Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝભૂપેન્દ્ર પટેલના નવા મંંત્રીમંડળની આજે શપથવિધિ, કોને મળશે સ્થાન, કોનું કપાશે પત્તુ?

ભૂપેન્દ્ર પટેલના નવા મંંત્રીમંડળની આજે શપથવિધિ, કોને મળશે સ્થાન, કોનું કપાશે પત્તુ?

Swearing in
Share Now

ગઇકાલે બુધવારે વહેલી સવારથી જ ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)ના નવા મંત્રી મંડળની શપથવિધિ (Swearing in)ને લઇને અનેક અટકળો ચાલી રહી હતી. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ (CR Patil)ના નિવાસ સ્થાને ધારાસભ્યો (MLA)નું આવાગમન પણ શરૂ થઇ ગયુ હતુ. તદ્દ ઉપરાંત ગાંધીનગર (Gandhinagar)ખાતે તમામ ધારાસભ્યોને બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ બેઠકોનો દોર શરૂ થયો હતો, જેમાં મંત્રીઓનાં નામની ચર્ચાઓ ચાલી રહી હતી. આ તમામ વચ્ચે ક્યાંક આંતરિક વિખવાદ થતાં નવા મંત્રીમંડળની રચનાને લઇને કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શપથવિધિનો કાર્યક્રમ આજે ગૂરૂવારે રાખવામાં આવ્યો છે. 

ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળની આજે શપથવિધિ (Swearing in)

મહત્વનું છે કે ગઇકાલે બુધવારે શપથવિધિ થવા અંગેની અટકળો ચાલી રહી હતી. તમામ તૈયારીઓને આખરી ઓપ આપ્યા બાદ રાજભવન (Raj Bhavan)ખાતે શપથવિધિનાં પોસ્ટર (Poster)લગાવી દેવામાં આવ્યાં હતાં. પરંતુ આંતરિખ વિખવાદ થતાં બાદમાં આ પોસ્ટર્સને ત્યાંથી હટાવી દેવામાં આવ્યા હતાં.

આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલે આ 7 મોટા પડકારોનો કરવો પડશે સામનો

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના મંત્રીમંડળમાંથી કેટલાને પડતા મુકાશે?

મળતી માહિતી મુજબ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)ના મંત્રીમંડળમાંથી 90 ટકા લોકોને પડતા કરી દેવાય તેવી શક્યતા છે. એટલું જ માત્ર નહીં રાજ્ય સરકારના મંત્રીઓ બચુ ખાબડ, વિભાવરીબેન દવે, કુમાર કાનાણી, રમણ પાટકર સહિતના પ્રધાનોને મંત્રી નિવાસસ્થાન ખાલી કરવા સૂચના પણ આપી દેવામાં આવી છે.

નવુ મંત્રી મંડળ આવુ હોઇ શકે છે

મળતી માહિતી મુજબ ભૂપેન્દ્ર પટેલ (Bupendra Patel)નું આ નવું મંત્રીમંડળ જુના મંત્રીમંડળ કરતાં અલગ હોઇ શકે છે તેમા શંકાને કોઇ સ્થાન નથી. તો એ પણ કહી શકાય કે નવા મંત્રીમંડળમાં યુવા અને અનુભવી ચહેરાઓને સ્થાન આપવામાં આવી શકે છે. જેમાં ઓબીસી અને દલિત ચહેરાઓને પણ મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી પ્રબળ શક્યતાઓ છે.

ક્યા ચહેરાઓ રિપીટ થશે?

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ( Vijay Rupani)સરકારમાં રહેલા કેટલાક મંત્રી (Minister)ઓને ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં રિપીટ કરવામાં આવી શકે છે. જો રિપીટ ચહેરાઓની વાત કરવામાં આવે તો તેમાં પ્રદિપસિંહ જાડેજા, આર.સી.ફળદુ, સૌરભ પટેલ, જયેશ રાદડિયા, કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા, ગણપત વસાવા અને દિલીપ ઠાકોરનો સમાવેશ થવાની શક્યતા હાલ પુરતી તો વર્તાઈ રહી છે.

આ ચહેરાઓને મળી શકે છે તક

નવા મંત્રીમંડળમાં પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને કેબિનેટ (Cabinet)કક્ષાના મંત્રીનો દરજ્જો આપવામાં આવી શકે છે. પરંતુ ગૃહ ખાતાને બદલે પ્રદીપસિંહને અન્ય ખાતાની ફાળવણી કરવામાં આવશે. તો અમદાવાદના અમરાઈવાડીના ધારાસભ્ય જગદીશ પટેલને પ્રદીપસિંહ જાડેજાને બદલે રાજ્યકક્ષાના ગૃહમંત્રી બનાવવામાં આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. જ્યારે રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલને ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને બદલે શિક્ષણ વિભાગ (Department of Education)આપવામાં આવી શકે છે. અરવિંદ રૈયાણી, નિમાબેન આચાર્ય, કિરીટ સિંહ રાણા, મોહન ડોડિયા, જીતુ વાઘાણી, શશીકાંત પંડ્યા અને દુષ્યંત પટેલને નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.

નવા મંત્રીમંડળની ગઇકાલે ગુરૂવારે શપથવિધિ યોજાશે. ત્યારે નવા મંત્રીમંડળ (Cabinet)માં કયા નવા ચહેરાઓને સ્થાન મળશે. આ વાત પર તમામની નજર હાલમાં મંડરાયેલી છે. ત્યારે અમદાવાદના એલિસબ્રીજના ધારાસભ્ય રાકેશ શાહને પણ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં સ્થાન મળી શકે છે. તો નિકોલ વિધાનસભા બેઠકના ધારાસભ્ય જગદીશ પંચાલને પણ સ્થાન મળવાની સંભાવના રહેલી છે.

મધ્ય ગુજરાતમાંથી આ ચહેરા શપથ (Swearing)લઇ શકે છે

બીજી તરફ મધ્ય ગુજરાતમાંથી જો વાત કરવામાં આવે તો મનીષા વકીલને મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. તો કેતન ઈનામદારનું નામ પણ મંત્રીમંડળ (Cabinet)માં સમાવાય તેવી ચર્ચા થઈ રહી છે. આ ઉપરાંત ગઢડાના ધારાસભ્ય આત્મારામ, વીસનગર વિધાનસભા બેઠકના ધારાસભ્ય ઋષિકેશ પટેલ, લીંબડી બેઠક પરથી કિરીટસિંહ રાણા, ઈડરના ધારાસભ્ય હિતુ કનોડિયા, સુરત પૂર્વના અરવિંદ, મજૂરાના ધારાસભ્ય હર્ષ સંધવી અને સંગીતા પાટીલને પણ નવા મંત્રીમંડળમાં સ્થાન મળવાની ચર્ચાઓ ચાલી રહી છે.

મંત્રી મંડળમાં ક્યા નવા ચહેરાને સ્થાન જુઓ વીડિયો દ્વારા:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment