Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝજામનગરમાં વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરતા શહેર મેયર

જામનગરમાં વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરતા શહેર મેયર

JAMNAGAR INGURATION
Share Now

જામનગરવાસીઓને સુખાકારીની સુવિધામાં વધારો થયો. જામનગર શહેર કુદકેને ભૂસકે જેમ વધી રહ્યું છે..એમ જ સુવિધાઓમાં પણ વધારો થઇ રહ્યો છે. જામનગર ફાયર સ્ટેશન ખાતે રૂા ૧.૩૫ કરોડના ખર્ચની, ૨૫૦૦૦ લી. નું અતિઆધુનિક સિસ્ટમ સાથે તથા ફુલ્લી ઓટોમેટીક વોટર બ્રાઉઝર તેમજ રૂા ૧૫.૫૦ લાખના ખર્ચની એબ્યુલન્સનું લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જામનગર મનપાના નવા વોટર બ્રાઉઝર થતા એમ્બ્યુલન્સનું મેયર બીનાબેન કોઠારી, કમિશ્નર વિજય ખરાડી થતા શહેર ભાજપ પ્રમુખ વિમલ ભાઈ કગથરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

JAMANGAR MAYOR

૩૫ લાખના ખર્ચે નવું ફુલ્લી ઓટોમેટિક વોટર બ્રાઉઝરનું લોકાર્પણ

જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાને ધીમે ધીમે અપગ્રેડ કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજે રૂપિયા એક કરોડ ૩૫ લાખના ખર્ચે નવું ફુલ્લી ઓટોમેટિક વોટર બ્રાઉઝર ખરીદ કર્યા પછી ફાયરશાખાને લોકાર્પણ કરવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. સાથોસાથ સંસદ સભ્ય અને એનજીઓ સંસ્થાની મદદથી રૂપિયા ૧૫ લાખના ખર્ચે એર કન્ડિશન્ડ એમ્બ્યુલન્સ ની સુવિધા પણ પ્રાપ્ત બની છે.

અત્યાધુનિક ફાયરનાં સાધનો વસાવવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા દ્વારા ૧૫માં નાણાપંચની ગ્રાન્ટ હેઠળ ૨૫ હજાર લિટરની કેપેસીટી વાળુ અત્યાધુનિક અને ફુલ્લી ઓટોમેટિક બ્રાઉઝર કે જેની કિંમત ૧ કરોડ ૩૫ લાખ જેટલી થાય છે.

જામનગરમાં વિકાસની હરણફાળ ભરી રહ્યું છે સાથે જ જામનગરમાં મોટી કંપનીઓ પણ આવેલી છે ત્યારે આગામી સમયમાં વસ્તીવધારો પણ થવાનો છે ત્યારે અત્યારથી જ જરૂરિયાતને પહોંચી વળવા અત્યારથી જ મનપા દ્વારા ફાયરબ્રિગેડ ગાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું.તો બીજી તરફ જોઈએ તો કોરોના પણ તરખાટ મચાવતો હતો અને બીજી લહેર ઘાતક સાબિત થઇ હતી જો કે કે વેક્સિનને મ્હાત આપવામાં સફળ રહ્યા.

આ પણ વાંચો : શું રશિયાની રસી Sputnik V ભારતીયોને ફ્રી માં મળશે ?

એર કન્ડિશન એમ્બ્યુલન્સ વસાવવામાં આવી

આ ઉપરાંત જામનગર જિલ્લાના સાંસદ અને કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયા વગેરે ના રૂપિયા ૧૨ લાખના અનુદાન ઉપરાંત જય ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ નામની એનજીઓ સંસ્થા અનુદાન વગેરે મળીને રૂપિયા ૧૫. ૫૦ લાખના ખર્ચે એર કન્ડિશન એમ્બ્યુલન્સ વસાવવામાં આવી છે. જેની પણ આજે ખાનગી સંસ્થાને અર્પણ વિધિ કરવામાં આવી હતી.

જામનગર મહાનગરપાલિકા દ્વારા ૧૫ માં નાણાપંચની ગ્રાન્ટ હેઠળ ૨૫૦૦૦ લી. નું વોટર બ્રાઉઝર અતિઆધુનિક સિસ્ટમ સાથે તથા ફુલ્લી ઓટોમેટીક રૂા .૧.૩૫ કરોડના ખર્ચે ફાયરબ્રિગેડની ગાડીનું લોકાર્પણ તથા જામનગર શહેર માટે એ.સી. એબ્યુલન્સ સાંસદ સભ્ય પૂનમબેન માડમ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાની રૂા ૧૨.૦૦ લાખની ગ્રાન્ટ ( અનુદાન ) તથા જયક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ ( એન.જી.ઓ. ) જેમનું અનુદાન રૂા ૩.૫૦ લાખ બન્ને મળી કુલ રૂા ૧૫.૫૦ લાખના ખર્ચે એબ્યુલન્સ તેમજ મહાનગરપાલિકાના મેયર બીનાબેન કોઠારી, જામનગર શહેરના શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા તથા કારોબારી સભ્યોની ઉપસ્થિતિમાં આજે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી લોકાર્પણ કરવામા આવ્યું છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

 

 

No comments

leave a comment