રાજ્યમાં ગુનાખોરી બંધ થવાનું નામ નથી લઇ રહી તેમ એક બાદ એક ગુના થઇ રહ્યા છે. ત્યારે આવો જ એક વધુ કિસ્સો રાજકોટ (Rajkot)થી સામે આવ્યો છે. જ્યાં શહેરની સિટીબસ (City bus)ચાલક દાદાગીરી કરતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. સિટીબસ ચાલકોએ મળીને રસ્તા પર એક વૃદ્ધને ઢોર માર માર્યો હતો. ત્યારે આ સમગ્ર મામલો બહાર આવતા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
Rajkot માં રીક્ષા સાથે બસ અથડાતા બસચાલકો રોષે ભરાયા
રાજકોટના કાલાવડ રોડ અંડરબ્રિજ પાસે બસસ્ટોપ પાસેનો એક વીડિયો હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં સિટીબસ ચાલકોની દાદાગીરી સામે આવી છે. વૃદ્ધને સિટીબસ ચાલકોએ રસ્તા પર ઢોર માર માર્યો હતો તેવો વીડિયો વાયરલ થયો છે. કાલાવડ રોડ પર અન્ડર બ્રિજ નજીક રિક્ષા બસ સાથે ઘસાતા સિટીબસના કર્મચારીઓ રોષે ભરાયા હતા. જેથી તમામે મળીને વૃદ્ધ રિક્ષાચાલકને માર માર્યો હતો. યુવા સિટી બસ ચાલકોએ વૃદ્ધને લાફા પણ ઝીંક્યા હતા. આ ઘટના જોઈને સ્થાનિક લોકોનુ ટોળુ એકઠુ થયુ હતું.
આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા દિલ્હી, આજે ભવ્ય રોડ શો કરીને વાઈબ્રન્ટ સમિટનો કરાવશે પ્રારંભ
Rajkot મ્યુનિસિપલ કમિશનરે આપ્યા આદેશ
સિટીબસ કર્મીઓની દાદાગીરીનો વીડિયો સામે આવ્યા બાદ રાજકોટ પાલિકાએ એક્શન લીધા હતા. રાજકોટ મહાનગરપાલિકા (Municipal)ના મ્યુનિસિપલ કમિશનર (Commissioner)અમિત અરોરાએ DMCને આ વાયરલ વીડિયો બાબતે તપાસ કરવા આદેશ આપ્યા હતા. આ સાથે જ તેમણે કહ્યું કે, વીડિયો મને મળ્યો છે. તેમાં મારામારીના દ્રશ્યો દેખાય છે. આખો મામલો જાણીને તેમાં જે કર્મચારીઓ સામેલ હશે તેમની સામે કડકમાં કડક પગલા લેવાશે. લોકો સાથે આવી રીતે ગેરવર્તણુક કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે.
મહેસાણા સિટીબસ બે દિવસમાં બંધ જુઓ વીડિયો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4