Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / June 30.
Homeન્યૂઝચીનની નવી ચાલ, સરહદ પર ઓનલાઇન કેમ્પેઇન ચલાવી આપી રહ્યું છે ધમકી

ચીનની નવી ચાલ, સરહદ પર ઓનલાઇન કેમ્પેઇન ચલાવી આપી રહ્યું છે ધમકી

india china
Share Now

ચીનની અવળચંડાઈ સતત વધી રહી છે. છેલ્લા ઘણા સમયથી સરહદ પર તણાવ ચાલી રહ્યો છે. આપને જણાવી દઈએ કે ચીનમાં ટ્વીટર (Twitter) પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવા છતાં ફેક એકાઉન્ટ બનાવી વારંવાર માહોલ ખરાબ કરનારી હરકતો કરે છે. હવે ચીન તરફથી ભારત વિરુદ્ધ ઓનલાઈન કેમ્પેઈન શરૂ કરાયું છે. જે હેઠળ જૂના વીડિયો શેર કરીને વિવાદ ભડકાવવાની કોશિશ થઈ રહી છે. એટલું જ નહીં આ કેમ્પેઈનના માધ્યમથી અરુણાચલ પ્રદેશમાં સૈન્ય કાર્યવાહી કરવાની ધમકી પણ અપાઈ છે. સોશિયલ મીડિયા પર અનેક વેરિફાઈડ અને અનવેરિફાઈડ એકાઉન્ટ્સથી પીપલ્સ લિબરેશન આર્મી(People’s Liberation Army) ના જવાનોના ભારતીય સરહદ પર હાજર હોવાના જૂના વીડિયો અને તસવીરો શેર કરવામાં આવી રહ્યા છે.

ચીન વિદેશમાં પણ PLA માટે સ્થાન બનાવી રહ્યું છે

આઈએએનએસના એક અહેવાલ મુજબ ચીને પાકિસ્તાન, શ્રીલંકા, સહિત ઘણા દેશોને પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ની સુવિધાઓ માટે સ્થાન તરીકે ગણાવ્યું છે. પીએલએ લાંબા અંતર સુધી સૈન્ય શક્તિ જાળવી શકે તે માટે ચીન વધુ મજબૂત વિદેશી લોજિસ્ટિક્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના કરી રહ્યું છે. ચીને શ્રીલંકાના એક બંદર પર કબજો જમાવી લીધો છે. આ સિવાય બેઈજિંગે દક્ષિણ ચીન સાગરમાં પોતાની હાજરી વધારવા માટે કૃત્રિમ ટાપુઓ પણ બનાવ્યા છે.

આ પણ વાંચો : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું મહત્વનું નિવેદન, ઇલેક્ટ્રિક વ્હીકલની કિંમત થશે સસ્તી

Posts માં કરાયા છે આવા દાવા

પેન્ટાગનના રિપોર્ટના બે દિવસ બાદ શેર કરાયેલી એક પોસ્ટમાં કહેવાયું છે કે ચીની સૈનિકોને અરુણાચલ પ્રદેશના તવાંગ સાથે જોડાયેલી સરહદે મોકલવામાં આવ્યા છે. એક અન્ય પોસ્ટમાં દાવો કરાયો છે કે ચીને પોતાના લાંબા અંતરના રોકેટને પૂર્વ લદાખની સરહદ પર તૈનાત કર્યા છે. ચીન સમર્થિત એક એકાઉન્ટની પોસ્ટમાં ચીની સૈનિકોને લદાખને હોટ સ્પ્રિંગમાં દેખાડવામાં આવ્યા છે. આ ઉપરાંત બીજી અનેક ઉશ્કેરણીજનક પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરાઈ છે.

Pentagon ના રિપોર્ટ બાદ સતર્કતા વધારી

આમ તો ભારતીય અધિકારીઓ પહેલેથી સોશિયલ મીડિયા પર ચીની હરકતો પર નજર રાખે છે પરંતુ પેન્ટાગનના રિપોર્ટ બાદથી તેમાં તેજી આવી છે. રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે ચીને અરુણાચલ સરહદ પર વિવાદીત ક્ષેત્રમાં 100 ઘરોનું એક ગામ બનાવી લીધુ છે. નોંધનીય છે કે ભારત સરહદ વિવાદનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ ઈચ્છે છે અને સતત એવા પ્રયત્નો કરી રહ્યું છે પરંતુ ચીન પોતાની નાપાક હરકતો છોડતું નથી.

ચીને અરુણાચલ સરહદે વિવાદિત વિસ્તારમાં 100 ઘર સાથે એક ગામ વસાવ્યું

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગયા અઠવાડિયે પણ સરહદ સંબંધિત માહિતી સુરક્ષા અધિકારીઓને સોંપવામાં આવી છે. આ બધા પછી ટ્વિટર પર ચીનને સમર્થન કરતી પોસ્ટ્સનો મારો જોવા મળ્યો. ભારતીય અધિકારીઓ દ્વારા તેના પર નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને પેન્ટાગોને ચેતવણી આપી છે કે ચીન તેના સરહદ દાવાઓ પર સતત કાર્યવાહી કરી રહ્યું છે અને અરુણાચલ સરહદ પરના વિવાદિત વિસ્તારમાં ગામડાઓમાં 100 જેટલા ઘરો બાંધ્યા છે, ત્યારથી આ દેખરેખ વધુ વધી છે. આ રીતે સરહદ પર ચીનની નાપાક યોજનાઓની માહિતી મળી રહી છે. ચીન અહીં પોતાની હાજરી વધારવામાં વ્યસ્ત છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

No comments

leave a comment