Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeડિફેન્સકામ આવ્યું ભારતનું દબાણ, ચીની સૈનિકોની પીછે હટ

કામ આવ્યું ભારતનું દબાણ, ચીની સૈનિકોની પીછે હટ

india,china,ladakh,ghoghra,army,big news,top 10 news,news in gujarati
Share Now

ભારતીય સેનાએ શુક્રવારે કહ્યું કે ચીની સૈનિકોએ પૂર્વ લદ્દાખના(Ladakh) ગોગરા વિસ્તારમાંથી પીછેહઠ કરી છે. ભારતીય સેનાએ(Indian Army) તેના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું 12 માં રાઉન્ડની કોર કમાન્ડર સ્તરની વાતચીતમાં થયેલા કરાર મુજબ, ભારત અને ચીન પૂર્વ લદ્દાખના ગોગરા વિસ્તારમાં દળોને પાછા ખેંચવા સંમત થયા હતા. આ કરાર મુજબ, ભારત-ચીને તબક્કાવાર, સંકલિત અને ચકાસાયેલ રીતે PP-17 માં સૈનિકોને તૈનાત કરવાની પ્રક્રિયા હવે બંધ કરી દીધી છે. સૈનિકોને પાછા ખેંચવાની પ્રક્રિયા 4 થી 5 ઓગસ્ટ સુધી થઈ હતી. હાલમાં, બંને દેશોની સેનાના સૈનિકો તેમના સ્થાઈ ઠેકાણે પહોંચી ગયા છે.

એક પક્ષીય ફેરફાર સ્વીકારી રહેશે નહીં 

ભારતીય સેનાએ વધુમાં જણાવ્યું કે પૂર્વી લદ્દાખના(Ladakh) ગોગરામાં સૈનિકોની વપસીની પ્રક્રિયામાં બંને સેનાઓ દ્વારા તમામ કામચલાઉ અને અન્ય માળખાકીય સુવિધાઓનો નાશ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, આ પ્રક્રિયાને સંપૂર્ણપણે પરસ્પર ચકાસવામાં પણ આવી હતી. ભારતીય સેનાએ તેના સત્તાવાર નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે, બંને પક્ષો દ્વારા અવરોધ પહેલાંની સ્થિતિમાં આ વિસ્તારના લેંડફોર્મને પુન:સ્થાપિત કરવામાં આવ્યા છે. આ કરાર સુનિશ્ચિત કરે છે કે આ વિસ્તારમાં એલએસીનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે અને તેનું સન્માન કરવામાં આવે છે. ભારતે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે યથાવત સ્થિતિમાં કોઈપણ એકપક્ષીય ફેરફાર સ્વીકાર્ય રહેશે નહીં.

india,china,ladakh,ghoghra,army,big news,top 10 news,news in gujarati

 

આ પણ વાંચો:OBCની જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈને માયાવતીનું મોટું નિવેદન

સંવેદનશીલ વિસ્તારનું થયું સમાધાન 

ભારતીય સેનાએ કહ્યું કે આ સમજૂતીને કારણે સામ-સામેનો અન્ય એક સંવેદનશીલ વિસ્તારનું સમાધાન થઈ ગયું છે. બંને પક્ષોએ વાટાઘાટોને આગળ વધારવા અને પશ્ચિમ ક્ષેત્રમાં એલએસી સાથે બાકીના મુદ્દાઓને ઉકેલવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. ભારતીય સેના ITBP સાથે દેશની સાર્વભૌમત્વને સુનિશ્ચિત કરવા અને પશ્ચિમી ક્ષેત્રમાં LAC સાથે શાંતિ જાળવવા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. સેનાએ કહ્યું કે બંને દેશોની સેનાઓ દ્વારા સંકલિત અને ચકાસાયેલ રીતે પીપી -17 માં આગળની જમાવટ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે.

બંને દેશો વચ્ચે સબંધો સાચવવા તમામ મુદ્દાઓનો ઉકેલ જરૂરી 

નોંધનીય બાબત  છે કે ભારતે પહેલેથી જ કહ્યું હતું કે એલએસીના સરહદી વિસ્તારોમાં યથાવત્ સ્થિતિમાં કોઈપણ એકપક્ષીય ફેરફાર સ્વીકાર્ય નથી. ત્યારે હાલમાજ બંને દેશો વચ્ચે 12 માં રાઉન્ડની થયેલ વાતચીતમાં ભારતે ચીનને સપષ્ટપણે કહી દીધું છે કે તેણે તાત્કાલિક ધોરણે હાટ સ્પ્રિંગ, ગોગરા અને પૂર્વ લદ્દાખમાં મુકાબલાના અન્ય સ્થળો પરથી તેના સૈનિકો અને હથિયારો પાછા ખેંચી લેવા જોઈએ. ભારત સતત એ વાત પર ભાર મૂકી રહ્યું છે કે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય અને સામાન્ય સંબંધોની પુન:સ્થાપના માટે ડેપસંગ, હાટ સ્પ્રિંગ અને ગોગરા સહિત તમામ મુદ્દાઓનો ઉકેલ જરૂરી છે. 

ઉલ્લેખનીય છે કે ચીની સૈનિકોએ પૂર્વ લદ્દાખના(Ladakh) ગોગરા વિસ્તારમાંથી પીછેહઠ કરી છે. ભારતીય સેનાએ તેના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું 12 માં રાઉન્ડની કોર કમાન્ડર સ્તરની વાતચીતમાં થયેલા કરાર મુજબ, ભારત અને ચીન પૂર્વ લદ્દાખના ગોગરા વિસ્તારમાં દળોને પાછા ખેંચવા સંમત થયા હતા. આ કરાર મુજબ, ભારત-ચીને તબક્કાવાર, સંકલિત અને ચકાસાયેલ રીતે PP-17 માં સૈનિકોને તૈનાત કરવાની પ્રક્રિયા હવે બંધ કરી દીધી છે. સૈનિકોને પાછા ખેંચવાની પ્રક્રિયા 4 થી 5 ઓગસ્ટ સુધી થઈ હતી. હાલમાં, બંને દેશોની સેનાના સૈનિકો તેમના સ્થાઈ ઠેકાણે પહોંચી ગયા છે.

No comments

leave a comment