Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / October 18.
Homeન્યૂઝચીનની કડકાઈને પગલે બિટકોઈન ડોજેકોઈન સહિતની ક્રિપ્ટોકરન્સી કડડભૂસ

ચીનની કડકાઈને પગલે બિટકોઈન ડોજેકોઈન સહિતની ક્રિપ્ટોકરન્સી કડડભૂસ

China Crypto Trading Restriction : Bitcoin, ETH, Doge fall as Dragon intensifies crackdown on crypto trading
Share Now

શાંઘાઈ : ભારત સહિતના વિશ્વના શેરમાર્કેટમાં એકતરફી તેજી જોવા મળતી રહી છે અને સોનામાં પણ દબાણ છે તો નોંધપાત્ર રોકાણકારો હવે ક્રિપ્ટોકરન્સી તરફ વળી રહ્યાં છે. જોકે આજની ક્રિપ્ટો બજારની ચાલ(China Crypto Trading Restriction)એ સૌને ચેતવી દીધા છે કે આ એક લીગલ ટેન્ડર નથી અને તેમાં રોકાણ કે લે-વેચ એ સંપૂર્ણ સટ્ટો જ છે.

 

China Crypto Trading Restriction

China Crypto Trading Restriction

ચીનની સેન્ટ્રલ બેંકે ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગ પર મસમોટી પાબંદી(China Crypto Trading Restriction)ઓ લાદતા શુક્રવારે બિટકોઇનના ભાવમાં કડાકો જોવા મળ્યો હતો. ચીને વિદેશી એક્સચેન્જોને મેઇનલેન્ડ રોકાણકારો એટલેકે દેશના નાગરિકો કે સંસ્થાઓને ટ્રેડિંગ સેવાઓ પૂરી પાડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. બજાર મૂલ્ય અને વ્યાપની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી લગભગ 5% ઘટીને 42,810 ડોલર પર જોવા મળી રહ્યો છે.

પીપલ્સ બેન્ક ઓફ ચાઇનાએ એમ પણ કહ્યું હતું કે તે નાણાંકીય સંસ્થાઓ, ચૂકવણી કરતી કંપનીઓ અને ઇન્ટરનેટ કંપનીઓને ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગની સુવિધાઓ આપતા રોકશે અને આવી પ્રવૃત્તિઓથી થતા જોખમો પર પોતાની દેખરેખ વધુ કડક કરશે.

આ પણ વાંચો  : પ્રાઈવેટ સેક્ટરની સૌથી મોટી ડિફેન્સ ડીલ: ટાટા-Airbus વચ્ચે 22,000 કરોડનો સોદો

તમામ મોટી ક્રિપ્ટોમાં કડાકો 

અન્ય ડિજિટલ ટોકન્સમાં ઈથર, ડોજે સહિતની ક્રિપ્ટો પણ ઘટી છે. વિશ્વની બીજી સૌથી મોટી ક્રિપ્ટો ઈથેરિયમ બ્લોકચેન સાથે જોડાયેલો ઈથર 7% ઘટીને 2,893 ડોલર થયો છે. ડોજેકોઇનના ભાવ પણ 7% થી ઘટીને 0.20 ડોલર થયા છે.

પીપલ્સ બેન્ક ઓફ ચાઇના (PBOC) વેબસાઇટ પર સવાલ અને જવાબના નિવેદન મુજબ ચીનની સેન્ટ્રલ બેંકે કહ્યું કે ક્રિપ્ટોકરન્સી સંબંધિત તમામ વ્યવહારો ગેરકાયદેસર છે.

PBOC-China Central Bank

પર્યવારણ જાણવણી પર ચીનનું ફોકસ 

ચીન છેલ્લા કેટલાક મહિનાઓથી ક્રિપ્ટોકરન્સી પર કડક કાર્યવાહી કરી રહ્યું છે. ટ્રેડિંગ અને માઈનિંગ બંને પર ચીને અંકુશ લાદતા બિટકોઇન અને અન્ય ક્રિપ્ટોકરન્સીમાં ભારે ઉથલપાથલ સર્જી રહ્યા છે.

મે મહિનામાં બેઇજિંગે કહ્યું હતું કે તેમણે કાર્બન ઉત્સર્જન કાબૂમાં સંચાલન કરવાનું વચન આપ્યું છે તેથી તે ક્રિપ્ટોકરન્સી-માઇનિંગ પ્રવૃત્તિઓ બંધ(China Crypto Trading Restriction) કરશે કારણ કે તે મોટા પ્રમાણમાં વીજળી વાપરી રહ્યાં છે અને અનેક વખત તો કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટ્સમાંથી પણ વીજળી જઈ રહી છે.

આ પણ વાંચો  : વિકાસ-વિકાસ-વિકાસ : અબકી બાર સેન્સેકસ 60 હજારી

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment