રાજસ્થાનના મંત્રી રાજેન્દ્ર ગૂઢાએ ગઈ કાલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, રાજસ્થાનના રસ્તાઓ હેમા માલિની જેવા નગી પરંતુ કેટરીનાના ગાલ જેવા હોવા જોઈએ. ત્યારે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત આજે સુરતથી અંકલેશ્વર ખાતે અહેમદ પટેલની પ્રથમ પુણ્યતિથિના કાર્યક્રમમાં હાજરી આપવા માટે જઇ રહ્યા હતા. તે દરમિયાન તેમણે એરપોર્ટ પર પત્રકારો સાથે વાતચીત કરી હતી. ત્યારે રાજસ્થાનના મંત્રી રાજેન્દ્ર ગૂઢાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે મર્યાદામાં રહીને નિવેદન આપવું જોઈએ.
કોઈ પણ વ્યક્તિએ મર્યાદા બહાર ના જવું જોઈએ
રાજસ્થાનના મંત્રી રાજેન્દ્ર ગૂઢાના વિવાદાસ્પદ નિવેદને લઈને સીએમ ગેહલોતે કહ્યું કે કોઇપણં વ્યક્તિએ એ પાછી સામાન્ય નાગરિક હોય કે કોઈ મંત્રી દરેકે પોતાની મર્યાદામાં રહીને જ નિવેદન કરવું જોઈએ. સીએમ ગેહલોતે વધુમાં કહ્યું કે રાજેન્દ્ર ગૂઢાએ કયા સંદર્ભમાં આ નિવેદન આપ્યું તેનો મને કોઈ ખ્યાલ નથી. જોઈ કે, આ પ્રકારનું નિવેદન યોગ્ય નથી.
अहमद भाई पटेल जो हमारे बीच नहीं रहे उनकी याद में अंकलेश्वर में जयपुर फुट द्वारा जो शिविर लगाया गया है, बहुत ही सुकून भरा प्रोग्राम है जो निःशक्त जनों को एक नया जीवन देता है, इसी मकसद से समाज सेवा के संकल्प को पूरा करने के लिए हम हाजिर हुए हैं।
:Spoken to media at Surat airport pic.twitter.com/OawPTcNWwY
— Ashok Gehlot (@ashokgehlot51) November 25, 2021
આ પણ વાંચો:પીએમ મોદીએ નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનું શિલાન્યાસ કર્યું, કહ્યું- કરોડો લોકોને મળશે ફાય
મોદી સરકાર પર કર્યા પ્રહાર
પત્રકારો સાથેની વાતચીત કરતી વખતે તેમણે મોદી સરકાર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે કોરોના સંક્રમણ દરમિયાન મૃત્યુ પામનાર લોકોને 4 લાખ રૂપિયાની સહાય આપવાનો આદેશ કર્યો હતો. પરંતુ ભારતના ઇતિહાસમાં એવું ક્યારેય નથી બન્યું કે, સરકારે લોકોને રાહત આપવા માટેનો આદેશ કર્યો હોય અને બાદમાં તે આદેશને પરત ખેંચવામાં આવ્યો હોય. મોદી સરકારે મોટું મન રાખવું જોઈએ. અત્યારે મોદી સરકાર પાસે છપ્પનની છાતી બતાવવાની તક છે. સરકારે કોરોનામાં મૃત્યુ પામેલ લોકોને માત્ર ચાર લાખ નહીં પરંતુ જો વધુ ગરીબ હોય તો પાંચ લાખ સુધીની સહાય આપવી જોઈએ.
અહેમદ પટેલ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર રહ્યા
સીએમ અશોક ગેહલોતે વધુમાં કહ્યું કે અહેમદ પટેલે હંમેશા ગુજરાતની ચિંતા કરી છે. તેઓ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર રહ્યા હતા. આજે તેમની પ્રથમ પુણ્યતિથિના કાર્યક્રમમાં સુરતથી અંકલેશ્વર જવાનું થઈ રહ્યું છે. આ પુણ્યતિથિનો કાર્યક્રમ છે ના કે કોઈ રાજકીય કાર્યક્રમ. હું સુરતથી અહેમદ પટેલજીને શ્રદ્ધાંજલિ આપવા જઈ રહ્યો છું.
ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના મંત્રી રાજેન્દ્ર ગૂઢાએ ગઈ કાલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, રાજસ્થાનના રસ્તાઓ હેમા માલિની જેવા નગી પરંતુ કેટરીનાના ગાલ જેવા હોવા જોઈએ. ત્યારે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત આજે સુરતથી અંકલેશ્વર ખાતે અહેમદ પટેલની પ્રથમ પુણ્યતિથિના કાર્યક્રમમાં હાજરી આપવા માટે જઇ રહ્યા હતા. તે દરમિયાન તેમણે એરપોર્ટ પર પત્રકારો સાથે વાતચીત કરી હતી. ત્યારે રાજસ્થાનના મંત્રી રાજેન્દ્ર ગૂઢાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે મર્યાદામાં રહીને નિવેદન આપવું જોઈએ.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4