Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / June 28.
HomeકહાનીChristmas 2021: જાણો બાળકોને ગિફ્ટ આપનાર સાન્તાક્લોઝ કોણ હતા?

Christmas 2021: જાણો બાળકોને ગિફ્ટ આપનાર સાન્તાક્લોઝ કોણ હતા?

Santa Claus
Share Now

નાતાલનો તહેવાર સાન્તાક્લોઝની એન્ટ્રી વિના બિલકુલ અધૂરો છે. ઘર હોય કે ઓફિસ, દરેક જગ્યાએ લોકો સાંતાની આતુરતાથી રાહ જોતા હોય છે. લાલ ડ્રેસમાં સજ્જ, સાંતા એક પોટલીમાં લોકો માટે ઘણી બધી ગિફ્ટ લાવે છે. જો કે, મોટાભાગના લોકોને ખબર જ નથી કે સાન્ટા એક વાસ્તવિક પાત્ર હતા. આવો અમે તમને ક્રિસમસના અવસર પર જણાવીએ કે સાન્તા કોણ હતા અને ક્રિસમસ પર ગિફ્ટ વહેંચવા સાથે તેમનો શું સંબંધ છે.

કોણ હતા સાંતા 

બાળકોને ગિફ્ટ વહેચનાર સાંતા કોઈ કાલ્પનિક પાત્ર નથી. હકીકતમાં તે સંત નિકોલસ સેન્ટ તરીકે ઓળખાય છે. સંત નિકોલસ એક એવા સંત હતા જે ગરીબો અને બીમારોની મદદ કરતાં હતા. તેઓ યુરોપના સૌથી લોકપ્રિય સંતોમાંના એક હતા.

santa Claus

આ પણ વાંચો:IASની નોકરી છોડીને 14,000 કરોડનો કારોબાર ઉભો કરનાર IASની કહાની…

એવી કલ્પના કરવામાં આવે છે કે સાંતા ગોળમટોળ દેખાતો હતો. જોકે 1809 માં લેખક વોશિંગ્ટન ઇરવિંગે તેમના પુસ્તકમાં સાંતા વિશે જણાવ્યું છે કે સેન્ટ નિકોલસ એક પાતળી વ્યક્તિ હતા જે સારા બાળકોને ભેટ આપવા આવતા હતા. એવું માનવામાં આવે છે કે સાંતા હંમેશા લાલ કપડા પહેરીને આવે છે, પરંતુ એવું નથી. 19મી સદીમાં, કેટલાક ચિત્રો દર્શાવે છે કે સંત નિકોલસ  વિવિધ પ્રકારના રંગબેરંગી કપડાં પહેરતા હતા અને ઝાડુ લઈને જતા હતા.

શુ સાંતાએ લગ્ન કર્યા  હતા?

સાન્ટા ખુશખુશાલ અને સિંગલ વ્યક્તિ હતા જે બાળકોને ભેટ આપવાનું પસંદ કરતા હતા. જો કે આ અંગે ઘણા મતભેદ છે. એવું કહેવાય છે કે વર્ષો પછી સાંતાએ જેમ્સ રીસ નામની સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા. તે પણ પાછળથી સાંતાની જેમ પ્રખ્યાત થઈ હતી. સાંતાને સાંતાક્લોઝ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ કેટલીક જગ્યાએ તેને જોલી ઓલ્ડ, સેન્ટ નિક, ફાધર ક્રિસમસ, ઓલ્ડ મેન ક્રિસમસ અને ક્રિસ ક્રિંગલ તરીકે પણ ઓળખવામાં આવે છે.

બારાસિંગા સાથે સાંતાની મિત્રતા

બારાસિંગાને સાન્તાક્લોઝની સવારી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે સાંતાનું પ્રિય બારાસિંગા 80 વર્ષીય રુડોલ્ફ હતું. લેખક રોબર્ટ કહે છે કે રુડોલ્ફ બાળકોને ભેટ પહોંચાડવામાં સાંતાની મદદ કરતો હતો.

આ રીતે આપે છે ગિફ્ટ

કહેવાય છે કે સાંતા ગુપ્ત રીતે આવે છે અને સૂતા બાળકોના ઓશિકા નીચે ગિફ્ટ રાખીને વિદાય લે છે. સાંતા પણ બાળકોના મોજાંમાં પણ ભેટ મૂકીને જાય છે. તેથી જ ઘણી જગ્યાએ ઘરોની બહાર મોજાં લટકાવવાની પરંપરા છે જેથી સંતા આવીને તેમાં ભેટ મૂકી જાય. જો કે તેવું -પણ કહેવાય છે કે, સાંતા ફક્ત સારા બાળકોને ભેટ આપે છે. તે શેતાન બાળકોને ભેટ આપતા નથી. સાંતા આવા બાળકોના મોજામાં કોલસો રાખીને જાય છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment