દેશની રાજધાની દિલ્હીમાં છઠ પૂજાના(Chhath Puja) આયોજન પર રાજકારણ ગરમાયું છે. એક તરફ, કોરોના સંક્રમણને જોતા, કેજરીવાલ સરકારે છઠ પૂજાના આયોજન પર પ્રતિબંધ મૂક્યો છે, તો બીજી બાજુ, દિલ્હી ભાજપ ભવ્ય રીતે પૂજાનું આયોજન કરવાની વાત કરી રહી છે. આ અંગે ભાજપે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની બહાર પ્રદર્શન કર્યું હતું, જેમાં ભાજપના સાંસદ અને દિલ્હી ભાજપના પૂર્વ પ્રમુખ મનોજ તિવારી ઘાયલ(Manoj Tiwari Injured) થયા હતા.
મનોજ તિવારી હોસ્પિટલમાં દાખલ
મનોજ તિવારીને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાંથી તેમણે વીડિયો વાયરલ કરીને કહ્યું છે કે તે સંપૂર્ણપણે સ્વસ્થ છે. તેમણે વીડિયોમાં કહ્યું છે કે સફદરજંગમાં ટેસ્ટ કરવામાં આવ્યો છે, તમે બધા ધીરજ રાખો, અમે લોકો છઠની પૂજા કરવા માંગીએ છીએ, કોઈએ પણ પોતાની ધીરજ ગુમાવવી નહીં, અમારી માંગ ચાલુ રહેશે, હું સંપૂર્ણ સ્વસ્થ છું.
— Manoj Tiwari 🇮🇳 (@ManojTiwariMP) October 12, 2021
આ પણ વાંચો:NHRC Foundation Day: પીએમ મોદીએ કહ્યું, Selective Approach લોકશાહી માટે ખતરો
કોરોનાને ધ્યાનમાં રાખીને છઠ પૂજાના જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ
તમને જણાવી દઈએ કે બિહાર અને પૂર્વાંચલથી મોટી સંખ્યામાં લોકો દિલ્હીમાં રહે છે, જે દર વર્ષે જાહેરમાં છઠ પૂજાનું આયોજન કરે છે. છઠ પૂજા દરમિયાન હજારો લોકો ઘાટ પર ભેગા થાય છે. નદી કે તળાવમાં ઉભા રહીને ભગવાન સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવામાં આવે છે. પરંતુ આ વખતે કોરોના સંક્રમણને જોતા જાહેરમાં છઠ પૂજાના આયોજન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ એક આદેશ કર્યો
દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) એ એક આદેશ જારી કર્યો છે કે કોવિડ -19 ની સ્થિતિને જોતા આ વખતે નદીના કાંઠે, જળાશયો અને મંદિરોમાં અથવા જાહેરમાં છઠ પૂજાના આયોજન પર પ્રતિબંધ રહેશે. આ આદેશ પછી, ભાજપના કાર્યકરો ગુસ્સે ભરાયા હતા. અને ત્યારબાદ તેમણે છઠ પૂજાના આયોજનની મંજૂરીની માંગણી કરતા મુખ્યમંત્રી કેજરીવાલના આવાસની બહાર જાહેરમાં પ્રદર્શન કર્યું હતું.
पूर्वांचल वासियों का अपमान नहीं सहेगा हिंदुस्तान!
अगर @ArvindKejriwal 24 घंटे के अंदर छठ पूजा पर लगाया हुआ तुगलगी फरमान वापस नहीं लेते तो भाजपा का संकल्प है कि हम दिल्लीवासियों के साथ छठ पर्व मनाएंगे और केजरीवाल जी के निवास पर बन रहे स्विमिंग पूल पर इस महापर्व को मनाया जायेगा! pic.twitter.com/MtXqoOj3RJ
— Adesh Gupta (@adeshguptabjp) October 12, 2021
…તો પછી કેજરીવાલના નિવાસસ્થાને મહાપર્વ ઉજવાશે
દિલ્હી ભાજપના અધ્યક્ષ આદેશ ગુપ્તાનું કહેવું છે કે પૂર્વાંચલવાસીઓનું અપમાન સહન કરવામાં આવશે નહીં. જો કેજરીવાલ સરકાર 24 કલાકની અંદર છઠ પૂજા પર પ્રતિબંધનો તુઘલકી હુકમનામું પાછું નહિ ખેંચે, તો દિલ્હી ભાજપનો સંકલ્પ છે કે આ મહાન ઉત્સવ કેજરીવાલના નિવાસસ્થાન પર બની રહેલા સ્વિમિંગ પુલ પર ઉજવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, દેશની રાજધાની દિલ્હીમાં છઠ પૂજાના(Chhath Puja) આયોજન પર રાજકારણ ગરમાયું છે. એક તરફ, કોરોના સંક્રમણને જોતા, કેજરીવાલ સરકારે છઠ પૂજાના આયોજન પર પ્રતિબંધ મૂક્યો છે, તો બીજી બાજુ, દિલ્હી ભાજપ ભવ્ય રીતે પૂજાનું આયોજન કરવાની વાત કરી રહી છે. આ અંગે ભાજપે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની બહાર પ્રદર્શન કર્યું હતું, જેમાં ભાજપના સાંસદ અને દિલ્હી ભાજપના પૂર્વ પ્રમુખ મનોજ તિવારી ઘાયલ(Manoj Tiwari Injured) થયા હતા.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4