવવામાં આવે છે.4 દિવસ સુધી ઉજવવામાં આવતા આ પર્વના પહેલા દિવસે ન્હાય-ખાયની પરંપરા હોય છે. રાજધાની દિલ્હીમાં પણ છઠના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ અહીં છઠના ઘાટો પરથી જે તસવીરો સામે આવી રહી છે તે ચોંકાવનારી છે.

અહીંની યમુના નદી ઝેરીલા ફીણની ચાદર જોવા મળે છે. અને તેની વચ્ચે જ શ્રદ્ધાળુઓ સ્નાન કરી રહ્યા છે. જોકે, કોરોનાને કારણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓધોરીટી (DDMA)એ યમુના નદીના કિનારે છઠ પૂજાની અનુમતિ નથી આપવામાં આવી.

યમુના નદીમાં ઝેરીલા ફીણ

ન્યુઝ એજન્સી મુજબ, કાલિંદી કુંજ વિસ્તારમાં યમુના નદીમાં ઝેરીલા ફીણ તરી રહ્યું છે. આ ફીણ વચ્ચે શ્રદ્ધાળુઓ સ્નાન કરી રહ્યા છે.યમુના નદીમાં એમોનિયાનું પ્રમાણ ઘણું જ વધી ગયું છે. તે કારણે અહીં પાણીમાં મોટાપ્રમાણમાં ફીણ થઈ ગયા છે. પાણીમાં એકઠા યહયેલા આ ફીણ વચ્ચે જ સ્નાન કરતાં શ્રદ્ધાળુઓની તસવીર સામે આવી છે.

આ પણ વાંચો : રંગીન રોશનીથી ચમકતો નર્મદા ડેમ : સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું

YAMNU RIVER

પાડોશી રાજ્યોમાં ખેતરોમાં ભુસુ સળગાવવાને લીધે અને દિવાળી બાદ ફોડવામાં આવેલ ફટાકડાને કારણે રાજધાની દિલ્હીની હવા ઝેરીલી થઇ ગઈ છે. યમુના નદીમાં એમોનિયાનું લેવલ વધી ગયું છે, તેને કારણે અહીં ફીણ બની ગયું છે. એમોનિયા લેવલ વધવાને કારણે પાણીનો પુરવઠો અટકાવવો પડ્યો છે.

રાજકારણ ગરમાયુ

યમુના નદીમાં ફીણ વચ્ચે સ્નાન કરી વ્રતધારીઓના ફોટા અને વિડીયો સામે આવ્યા બાદ રાજકારણ તેજ થઇ ગયું છે. ભાજપના નેતા અમિત માલવીયાએ ટ્વીટ કરીને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે. તો ભાજપ સાંસદ મનોજ તિવારીએ પણ કેજરીવાલને ઘેરતા કહ્યું છે કે આ જ કારણ છે કે યમુના નદીના કિનારે છઠ પૂજાની અનુમતિ ન આપવામાં આવી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Share

No comments

leave a comment