Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝBMC કમિશનરની ભયાનક ભવિષ્યવાણી કહ્યું “29 વર્ષમાં મુંબઈનો આટલો મોટો ભાગ ડૂબી જશે”

BMC કમિશનરની ભયાનક ભવિષ્યવાણી કહ્યું “29 વર્ષમાં મુંબઈનો આટલો મોટો ભાગ ડૂબી જશે”

Climate Change
Share Now

મુંબઈ મહાનગરપાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલ (Iqbal Singh Chahal) એ શહેર માટે એક ભયાનક ભવિષ્યવાણી કરતા કહ્યું કે, 2050 સુધી વહીવટી જિલ્લા નરીમન પોઈન્ટ (Nariman Point) અને રાજ્ય સચિવાલય મંત્રાલય સહિત દક્ષિણ મુંબઈ (South Mumbai) નો મોટો ભાગ દરિયાઈ જળ સ્તર (Climate Change)વધવાના કારણે પાણીમાં ગરકાવ થઈ જશે.

મહારાષ્ટ્ર પર્યાવરણ તથા પ્રવાસન મંત્રી આદિત્ય ઠાકરે (Aditya Thackeray) દ્વારા શુક્રવારે યોજાયેલ જળવાયુ કાર્ય યોજના અને તેની વેબસાઈટના ઉદ્ઘાટન પ્રસંગે ચહલએ કહ્યું કે, ” શહેરનો દક્ષિણ મુંબઈમાં એ, બી, સી અને ડી વોર્ડનો 70 ટકા ભાગ જળવાયુ (Climate change) પરિવર્તનના કારણે જળમગ્ન થઈ જશે”

સ્થિતિ ભયજનક થઈ (Climate Change)

  • તેઓએ આગળ જણાવ્યું કે, પ્રકૃતિ ચેતવણી આપતી રહી છે પરંતુ જો લોકો જાગશે નહીં તો સ્થિતિ ભયાનક થઈ જશે.
  • કફ પરેડ, નરીમન પોઈન્ટ અને મંત્રાલય જેવા 70 ટકા વિસ્તાર પાણીમાં હશે.
  • મતલબ કે, ગાયબ થવા રહ્યા છે. નગરપાલિકા કમિશનરે એ પણ કહ્યું કે, આ માત્ર 25-30 વર્ષની વાત છે કારણ કે, 2050 બોવ દુર નથી, તેમણે આગળ કહ્યું કે, આપણે પ્રકૃતિની ચેતવણી મળી રહી છે.
Climate Change

IMAGE CREDIT: ADITYA THAKREY

  • અને જો આપણે જાગૃત નહીં થાય તો આગામી 25 વર્ષ માટે સ્થિતિ ખતરનાક હશે.
  • તેનાથી ના માત્ર આગામી પેઢી પરંતુ હાલની પેઢી પણ પ્રભાવિત થશે.
  • વધુ જણાવતા તેઓએ કહ્યું કે, મુંબઈ દક્ષિણ એશિયાનું પહેલુ શહેર છે જે પોતાની જળવાયુ કાર્ય યોજના તૈયાર કરી તેના પર કામ કરી રહ્યું છે.
  • ચહલએ કહ્યું કે, ગત 129 વર્ષમાં પહેલીવાર કોઈ ચક્રવાત(નિસર્ગ) મુંબઈ સાથે ટકરાયું અને ત્યાર બાદ છેલ્લા 15 મહિનામાં ત્રણ ચક્રવાત આવ્યા છે. ત્યાર બાદ પાંચ ઓગસ્ટ, 2020 માં નરીમન પોઈન્ટ પર લગભગ 5 થી 5.5 ફૂટ પાણી ભરાય ગયું છે.

વધુમાં ચહલે જણાવ્યું…,

ચહલએ કહ્યું કે, તે દિવસે ચક્રવાતની કોઈ ચેતવણી હતી નહીં, પરંતુ માપદંડોને જોતા આ એક ચક્રવાત જ હતું. આ વાત પર વિશેષ ભાર આપતા કે શહેરએ હાલમાં જ અમુક અત્યંત પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓનો સામનો કર્યો છે, તેઓએ જણાવ્યું કે, શહેરએ મુંબઈમાં તાઉતે ચક્રવાતનો સામનો કર્યો અને 17 મે ના 214 મીમી વરસાદ થયો. જ્યારે ચોમાસુ અહીં 6 અથવા 7 જૂનના આવે છે.

Climate Change

IMAGE CREDIT: (IAS) IQBAL SINGH CHAHAL

બૃહદમુંબઈ મહાનગરપાલિકા (BMC) એ એક પ્રકાશિતમાં કહ્યું કે, મુંબઈ જળવાયુ કાર્ય યોજના (MCAP) અંતર્ગત વધતા જળવાયુ અનિશ્ચિતતાને જોતા આંકડાઓના મુલ્યાંકનમાં એવા શ્રેત્રો અને સમુદાયોની ઓળખ કરવામાં આવી છે જે સૌથી વધુ અસુરક્ષિત છે. ત્યારે ક્લાઈમેન્ટ ચેન્જ ન માત્ર એક શહેર પુરતું કે દેશ પુરતું પરંતુ આ સમસ્યા એ વિશ્વવ્યાપી છે. ગ્લેશિયર પિગળવાના તેમજ જંગલોમાં લાગતી આગ હોય કે પછી વાવાઝોડા અને ભયંકર પૂરની સ્થિતિ જેવા પડકારો આજે સમગ્ર વિશ્વ સહન કરી રહ્યું છે.

આ પણ વાંચો:- રેલવે સ્ટેશનના બોર્ડ પર લખેલા સમુદ્ર સ્તરથી ઉંચાઈનું કારણ શું ?

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment