બેઈજિંગ : ચીન રોજબરોજ ડ્રેગનની માફક ચાલ બદલે છે. એક બાદ એક ચીનની નવી નવી ઘટનાઓ સમગ્ર વિશ્વને ઘમરોળી રહ્યાં છે. ચીનની ભારત સાથેની સરહદી બબાલો બાદ 2019માં ચીનમાંથી કોરોના વાયરસ (Corona Virus) અને તાજેતના એવરગ્રાંડે કાંડ બાદ હાલના દિવસોમાં ચીન વીજળી સંકટનો સામનો કરી રહ્યું છે. સરકારી ઉર્જાના ઉપયોગના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે અનેક વિસ્તારોમાં મોટા પાયે વીજળી કાપ (China Power Cut)નો સામનો સ્થાનિકો કરી રહ્યા છે.
China Power Cut
વીજ કાપના લીધે અનેક ફેકટરીઓ બંધ થઇ ગઈ છે. ઘરોમાં અંધારામાં છવાઈ ગયા છે. આ વીજળી કાપ (China Power Cut)થી વૈશ્વિક સ્તરે ખરીદદારોને નાતાલ પહેલા સ્માર્ટફોન અને અન્ય સામાનની સપ્લાયમાં તંગી (Shortage)નો સામનો કરવો પડી શકે છે.
ચીનમાં વિજળી સંકટ
ચીનની સરકારી ચેનલ સીસીટીવી અનુસાર ચીનના પૂર્વોત્તરમાં શહેર લીયાઓયાંગમાં ધાતુની એક ફેક્ટરીમાં વીજળી ગુલ (China Power Cut) થવાથી AC બંધ થઇ ગયા છે. જેના કારણે ૨૩ લોકો ઝેરીલા ગેસથી બીમાર પડી ગયા છે. તેમને સારવાર અર્થે હોસ્પિટલ (Hospitalized)માં દાખલ કરાયા છે. જો કે ઘટનામાં કોઈ મોતની હજુ પૃષ્ટિ થઇ નથી. વીજળીની ક્ષમતાને વધારવામાં માટે અનેક ફેકટરીઓને મર્યાદા કરતા વધારે વીજળીનો ઉપયોગ કરવા બદલ બંધ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો : એશિયાની સૌથી લાંબી ઝોજીલા ટનલની જાણો ખાસિયત
એપલ આઈફોન પાર્ટ્સના એક સપ્લાયરે (Apple Supplier) કહ્યું છે કે સ્થાનિક અધિકારીઓના કહેવા પર તેને શાંધાઈમાં એક ફેકટરીમાં ઉત્પાદન રોકવું પડ્યું છે. સૌથી વધુ સમયમાં ચીનના ઉત્પાદન ઉધોગને બંધ કરવાથી એ જાણકારી મળી રહી છે કે સત્તાપક્ષ કોમ્યુંનીસ્ટ પાર્ટી આર્થિક વૃદ્ધિ (Economic Growth) અને પ્રદુષણ (Pollution)ને રોકવાના પ્રયાસ વચ્ચે સંતુલન સેટ કરવા માટે સંઘર્ષ કરી રહી છે.
ઘરોમાં બત્તી ગુલ, અનેક ફેક્ટરીઓ બંધ
નોમુરાના અર્થશાસ્ત્રી તિંગ લુ,લીશેંગ વાંગ અને જિંગ વાંગે કહ્યું હતું કે ઉર્જાની બચત કરવા ચીનના આ લક્ષ્યાંકથી લાંબાગાળે ફાયદો થઇ શકે છે પરંતુ ટૂંકા ગાળામાં ઘણી મોટી કિંમત ચૂકવવી પડશે.
તેમણે કહ્યું હતું કે તેની અનેક આર્થિક અને સામાજિક અસર થઇ શકે છે અને ચીન માટે પોતાના આર્થિક વિકાસના અંદાજને વર્તમાન ત્રિમાસિકમાં એક વર્ષ પહેલાના ૫.૧ ટકાથી ઘટાડીને ૪.૭ ટકા કરી દેવામાં આવ્યું છે. તેમણે વાર્ષિક વિકાસ દર (China GDP Rate)ના આઉટલુકને ૮.૨ ટકાથી ઘટાડીને ૭.૭ ટકા કરી દીઘું છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4