ગુજરાતીમાં એક કહેવત છે કે “અતિ ની ગતિ ના હોય” અર્થાત કોઈ પણ વસ્તુને જો માપસર ખાવામાં કે વાપરવામાં આવે તો જ તે ગુણકારી છે, જો તેનો વધાર પડતો ઉપયોગ કરવામાં આવે તો એ શરીર માટે ઘટક સાબિત થઇ શકે છે. અને ઘણી વાર આવી વસ્તુઓ શરીરનું એક વ્યસન બની જાય છે. વ્યસન શબ્દ સાંભળીયે એટલે આપણા મગજમાં તંબાકુ, ગુટખા અને સિગરેટ આવે. પણ આજે એક એવા વ્યસનની વાત કરવાના છીએ, જેનો કોઈ ઈલાજ જ નથી. અને સૌથી ખતરનાક વાત તો એ છે કે આ વ્યસન નાની ઉમરના બાળકોનું છે. આ વ્યસન ઓનલાઈન ગેમ્સનું (online games) છે.
જુઓ આ વિડીયો: બાળકોનું વ્યસન “ઓનલાઈન ગેમ્સ”
ઓનલાઈન ગેમ્સની (online games) પાછળ એટલી હદે ઘેલા થઇ ગયા છે કે…
આજકાલ બાળકો ઓનલાઈન રમવામાં આવતી ગેમ્સની પાછળ એટલી હદે ઘેલા થઇ ગયા છે કે જો તેમને એ રમત બાબતે તેમના માતાપિતા દ્વારા કઈ પણ કહેવામાં આવે તો તેમને ખોટું લાગી જાય છે. ખાસ કરીને જયારથી કોરોના આવ્યો છે, ત્યારથી બાળકોનું શાળાએ જવાનું બંધ થયું છે.
કોરોનાના ડરના લીધે માતાપિતા પણ બાળકને બહાર મોકલતા ડરે છે. જેના કારણે બાળકો અખો દિવસ મોબાઈલમાં આ પ્રકારની ગેમ્સ રમતા થયા છે. ઘણી વાર તો બાળક દ્વારા આ ગેમ માટે એટલું મોટું અને ક્રૂર પગલું ભરી લે છે, કે તેમના માતાપિતાને હમેશા માટે તેના બાળકને ગુમાવાનો વારો આવે છે.
બાળકે આત્મહત્યા કરી લીધી!
થોડા સમય પહેલા જ મુંબઈમાં એક બાળકે ઓનલાઈન ગેમના (online games) ચક્કરમાં પોતાની માતાના બેંક એકાઉન્ટમાંથી 10 લાખ રૂપિયા વાપરી નાખ્યા હતા. જયારે તેની માતા દ્વારા તેને ઠપકો આપવામાં આવ્યો, તો બાળક ઘર છોડીને ભાગી ગયો હતો. ઘણા સમય પછી આ બાળકને પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવ્યો હતો. આ સિવાય એક કિસ્સો છતીસગઢમાંથી પણ સામે આવ્યો હતો. જેમાં ઓનલાઈન ગેમ ફ્રી ફાયરમાં એક બાળક ૪૦,૦૦૦ રૂપિયા હારી ગયો હતો. અને પછી તેના માતા પિતાના ડરથી આ બાળકે આત્મહત્યા કરી લીધી હતી.
ઓનલાઈન રમતના (online games) વધતા જતા વળગણના લીધે બાળકોનો સ્વભાવ પણ ચીડિયો બની રહ્યો છે. બાળકો નાની નાની વાતમાં ખુબ જલ્દી નિરાશ થઇ જાય છે. અને કોઈપણ વસ્તુ માટે ના પાડવામાં આવે તો તરત જ ગુસ્સે થઇ જાય છે. ત્યારે તેનું પણ કારણ ઓનલાઈન ગેમ્સ છે. આખો દિવસમાં મોબાઈલમાં ગેમ રમવાના કારણે બાળકોનું મગજ ખુબ અસંતુલિત થઇ જાય છે.
image credit- google image
સતર્ક અને સાવધાન રહેવાની જરૂર
પહેલાના સમયમાં બાળકો એવી રમતો રમતા જેનાથી શરીરને કસરત થાય, શરીર મજબુત બને છે. ક્રિકેટ, કબડ્ડી, ખો ખો, દોડ પકડ જેવી રમતોથી બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થતો હતો. પણ હવે આ બધી જ રમતો બાળકો પોતાની આંગળીઓથી જ રમે છે. મોબાઈલમાં બધી જ ગેમ્સ આવેલી હોય છે. જેને તે પોતાના ઘરની અંદર જ બે હાથ વડે રમી શકે છે. પણ તેનાથી બાળકનો વિકાસ થવાના બદલે તેનું મગજ ખુબ અસંતુલિત બનતું જાય છે.
આ પણ વાંચો: “આઈ એમ સોરી માં…” માત્ર ૧૩ વર્ષના દીકરાએ આત્મહત્યા કરી…
અમે એવું નથી કહેતા કે ઓનલાઈન બિલકુલ ના રમવી જોઈએ. કોઈ પણ રમત એ તમારો તણાવ દુર કરે છે. પણ એ ગેમ્સને પોતાના પર એટલી પણ હાવી ના થવા દેવી જોઈએ કે એ આપણને કંટ્રોલ કરવા લાગે. માતા પિતા જો પોતાના બાળક વિશે સતર્ક અને સાવધાન રહેશે તો ચોક્કસથી આ વ્યસનને મિટાવી શકાશે.
Android: http://bit.ly/3ajxBk4