Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝમુખ્યમંત્રીશ્રી વિજયભાઈએ જન્મદિવસની ઉજવણીની શરૂઆત કરી

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈએ જન્મદિવસની ઉજવણીની શરૂઆત કરી

Vijaybhai birthday
Share Now

રાજકોટ ખાતે વહેલી સવારે 65મા જન્મદિવસે શ્રી ધ્યાન શંકર પ્રગટેશ્વર મહાદેવના દર્શન કરી આર્શીવાદ મેળવતા મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને શ્રીમતી અંજલીબહેન રૂપાણી

મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાતીઓની સુખાકારી અને સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

Vijay Rupani

વતન રાજકોટ ખાતે વહેલી સવારે પોહ્ચ્યા શ્રી રૂપાણી

પૂર્વ રાજ્યપાલ અને પૂર્વ નાણા મંત્રી શ્રી વજુભાઈ વાળાના આશીર્વાદ મેળવી 65મા જન્મદિવસની શરૂઆત કરતા મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી.

પૂર્વ રાજ્યપાલ- નાણા મંત્રી શ્રી વજુભાઈ વાળાની શુભેચ્છા મુલાકાત કરતા મુખ્યમંત્રી શ્રી રૂપાણી.

રાજકોટના પનોતા પુત્ર મુખ્યમંત્રી શ્રી રૂપાણી આજે તેમનો 65મો જન્મદિવસ વતન રાજકોટ ખાતે વિવિધ સેવા કાર્યો કરીને ‘સંવેદના દિવસ’ તરીકે ઉજવશે.

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ આજે તા. 2 ઓગસ્ટ તેમના 65મા જન્મદિવસની શરૂઆત ભાજપના દિગ્ગજ નેતા, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ,ગુજરાતમાં નાણા મંત્રી તરીકે સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર પૂર્વ નાણા મંત્રી અને રાજકોટના પૂર્વ મેયર એવા વડીલ શ્રી વજુભાઈ વાળાના વહેલી સવારે રાજકોટ ખાતે આશીર્વાદ મેળવી કરી હતી.

શ્રી વજુભાઇ વાળાએ આ પ્રસંગે 65મા જન્મ દિવસ અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સફળતા પૂર્વક પાંચ વર્ષ પૂર્ણ કરવા બદલ શ્રી વિજય રૂપાણી તેમજ સમગ્ર રાજ્ય સરકારને અભિનંદન અને શુભેચ્છાઓ આપી હતી. મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ આજે વહેલી સવારે તેમના માર્ગદર્શક અને પૂર્વ રાજ્યપાલ-નાણા મંત્રી શ્રી વજુભાઈ વાળાની તેમના ઘરે રાજકોટ ખાતે શુભેચ્છા મુલાકાત કરી ખબર અંતર પૂછ્યા હતા.

Vijaybhai Rupani vajubhai vala

રાજકોટના પનોતા પુત્ર અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના પાંચ વર્ષ પૂર્ણ થતાં ઉપરાંત આજે વિજયભાઈ રૂપાણી નો જન્મદિવસ હોવાથી રાજકોટમાં વિવિધ કાર્યક્રમ તથા સેવાઓનું આયોજન કરવામાં આવ્યું છે. દિવસની શરૂઆતમાં જ મુખ્યમંત્રી તથા તેમના ધર્મપત્ની એ શ્રી ધ્યાન શંકર પ્રગટેશ્વર મહાદેવના દર્શન કરી પૂર્વ રાજ્યપાલ તથા નાણામંત્રી રહી ચૂકેલા વજુભાઈ વાળાના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત કરી હતી. 65માં જન્મદિવસ પર ભાજપના સૌથી વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાના આશીર્વાદ મેળવ્યા. જન્મદિવસ તથા રૂપાણી સરકારને આગામી 7, ઓગસ્ટના રોજ પાંચ વર્ષ પૂર્ણ થતાં વજુભાઈ વાળાએ અભિનંદન તથા શુભેચ્છા પાઠવી હતી. કોરોના કાળ હોવાથી લોકાર્પણ કે ખાતમુહૂર્ત જેવા કાર્યક્રમો ના યોજી વિવિધ સેવાકીય કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે.

જુઓ વિડીયો : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના 65માં જન્મદિવસ પર ભાજપના સૌથી વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાના આશીર્વાદ મેળવ્યા.


2022માં સંગઠન વિશે વાત પાર્ટી અને નેતાઓ કરશે

વિજય રૂપાણીની શુભેચ્છા મુલાકાત બાદ વજુભાઈ વાળાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વિજયભાઇ રૂપાણી નીડર નેતા છે. મેં તેમને આશીર્વાદ આપ્યા છે. 2022માં સંગઠન વિશે વાત પાર્ટી અને નેતાઓ કરશે. જે જવાબદારી વિજયભાઇને સોંપવામાં આવે તે કામરીગી કરે છે. કોઇનો મારે સફાયો કરવો નથી, મારે ભાજપને આગળ વધારવું છે. ભાજપ સંગઠનના મહામંત્રી બદલવાના મામલે વજુભાએ જણાવ્યું હતું કે, સંઘ પોતાના આયોજન મુજબ કામ કરતું હોય છે. સંગઠન મહામંત્રી તરીકે ભીખુભાઇ દલસાણીયાની જગ્યાએ રત્નાકરજીને કારભાર સોંપવામાં આવ્યો છે.

ભાજપના આગેવાન વજુભાઈ વાળા સાથે વિજયભાઈ રૂપાણી ની મુલાકાત બાદ વજુભાઈ એ મીડિયા સાથેની વાતચીતમાં તેઓના કાર્યકાળ અને વિજયભાઈને સ્વભાવ તથા કામકાજ અંગે વાત કરી હતી.  આ મુલાકાત વેળાએ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર,સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય સર્વશ્રી ગોવિંદભાઈ પરમાર,  લાખાભાઈ સાગઠીયા, અરવિંદ ભાઈ રૈયાણી, મેયરશ્રી પ્રદિપભાઈ ડવ, શ્રીમતી અંજલીબેન રૂપાણી, અગ્રણીશ્રી નીતિનભાઈ ભારદ્વાજ, કમલેશભાઈ મીરાણી, રાજુભાઈ ધ્રુવ, કલેક્ટરશ્રી અરુણકુમાર મહેશ બાબુ, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

વધુમાં આગળના કાર્યક્રમ માટે થઈને વિજયભાઈ રૂપની અને તેમની સમગ્ર ટિમ વાગુદડ ખાતે પીપળાના વન પાસે જઈને કાર્યક્રમમાં હાજરી આપશે.

આજે વિજય રૂપાણીના રાજકોટમાં દિવસભરના કાર્યક્રમો

સમય કાર્યક્રમ
સવારે 8.30 વજુભાઇ સાથે મુલાકાત
સવારે 9.30 ન્યારી ડેમ ખાતે વૃક્ષારોપણ
સવારે 10.30 માનસિક ક્ષતિગ્રસ્ત ગૃહનું ભૂમિપૂજન
સવારે 11.00 ધર્મેન્દ્રસિંહ કોલેજમાં સેવાસેતુ
બપોરે 12.30 બાળકો સાથે ભોજન
બપોરે 2.00 પુજીત રૂપાણી ટ્રસ્ટનો કાર્યક્રમ
બપોર પછી 3.00 કોમ્યુનિટી હોલનું લોકાપર્ણ
બપોર પછી 3.45 પોલીસ ફંક્શન
બપોર પછી 4.00 હિંડોળા દર્શન
બપોર પછી 5.00 ભાજપ કાર્યલયે બેઠક
સાંજે 6.00 કીટ વિતરણ
સાંજે 6.45 ગાંધીનગર જવા રવાના

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment