Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / September 30.
Homeહેલ્થકોરોનાની દહેશત વચ્ચે વધુ એક ચાઇનિઝ વાઇરસની એન્ટ્રી,કેટલો ખતરનાક છે Monkey B ?

કોરોનાની દહેશત વચ્ચે વધુ એક ચાઇનિઝ વાઇરસની એન્ટ્રી,કેટલો ખતરનાક છે Monkey B ?

Share Now

દુનિયામાં વર્ષ 2020થી કોરોના વાયરસનો સામનો કરી રહી છે. ચીનના વુહાનમાંથી ફેલાયેલો આ વાઇરસ બાદ લોકોમાં બીજી બધી બીમારી જેમાં બ્લેક ફંગસ, વ્હાઇટ ફંગસ,યલો ફંગસ જે બાદ ડેલ્ટા વેરિએન્ટરનો પણ નો સમાવેશ થાય છે. જેના કારણે દુનિયાના 40 લાખ લોકોની મોત થઇ ચુકી છે. હવે એક નવા વાઇરસની પણ એન્ટ્રી થઇ ગઇ છે, આ વાઇરસનું નામ છે મન્કી બી વાઇરસ (Monkey B Virus) , જેના કારણે એક વ્યક્તિનું મોત થઇ ગયુ છે.

OTT india તમને જણાવશે કે, આ વાઇરસ છે શું? મન્કી બી વાઇરસ ખરેખર ખતરનાક છે?

Monkey B

Representative Photo/Getty)

China CDC Weekly ના રિપોર્ટ મુજબ માર્ચની શરુઆતમાં જ બે વાંદરાના ઓપરેશન કર્યા હતા, જે બાદ પશુ ચિકિત્સક ડૉક્ટર આ વાઇરસની ચપેટમાં આવી ગયો હતો. બિજિંગમાં રહેનારા એક પ્રાણીઓના ડૉક્ટરનું નિધન થઇ ગયુ છે.

શું છે ઘટના?

ચાઇનાની સીડીસી રિપોર્ટ પ્રમાણે બિજિંગના 53 વર્ષના ડૉક્ટરને બે વાંદરાઓનું ઓપરેશન કર્યું હતુ જે બાદ ડૉક્ટરને મહિનાની અંદર ઉલ્ટી, તાવ અને ન્યુરોલોજિકલ સમસ્યા થવા લાગી હતી. ડૉક્ટરે પોતાની સારવાર પણ કરાવી પણ ધીમે ધીમે તે સીરિયલ થઇ ગયા અને 27 મે ના રોજ તેમની મોત થઇ ગઇ.

 

China

Image Courtesy : Google Image

શોધકર્તાઓએ પોતાની શોધ શરુ કરી અને તેમાં નાક, ગળુ, બ્લડ નાં સેમ્પલ લીધા હતા, આઇવીડીસી એ આ નમુનાના ચાર પરિક્ષણ કર્યા હતા, જે મંકી બી, વેરિસેલા જોસ્ટર વાયરસ અને મંકીફ્રોક્સ વાઇરસ અને ઓર્થોપોક્સવાઇરસ માટે થયો હતો. જે ચારમાંથી ફક્ત મંકી બી વાયરસ જ પોઝીટીવ આવ્યો હતો. પણ રાહતની વાત એ છે કે આ વાઇરસનું સંક્રમણના લક્ષણો કોઇ બીજા વ્યક્તિમાં જોવા મળ્યા નથી.

શું છે આ વાઇરસ?

વાંદરા તો તમે જોયા જ હશે , પણ આ વાંદરા જેમાંથી Monkey B Virus ફેલાઇ છે તે ખુબ જુનો છે, મૈકાક વાંદરાઓમાં આ વાઇરસ જોવા મળે છે,જે કંઇક આવા લાગતા હોય છે.

Liontail-macaque

Image Courtesy : Britannica

સુઅર પુંછડી વાળા અને લાંબી પુંછડી વાળા મૈકાક વાંદરાઓમાંથી આ વાઇરસ ફેલાય છે.

બોસ્ટન પબ્લિક હેલ્થ કમિશનની રિપોર્ટ પ્રમાણે માણસોમાં તે લોકો જે પ્રયોગશાળામાં કામ કરે છે, તેમને આ વાઇરસ ફેલાવવાનો ડર રહે છે.

આ વાઇરસ કઇ રીતે ફેલાઇ શકે ?

Monkey B Virus ખુબ જુનો છે, Monkey B Virus –BV મંકી બી વાઇરસ 1932 માં તેની ઓળખ થઇ હતી. આ વાઇરસ શારિરીક સ્ત્રાવોના આદાન પ્રદાન દ્વારા ફેલાઇ છે. મંકી બી વાઇરસના દર્દીઓમાં મૃત્યુદર 70 થી 80 ટકા છે. આ વાઇરસ ખતરો પણ લાવી શકે છે જેના કારણે ચેતિને રહેવુ જરુરી છે.

मंकी वायरस

Image Courtsey : BSIP

 • આ વાઇરસ સામાન્ય રીતે મૈકાક વાંદરાઓના કરડવા અને નખ મારવાથી વ્યક્તિમાં ફેલાઇ છે.
 • આ સિવાય સંક્રમિત ઇન્જેક્શનથી પણ ફેલાઇ શકે છે
 • અને મળ મુત્ર તેમજ વાંદરાઓની લાળમાંતી પણ ફેલાઇ શકે છે

Monkey B Virus ના લક્ષણો

Cdc ના પ્રમાણે, મનુષ્યમાં આ વાયરસ જો ફેલાય તો સંપર્કના 1 મહીનાની અંદર જ લક્ષણો નજરે આવી જાય છે, જેમાં 3 થી 7 દિવસમાં જ આ વાઇરસના લક્ષણો દેખાઇ છે.

સામાન્ય લક્ષણો

 • સંક્રમણના સ્થાને ફોલ્લા પડી જવા
 • વાગેલાની પાસે પેઇને થવુ
 • વાગેલાની જગ્યા સુન્ન થઇ જવી
 • Monkey B Virus

  Image Courtesy : Google image

 • શ્વાસ લેવામાં પ્રોબલેમ
 • ખંજવાળ આવવી
 • પ્લુ લાગવુ
 • 24 કલાક કરતા પણ વધુ માથુ દુખવુ
 • માંસપેશિયોમાં અકડન

Image Courtesy : HT

બોસ્ટન પબ્લિક હેલ્થ કમિશનની રિપોર્ટ પમ્રાણે આ વાઇરસના સંક્રમણમાં લગભગ 70%  કેસમાં દર્દીનું નિધન થઇ જાય છે. જો તમને કોઇ વાંદરો કરડે છે તો પહેલાં જે જગ્યાએ વાગ્યુ છે તે સ્થાનને સારી રીતે સાફ કરી દો, સાબુ થી ધોઇ નાખો અને પ્રાથમિક સારવાર લઇ લો. આ વાઇરસની સારવાર માટે એન્ટીવાયરલ દવાઓ પણ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: બૂસ્ટર ડોઝ કેટલો જરૂરી છે?

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment