સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાએ પોલીસ અધિકારીઓના વર્તન પર આકરી ટિપ્પણી કરી છે. ગઇકાલે શુક્રવારે એક કેસની સુનાવણી દરમિયાન આ નારાજગી સામે આવી છે. જસ્ટિસ રમનાએ કહ્યું કે, દેશમાં જે પ્રકારનાં બ્યુરોક્રેટ્સ અને પોલીસ અધિકારીઓ જે પ્રકારનું વર્તન કરી રહ્યાં છે તે અત્યંત વાંધાજનક છે. તેઓએ એ પણ સંકેત આપ્યો છે કે, અધિકારીઓના ફરીયાદ પર એક સમિતિની રચના કરવા વિચારી રહ્યાં છે. જોકે એ પણ કહેવામાં આવ્યુ છે કે તે હાલમાં આવુ કરવા નથી ઇચ્છતા.
સીજેઆઇ (CJI)એ શું કહ્યું?
મળતી માહિતી મુજબ, જસ્ટિસ રમના (Justice Ramana)એ કહ્યું કે, બ્યુરોક્રેટ્સ અને પોલીસ અધિકારી (Police Officer)આ દેશનો જે રીતે વ્યવહાર કરી રહ્યાં છે, હું તેનો સખ્ત વિરોધ કરુ છુ. જે અધિકારીઓ સરકાર સાથે મળીને ગેરકાયદેસર રીતે કમાણી કરે છે તેઓ જેલમાં હવો જોઇએ. હું એક સમયે બ્યુરોક્રેટ્સ, પોલીસ અધિકારીઓ વિરૂદ્ધ ફરીયાદો (Complain)ની તપાસ માટે એક સ્થાયિ સમિતિ બનાવવાનું વિચારી રહ્યોં હતો. પરંતુ હાલમાં હું તેને રિઝર્વ રાખવા માગુ છું. હાલમા મારે એ નથી કરવુ.
આ પણ વાંચો: ભારતનો UK ને વળતો જવાબ, હવે બ્રિટનથી આવનારા તમામ પ્રવાસીઓને 10 દિવસ આઇસોલેટ થવું પડશે
ગેરકાયદેસર કમાણી કરનારા જેલમાં હોવા જોઈએ
CJI એ કહ્યું કે આ દેશમાં અમલદારશાહી ખાસ કરીને પોલીસ અધિકારીઓ કેવું વર્તન કરે છે તેના પર મને ઘણો વાંધો છે. પોલીસ અધિકારીઓ જે આજની સરકાર (Government)સાથે વ્યવહાર રાખી રહ્યાં છે અને ગેરકાયદેસર પૈસા કમાય છે, તેઓ જેલમાં હોવા જોઈએ. આવા પોલીસ અધિકારીઓનો બચાવ કરી શકાતો નથી.
શું છે સમગ્ર મામલો?
ગુરજિંદર પાલ સિંહ 1994 બેચના IPS અધિકારી (IPS Officer)છે. ગુરજિંદર પાલ સિંહને છત્તીસગઢ સરકારે તેમની આવકની અપ્રમાણસર સંપત્તિ મેળવવા બદલ સસ્પેન્ડ (Suspended)કર્યાં છે. IPC ની કલમ 124A હેઠળ સસ્પેન્ડેડ ADG વિરુદ્ધ રાજદ્રોહ અને અપ્રમાણસર સંપત્તિના કેસ નોંધવામાં આવ્યા છે. તેમણે આ અંગે બે અરજીઓ દાખલ કરી છે. એકમાં રાજદ્રોહનો કેસ રદ કરવાની માગ છે અને બીજામાં આ કેસની તપાસ સીબીઆઈ દ્વારા કરાવવાની માગ છે.
સુપ્રીમ કોર્ટે છત્તીસગઢના સસ્પેન્ડેડ એડીજી ગુરજિંદર પાલ સિંહને બે કેસમાં 8 અઠવાડિયા માટે વચગાળાની રાહત આપીને કાર્યવાહી પર રોક લગાવી છે. જો કે, ત્રીજા કેસમાં રાહત આપવાનો ઈન્કાર કરતા મુખ્ય ન્યાયાધીશ એનવી રમણા (NV Ramana)ની ખંડપીઠે કહ્યું કે, જ્યારે આ મામલો હાઈકોર્ટ (High Court)માં ચાલી રહ્યો છે અને તે તેમાં નિર્ણય કરશે.
ગુરજિંદર પાલ પર ગેરકાયદે સંપત્તિ, ખંડણી અને રાજદ્રોહનો આરોપ છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે પોલીસ તેને ચાર અઠવાડિયા સુધી રાજદ્રોહ અને અપ્રમાણસર સંપત્તિ માટે ધરપકડ (Arrest)નહીં કરે. આ અંગે રાજ્ય સરકારને નોટિસ પણ આપવામાં આવી છે. આ સાથે અધિકારીને તપાસમાં સહકાર આપવા જણાવ્યું છે.
માનહાનિ શું હોય છે? જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4