Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝSurat: બાળકો ફટાકડા ફોડવા જતા એકાએક આગ ભભૂકી ઊઠી, સમગ્ર ઘટના CCTV માં કેદ

Surat: બાળકો ફટાકડા ફોડવા જતા એકાએક આગ ભભૂકી ઊઠી, સમગ્ર ઘટના CCTV માં કેદ

Surat
Share Now

દિવાળી નજીક આવતાની સાથે જ ફટાકડાની અનેક દુર્ઘટનાઓ સર્જાતી જોવા મળતી હોય છે. તો ફટાકડા ફોડવામાં ક્યારેક જોખમ પણ ઉભુ થતુ હોય છે. ત્યારે આવો જ કંઇક બનાવ સુરત (Surat)ના યોગીચોક વિસ્તારની તુલસી દર્શન સોસાયટી ખાતે બન્યો છે. જ્યાં સોસાયટીની બહાર બાળકો ગટરના ઢાંકણા પાસે ફટાકડા ફોડવા માટે એકત્રિત થયાં હતાં. ત્યાં ફટાકડા ફોડવા જતાંની સાથે જ એકાએક આગ ભભૂકી ઊઠી હતી, જેને કારણે પાંચ બાળક આગની જ્વાળામાં આવી ગયા હતાં. આ આગની સમગ્ર ઘટના સીસીટીવી (CCTV)માં કેદ થઈ છે.

Surat માં ફટાકડા ફોડવા જતાં ઘટના ઘટી 

શહેરના યોગીચોક વિસ્તારની તુલસી દર્શન સોસાયટીના ગેટ પાસે બે દિવસ પહેલાં ફટાકડા (Fireworks)ફોડવા માટે બાળકો એકત્રિત થયાં હતાં. ત્યારબાદ તેમની સોસાયટીની બહારથી પસાર થતી ડ્રેનેજ લાઇનનાં ઢાંકણા ઉપર તેઓ એકત્રિત થયાં હતાં. બાળકોએ ફટાકડા ફોડવાનો પ્રયાસ કરતાં ઢાંકણા ઉપરથી આગની જ્વાળાઓ ઉઠી હતી. આ ઘટનામાં બાળકો દાઝી ગયાં હતાં.

આ પણ વાંચો: દેશની પ્રથમ બુલેટ ટ્રેન ગુજરાતમાં દોડશે!

આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સીસીટીવી ફૂટેજ સામે આવતા લોકો ચોંકી ઉઠ્યા હતા. બાળકો ઘણી વખત ફટાકડાની મોજ માણવામાં મોટી ભૂલો કરતા હોય છે અને તેના કારણે તેઓ હિંસાનો પણ ભોગ બની જતા હોય છે. તો આ ઘટનામાંથી શીખ મેળવી માતા-પિતાએ ખાસ કાળજી લેવી જોઈએ કે બાળકો જ્યારે પણ ફટાકડા ફોડે ત્યારે તેની આસપાસ હાજર રહેવું જોઈએ.

બસમાં આગ લાગી જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment