રાજ્યમાં ગઇકાલે બુધવારથી કમોસમી વરસાદ (rains)પડવાની હવામાન વિભાગે (Meteorological Department) આગાહી કરી છે. આ તમામ વચ્ચે આજે ગુરૂવારે અમદાવાદમાં ઝરમરયો તો જૂનાગઢ અને બનાસકાંઠામાં હળવો વરસાદ પડ્યો છે. તો વહેલી સવારે રાજકોટ શહેરના કેટલાક વિસ્તારમાં પણ ઝરમર વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદ પડતાં ખેડૂતો (Farmers)ની મુશ્કેલીમાં વધારો થયો છે.
રાજ્યમાં કમોસમી rains ની આગાહી
ગુજરાતમાં ગઇકાલે બુધવારથી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં હવામાન વિભાગે સામાન્ય વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિયા થતાં અસર સર્જાઈ છે. જેથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમરેલી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટમાં માવઠાની આગાહી કરાઈ છે. જ્યારે સોમનાથ, સુરત, વલસાડ, નવસારી, ડાંગમાં માવઠાની આગાહી અને અમદાવાદ અને ગાંધીનગરમાં પણ કમોસમી વરસાદ પડી શકે છે. વાદળછાયા વાતાવરણ (Atmosphere)થી લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટવાની સંભાવના છે. આ કારણે ઠંડીમાં વધારો થઈ શકે છે.
આ પણ વાંચો: રાજ્યના આ વિસ્તારોમાં આવતીકાલ સુધી માવઠાંની આગાહી, આગામી દિવસોમાં ઠંડી વધશે
વરસાદ ક્યા ક્યા પડ્યો
આજે ગુરૂવાર સવારથી અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદમાં ઠંડા પવનો ફૂંકવાની શરૂઆત થઈ ગઈ છે. રાજકોટ શહેરનું વાતાવરણ પણ સવારથી વાદળછાયું છે. રાજકોટ શહેરના કેટલાક વિસ્તારમાં સવારે વરસાદ પડ્યો છે. તો બીજી તરફ, જૂનાગઢ અને બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. પાલનપુર, દિયોદર, વડગામ, કાંકરેંજ, ડીસા સહિત અનેક પંથકમાં વહેલી સવારથી ધીમીધારે કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. બીજી તરફ જૂનાગઢ જિલ્લામાં પણ કમોસમી વરસાદના પગલે જિલ્લા સહિત કેશોદ તાલુકાના ખેડુતોની મુશ્કેલીમાં વધારો થયો છે. વાતાવરણમાં અચાનક પલ્ટો થતાં ખેડુતોની મુશ્કેલીમાં વધારો થયો છે.
આગામી આ દિવસોમાં rains ની આગાહી
હવામાન વિભાગ અનુસાર, અરેબિયન સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં ત્રણ દિવસ વરસાદની શક્યતા છે. આ તમામને લઇને હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું હતુ કે, 17, 18 અને 19 નવેમ્બરે રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. દરિયાઈ વિસ્તાર સહિત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. એટલે કે, મધ્ય ગુજરાત અને કચ્છ સિવાય ગુજરાતભરમાં વરસાદ વરસી શકે છે. 18 અને 19 નવેમ્બરે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સિવાય ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે.
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4