Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / June 26.
Homeભક્તિChudel Mata નું મંદિર હાઈકોર્ટ ઓફ કુણઘેરના નામથી પ્રખ્યાત છે

Chudel Mata નું મંદિર હાઈકોર્ટ ઓફ કુણઘેરના નામથી પ્રખ્યાત છે

Chudel Mata
Share Now

જ્યોત સે જ્યોત જલા કે ચલો
ચુડેલમા કા ગુન ગાતે ચલો
રાહ મેં આ એ કોઈ દીન દુખી
ઉસકો ભી સાથ લેકે ચલો

ચુડેલનું નામ સાંભળતા જ સૌ કોઈ ડરવા લાગે છે, પણ અહીં તો ચુડેલ જ માતાજી (Chudel Mata)ના સ્વરુપમાં પુજાય છે. જે દુખીઓના દુઃખ દૂર કરે છે. જેનો ચુકાદો કોર્ટ પણ આપી શકતી નથી તે ચુકાદો આ માતા આપે છે. જે હાઈકોર્ટ ઓફ કુણઘેરના નામે પ્રખ્યાત છે તે છે ચુડેલ મા.

ચુડેલ માતાનું મંદિર એ પાટણ જિલ્લાના કુણઘેર ગામમાં આવેલું છે. ચુડેલ માનું મંદિર જોતા જ લાગે કે જાણે ચુંદડીઓની છે હારમાળા. ચુડેલ માતાજી (Chudel Mata) ના મંદિરમાં જ્યોત એજ માતા છે. ચુડેલ માના શરણમાં જતાં બધા દુઃખો દુર થાય છે. આવો તમને જાણાવીએ ચુડેલ મા ના મંદિર વિશે.

Chudel Mata

Chudel Mata Temple Kunger Patan

Chudel Mata ની લોકવાર્તા

ચુડેલ મા (Chudel Mata) કુણઘેર આવ્યા તે વિશે એવી લોકવાર્તા છે કે, 250 થી 300 વર્ષ પહેલા રાયચંદ દાસ પટેલ નામના એક ભાઈની જાન કુણઘેરથી બનાસકાંઠા તરફ જઈ રહી હતી અને લગ્ન કરીને પાછા વળતાં પ્રેત આત્મા રાયચંદ દાસની પત્નીના શરીરમાં પ્રવેશી હતી. જેના કારણે રાયચંદ દાસ ચિંતિત રહેતા હતા. મુંઝાયેલા દીકરાને જોઈ માતા પિતાએ પૂછ્યું કે, બેટા આપણા ઘરમાં જ્યારથી વહું આવી છે, ત્યારથી તું મુંઝવણમાં કેમ રહે છે ?

ત્યારે દીકરાએ કહ્યું, હું જ્યારે મારી પત્ની પાસે જઈને બેસું છું ત્યારે મને મારી પત્ની દેવીના સ્વરૂપમાં દેખાય છે, જેથી મને તેની પૂજા કરવાની ઈચ્છા થાય છે. આ વાતને લઈને માતા-પિતાએ પુત્રવધૂને એક દિવસ ગંભીરતાથી પૂછતા વહુએ પોતાના સાસુ-સસરાને જણાવ્યું કે, હું પ્રેત આત્મા ચુડેલ છું ચુડેલ

ચુડેલ નામ સાંભળતાની સાથે જ સાસુ-સસરા ગભરાઈ ગયા. જેથી વહુએ કહ્યું કે, ગભરાશો નહીં મારાથી ડરવાની જરૂર નથી. છતાં પણ સાસુ સસરા ડરતા હતા તેથી ચુડેલે કહ્યુ કે, મારા આવવાથી તમે ઘરના બધા દુખી થતા હોય તો મારે તમને દુખી કરવા નથી. પરંતુ હું કહું એટલું કરજો જેથી મને પણ લોકોની સાથે રહેવા મળે.

આ રીતે જ્યોત સ્વરૂપે પ્રજવલ્લિત થઈ મા ચુડેલ

જ્યોતમાં પણ તારી કરુણા અપરંપાર, સહુના દુઃખના બેલી તને વંદન વારંવાર

ચુડેલે કહ્યુ કે આવતી કાલે વહેલી સવારે ગામની ભાગોળે આવેલા વરખડીના ઝાડ નીચે પાંચ ઈંટો મૂકી, તેમાં કોડિયું મુકી દિવેટ પ્રગટાવી જ્યોત પ્રજવલ્લિત કરજો. જેથી હું જ્યોતમાં સમાઈ જઈશ અને દુખી લોકોના દુઃખ દૂર કરીશ અને મારા શરણે આવનારા સૌ કોઈની મનોકામના પૂર્ણ કરીશ. આટલું સાંભળતા પરિવારજનો ગદગદિત થઈ ગયા અને હર્ષના આસુ સાથે દિવસ ઉગે તેની રાહ જોઈ રહ્યાં.

Chudel Mata

Chudel Mata Ni Akhand Jyot

દિવસ ઉગતા જ ગામની ભાગોળે આવેલા વરખડીનાં ઝાડ પાસે આવીને ઢોલ નગારા સાથે પાંચ ઈંટો મૂકીને કોડિયામાં જ્યોત પ્રગટાવી. જ્યોત પ્રગટાવીને પટેલ પુત્રવધૂને જ્યોતની સામે બેસાડી તો થોડી જ ક્ષણોમાં ચુડેલની આત્મા જ્યોતમાં સમાઈ ગઈ સ્થાન ગ્રહણ કર્યુ. ત્યાર બાદ સમગ્ર કુણઘેર ગામમાં ચુડેલ માંથી શ્રી ચુડેલ માતાજીના નામનો ભારે જયઘોષ ગુંજ્યો.

આ પણ વાંચોઃ- Bindu Sarovar માતૃ શ્રાદ્ધ માટેે પ્રખ્યાત છે, ઘણાં દિગ્ગજો શ્રાદ્ધ માટે અહીં આવી ચૂક્યા છે

વરખડીના ઝાડના થડમાં બિરાજમાન છે મા ચુડેલ

આજે આ વરખડીના ઝાડ નીચે થડમાં ચુડેલમા (Chudel Mata) બિરાજમાન છે. આ જગ્યાએ 300 વર્ષ જુના પુરાણા મંદિરનો જીર્ણોદ્ધાર કરી માતાજીનું ભવ્ય મંદિર બનાવ્યું છે. જે જ્યોતમાં ચુડેલમાં બિરાજ્યા હતા એ જ્યોત આજે પણ અખંડ પ્રજવલ્લિત છે.

આજે પણ મંદિરમાં કોઈ મૂર્તિ કે ફોટો નથી માત્ર જ્યોત એજ સાક્ષાત ચુડેલ માતા છે. જે લાખો ભાવિક શ્રદ્ધાળુ માટે અખૂટ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બન્યું છે. જેમ અગરબત્તીની સુવાસ ચારે બાજુ ફેલાય છે તેમ ચુડેલમાની ખ્યાતિ ચારે બાજુ ફેલાઈ ગઈ છે.

Shivdham Patan Kunger

અસંખ્ય ચુદડીઓથી સુશોભિત આ મંદિરમાં રવિવારના દિવસે ભક્તોનો ભારે ઘસારો રહે છે. ઉત્તર ગુજરાતમાં આ મંદિર કોઈ નાત જાતના ભેદભાવ વગર સમગ્ર જ્ઞાતિના લોકોનું આસ્થાનું કેન્દ્ર બની ગયુ છે.

Chudel Mata મંદિર દ્વારા હાલ શિવધામ બનાવવામાં આવ્યુ છે

ચુડેલમાં મંદિર દ્વારા હાલમાં શિવ ઘામ બનાવવામાં આવ્યું છે, જ્યાં કમળ પર શિવ પરિવાર અને દેવી દેવતાઓની મૂર્તિ બનાવવામાં આવેલી છે. આ ઉપરાંત બાળકોના મનોરંજન માટે બગીચો બનાવવામાં આવ્યો છે. મંદિર દ્વારા દર્શને આવતા દર્શનાર્થીઓ માટે ચા-પાણી, ભોજન અને રહેવાની સેવા પુરી પાડવામાં આવે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment