Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝ“ક્લીન જામનગર” “ગ્રીન જામનગર” માટે આયોજન તો કર્યું પણ હરિયાળું બનશે ખરા ??

“ક્લીન જામનગર” “ગ્રીન જામનગર” માટે આયોજન તો કર્યું પણ હરિયાળું બનશે ખરા ??

jamnagar green project
Share Now

જામનગર મહાનગરપાલિકાએ વર્ષ 2020-21ના ડ્રાફટ અંદાજપત્રમાં ગ્રીન સ્પેસ ડેવલપમેન્ટ કોન્સેપ્ટ અન્વયે શહેરમાં 7 સ્થળોએ એક લાખ વૃક્ષ વાવેતર કરી ધનિષ્ઠ વનીકરણ પીપીપી ધોરણે ડેવલોપ કરવાનું આયોજન કર્યું હતું. જેમાં અત્યાર સુધીમાં માત્ર 1050 વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું છે.

1 લાખ વૃક્ષ વાવેતર સામે ફકત 1050 વૃક્ષનું વાવેતર થતાં આશ્ચર્યની સાથે અનેક સવાલ

clean and green jamnagar કોર્પોરેશન દ્વારા ગત 2020-21ના વર્ષ દરમિયાન શહેરના 7 સ્થળો પર 1 લાખ વૃક્ષનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ એક વર્ષનો સમયગાળો થવા છતાં 1 લાખ વૃક્ષ વાવેતર સામે ફકત 1050 વૃક્ષનું વાવેતર થતાં આશ્ચર્યની સાથે અનેક સવાલ ઉઠયા છે. ત્યારે જામનગર શહેરમાંઓછા વૃક્ષનું વાવેતર થતાં ધનિષ્ઠ વનીકરણથી ઓક્સિજનના સ્તરમાં વધારાનો દાવો પોકળ પુરવાર થયો છે.

ક્યારે જામનગર હરિયાળું બનશે…?

“ક્લીન જામનગર” “ગ્રીન જામનગર” ની વાતો કરતા જામનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં અગાઉના વર્ષોમાં સંખ્યાબંધ સ્થળે કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલું વૃક્ષારોપણ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા એક દશકામાં છોડની ખરીદી, ટ્રી ગાર્ડની ખરીદી અને પાણી પાવા માટે ના કોન્ટેક્ટ પેટે લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે પરંતુ પરિણામ નજર સામે જ છે. સરકાર દ્વારા જામનગરને ગ્રીન બનાવવા અને સ્વચ્છ બનાવવા માટે મોટા મોટા ખર્ચાઓ અને આયોજનો થાય છે ત્યારે વર્ષ દરમિયાન માત્ર 5% જ વૃક્ષનું નિમાર્ણ કરવામાં આવ્યું છે ત્યારે સવાલ એ થાય છે કે ક્યારે જામનગર હરિયાળું બનશે…?

આ પણ વાંચો : શા માટે પ્રથમ બાળક આવે ત્યારે વધુ ખુશી ? જાણો પાછળનું મનોવૈજ્ઞાનિક કારણ

7 સ્થળો પર 79669.33 ચોમી જગ્યામાં વૃક્ષ વાવેતરનું આયોજન

jamngar corporation જામનગરમાં ગ્રીન સ્પેસ ડેવલપમેન્ટ કોન્સેપ્ટ અન્વયે 7 સ્થળો પર 79669.33 ચોમી જગ્યામાં વૃક્ષ વાવેતરનું આયોજન કરાયું છે. જે પૈકી બે સ્થળો પર 1050 વૃક્ષનું વાવેતર કરાયું છે. જયારે શહેરના બાકીના સ્થળો પર કોર્પોરેશન અને વન વિભાગ, ધારાસભ્ય અને કોર્પોરેટર દ્વારા, હાપા ખાતે અર્બન ડેવલોપમેન્ટ અને શહેરની સંસ્થાઓ અને નાગરિકો એમ મળી અલગ-અલગ જગ્યાઓ પર 3950 વૃક્ષા રોપણ કરવામાં આવ્યું છે.

જામનગરમાં ગ્રીન સ્પેસ ડેવલોપમેન્ટ કોન્સેપ્ટ અન્વયે બે સ્થળો પર 1050 વૃક્ષનું વાવેતર કરાયું છે. જેમાં જામનગર-રાજકોટ હાઇ-વે પર 350 અને કાલાવડ રોડ પર ચીકુવાડી પાસે 700 વૃક્ષનો સમાવેશ થાય છે. આ સ્થળો પર લીમડા, કરંજ, સપ્તપર્ણી, જામફળી, સીતાફળી, બોરસલી વૃક્ષનું વાવેતર કરાયું છે.

ફેકટફાઇલ શહેરમાં ક્યાં સ્થળે વૃક્ષારોપણ

સ્થળ વિસ્તાર(ચોમી) વૃક્ષોની સંખ્યા
જામનગર-રાજકોટ હાઇ-વે, કાર શો રૂમ પાસે 8065 350
અન્નપૂર્ણા મંદિર પાસે 4599.13 —
સોનલ નગર 32232 —
સુભાષબ્રીજ પાસે 4569.86 —
કાલાવડ રોડ, ચીકુવાડી પાસે 15012 700
મહાપ્રભુજી બેઠક રોડ 12577.87 —
શાંન્તીવિલા સોસાયટી પાસે 2613.47 —

જુઓ આ વિડીયો Homemade Bleach For Face |मुल्तानी मिट्टी से बनाएं होममेड ब्लीच

No comments

leave a comment