Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / August 9.
Homeરાઈટર્સ કૉલમGujarat IT/ITeS Policy 2022-27: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રપટેલે જાહેર કરી IT પોલિસી, જાણો નવી પોલિસીની વિશેષતાઓ

Gujarat IT/ITeS Policy 2022-27: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રપટેલે જાહેર કરી IT પોલિસી, જાણો નવી પોલિસીની વિશેષતાઓ

New IT Policy launched in Gujarat
Share Now

Harsh Sanghvi

મુખ્યમંત્રી શ્રીભૂપેન્દ્રપટેલે રાજ્યમાં IT સેક્ટરમાં ઝડપી અને સર્વ સમાવેશક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા સાથે નવી ગુજરાત IT અને ITeS પોલિસીની જાહેરાત (New IT Policy of Gujarat) કરીછે. આ નવી પોલિસી પાંચ વર્ષ એટલે કે ર૦રર થી ર૦ર૭ સુધી અમલમાં રહેશે. મુખ્યમંત્રીશ્રીએ શિક્ષણ તથા સાયન્સ ટેક્નોલોજી મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતીમાં આ નવી પોલિસી ગાંધીનગરમાં જાહેરકરી હતી. મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, વરિષ્ઠ સચિવો, સાયન્સ ટેક્નોલોજી સચિવ શ્રી વિજય નહેરા તેમજ આઇ.ટી ક્ષેત્રની રાષ્ટ્રિય આંતરરાષ્ટ્રિય ખ્યાતિપ્રાપ્ત ૯ જેટલી સંસ્થાઓના, ગૃહોના પ્રતિનિધિઓ પણ આ (Gujarat IT/ITeS Policy 2022-27) પોલિસી લોંચીંગ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

ટેક્નોલોજીકલ ક્રાંતિએ આર્થિક અને વ્યવસાયિક રીતેવિશ્વને બદલી નાંખ્યું છે. આ નવી અને ઉભરતી IT ટેક્નોલોજી વિશ્વમાં તમામ ક્ષેત્રે ક્રાંતિ લાવી રહીછે. તેમજ વ્યવસાયો, સરકારો અને લેબર માર્કેટ પર નોંધ પાત્ર અસરો ઉભી કરવા સાથો-સાથ નાના માં નાના વેપાર-ઉદ્યોગોને પરંપરાગત મોટા વેપાર-ઉદ્યોગો સાથે સ્પર્ધા કરવા સક્ષમ બનાવી રહી છે.”: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રપટેલ

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં દેશનું IT ક્ષેત્ર રોજગાર અને આર્થિક મૂલ્ય નિર્માણ સંદર્ભમાં વૈશ્વિક IT ક્ષેત્રે અગ્રણી સ્થાને છે.  આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શનમાં ગુજરાત દેશનું અગ્રણી ઔદ્યોગિક રાજ્ય છે તેમ જ અતિ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર અને રોકાણોમા ટેફ્રેન્ડલી પોલિસીઝથી સાનુકૂળ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રદાન કરવા પણ આંતરરાષ્ટ્રિય સ્તરે જાણીતું છે.

‘‘ઇન્ફરમેશન ટેક્નોલોજી ક્ષેત્રે આત્મ નિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’’

મુખ્યમંત્રીશ્રીએ કહ્યુંકે, એક મજબૂત અને સક્ષમ પોલિસી ફ્રેમ વર્કથી રાજ્યમાં IT ઓપરેન્સની સ્થાપના માટે સરળ પ્રક્રિયાગત જરૂરિયાતો પ્રસ્તુત કરીને અનુકૂળ બિઝનેસ ઇકોસિસ્ટમના નિર્માણ માટેના પ્રયાસો શરૂ કર્યા છે. ‘‘ઇન્ફરમેશન ટેક્નોલોજી ક્ષેત્રે આત્મ નિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’’ના વિઝનને સાકાર કરવા ગુજરાત સરકારે આ નવી IT અને ITeS પોલિસી ર૦રર-ર૭ લોન્ચ કરીછે તેમ તેમણે સ્પષ્ટ પણે જણાવ્યું હતું.

‘‘બેરોજગારી સે મુકત રોજગારી સે યુકત’’

આ નવી પોલિસી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૮સપનાંઓ પૈકીનું એકસપનું ‘‘બેરોજગારી સે મુકત રોજગારી સે યુકત’’માં મહત્વનું યોગદાન આપનારી બનશે. મુખ્યમંત્રીશ્રીએ આ ગુજરાત IT અને ITeS પોલિસીના ઉદ્દેશ્યોની વિસ્તૃત જાણકારી આપતાં ઉમેર્યુકે, હાઇસ્કીલ્ડ ઉદ્યોગો માટે IT ટેલેન્ટપૂલ બનાવવા, અદ્યતન આઇ.ટી ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રદાન કરવા તેમ જ સરળ પ્રોત્સાહક યોજના વિકસાવવાનો આ નવી પોલિસી નો હેતુ છે. એટલું જ નહિ, રાજ્યમાં એક મજબૂત કલાઉડ ઇકોસિસ્ટમ સ્થાપિત કરવા તેમજ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નીંગ, ક્વોન્ટમ કોમ્પ્યુટીંગ, બ્લોકચેન જેવી નવી અને ઉભરતી ટેક્નોલોજીમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ પણ આ પોલિસીમાં સમાવિષ્ટ છે.ગુજરાતIT ક્ષેત્રે દેશના ટોપ ફાઇવ સ્ટેટસમાં સ્થાન મેળવવા પ્રયત્નશીલ છે. IT સેક્ટરમાં ગુજરાતની વાર્ષિક નિકાસ-એન્યુઅલ એક્સપોર્ટ ૩ હજાર કરોડથી વધારીને રપ હજાર કરોડ સુધી લઇ જવા અને IT અને ITeS ક્ષેત્રમાં નવી ૧લાખથી વધુ રોજગારીનું સર્જન કરવાનું લક્ષ્ય પણ આ નવી પોલિસીમાં રાખવામાં આવ્યું છે. વર્લ્ડ કલાસ આઇ.ટી ઇન્ફ્રાસ્ટ્રકચર, ડેટા સેન્ટર્સ અને ઇમર્જિંગ ટેક્નોલોજીમાં ઇનોવેશન સેન્ટર્સની ઉપલબ્ધતામાં પણ ગુજરાત અગ્રેસર રહીને નેતૃત્વ કરે તેવી નેમ આનવી પોલિસીની છે.

cm patel

Gujarat IT/ITeS Policy 2022-27 

 મુખ્યમંત્રીશ્રીએ આ નવી પોલિસીની વિશેષતાઓ પ્રસ્તુત કરી:- ગુજરાત IT/ITeS નીતિ (2022-27) હેઠળ નાણાકીય પ્રોત્સાહનો

 • આ નીતિ CAPEX-OPEX મોડલનો એક યુનિક કોન્સેપ્ટ રજૂ કરે છે જે સમગ્ર દેશમાં પ્રથમ છે:
 1. સામાન્ય પ્રોજેક્ટ માટે વધુમાં વધુ રૂ. પ૦ કરોડની મર્યાદામાં રપ ટકાનો CAPEX સપોર્ટ અપાશે. મેગા પ્રોજેકટ માટે આ મર્યાદા રૂ. ર૦૦ કરોડ સુધીની રહેશે.
 2. દર વર્ષેરૂ.20 કરોડ સુધીના સામાન્ય પ્રોજેક્ટ માટે અને દર વર્ષેરૂ.40 કરોડના મેગા પ્રોજેક્ટ્સ માટે 15%નો OPEX સપોર્ટ
 • રાજ્યમાં IT રોજગારને વેગ આપવાના પ્રયાસ રૂપે ગુજરાત સરકારે પોલિસીમાં બે વિશેષ પ્રોત્સાહનો સમાવિષ્ટ કર્યાછે:
 1. A) એમ્પ્લોયમેન્ટ જનરેશન ઇન્સેન્ટિવ (EGI),પ્રતિ કર્મચારી 60,000 રૂપિયા સુધી
 2. B) આત્મનિર્ભર ગુજરાત રોજગાર સહાય દ્વારા એમ્પ્લોયરના EPF યોગદાનનું 100% સુધીનું વળતર
Gujarat IT/ITeS Policy 2022-27:

Gujarat IT/ITeS Policy

 • રૂ.5 કરોડ સુધીની ટર્મ લોન પર 7%લેખે વ્યાજની ચૂકવણી માટે સહાય.
 • તમામ પાત્ર IT/ITeS એકમોને 100% ઇલેક્ટ્રિ સિટી ડ્યૂટીનું વળતર.
 • IT ઉદ્યોગ માટે તૈયાર કુશળ પ્રતિભાનો અગ્રણી સ્ત્રોત બનવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત AI સ્કૂલ/AI સેન્ટર ઑફએક્સલન્સની સ્થાપના.
 • કૌશલ્ય વિકાસ માટે સ્નાતક વિદ્યાર્થીઓ અને કાર્યકારી વ્યાવસાયિકોને અભ્યાસ ક્રમની ફી પેટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા વ્યક્તિ દીઠ મહત્તમ રૂ. 50,000 સુધીની નાણાકીય સહાય.
 • ડિજિટલ સાક્ષરતામાં સુધારો કરવા અને માહિતી ટેકનોલોજીની જાગૃતિ વધારવા માટે શાળાના બાળકો અને સામાન્ય જનતાને લક્ષ્ય બનાવી મોટા પાયે માહિતી, શિક્ષણ અને સંચાર (IEC) કાર્યક્રમો કરવામાં આવશે.
 • રૂ.100 કરોડસુધીના CAPEX સપોર્ટ સાથેIT શહેરો/ટાઉનશીપ્સના વિકાસને પ્રોત્સાહન અને નિયમનકારી અને FCI  ધોરણોમાં છૂટછાટ આપવી.
 • કોઈ પણ આઈટી કંપની રાજ્યમાં તેમની આઈટી કામગીરીને ઝડપી રીતે કરી શકે તે માટે વિશ્વ કક્ષાની સહ-કાર્ય કારી જગ્યાઓના નિર્માણની સુવિધા આપવી.
 • સરકારની સુવિધા યુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ હેઠળ સ્થપાયેલી IT કંપનીઓને દર મહિને રૂ.10,000 પ્રતિ સીટ સુધી 50% લેખે ભાડા સબસિડી.
 • ક્લાઉડ ટેક્નોલોજીના મહત્વને ઓળખીને, સરકારે ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા માટે નોંધપાત્ર પગલાં લીધાં છે:
 1. ડેટા સેન્ટર: રૂ.150 કરોડસુધી 25%નો CAPEX સપોર્ટ. અને 5 વર્ષના સમયગાળા માટે રૂ.1/યુનિટની પાવર ટેરિફ સબસિડી
 2. B કેબલ લેન્ડિંગ સ્ટેશન (CLS): રૂ. 20કરોડ સુધી 25% CAPEX સપોર્ટ. અને 5 વર્ષના સમયગાળા માટેરૂ.1/યુનિટની પાવર ટેરિફ સબસિડી.

આઇટી ઇકોસિસ્ટમ માટે ગુજરાત ડેસ્ટીનેશન ઓફ ચોઈસબનશે: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રપટેલ

ગુજરાતની IT ઇકોસિસ્ટમમાં આ મહત્વપૂર્ણ IT/ITeS નીતિ (2022-27)થી રાજ્યના માહિતી પ્રૌદ્યોગિક લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવવાની કલ્પના છે. ગુજરાતને માહિતી ટેકનોલોજી ક્ષેત્રે અગ્રણી રાજ્યોમાંનું એક બનાવવા માટે વિવિધ પાસાઓને વધુ મજબૂત કરી આઇટી ઇકોસિસ્ટમ માટે ગુજરાત ડેસ્ટીનેશન ઓફ ચોઈસ બનશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ દર્શાવ્યો હતો.

– હર્ષ સંઘવી (ગૃહમંત્રી, ગુજરાત) 

No comments

leave a comment