Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝસીએમ ભૂપેન્દ્ર પટેલે બોટાદનાં ગઢડા ખાતે નવનિર્મિત લીંબતરૂં યાત્રિક ભવનનું લોકાર્પણ કર્યું

સીએમ ભૂપેન્દ્ર પટેલે બોટાદનાં ગઢડા ખાતે નવનિર્મિત લીંબતરૂં યાત્રિક ભવનનું લોકાર્પણ કર્યું

cm bhupendra patel gadda visit
Share Now

રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે બોટાદ જિલ્લા ખાતે આવેલ ગઢડા બી. એ. પી. એસ સ્વામિનારાયણ મંદિરખાતે ઘનશ્યામ મહારાજની અલૌકીક મૂર્તિના દર્શન કર્યા હતાં. સીએમ ભૂપેન્દ્ર પટેલે ઘનશ્યામ મહારાજના દર્શન કર્યા બાદ મંદિરના સંતોના આશીર્વાદ લીધા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલ ગઢડા સ્વામિનારાયણ મંદિરે પહોંચ્યા ત્યારે તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

સીએમ ભૂપેન્દ્ર પટેલનું ઉષ્માભેર સ્વાગત કર્યું

સીએમ ભૂપેન્દ્ર પટેલ હેલિકોપ્ટર મારફતે ગઢડા બીએપીએસ મંદિર ખાતે પહોંચ્યા હતા. ત્યારે મુખ્યમંત્રીના આગમનને લઈને પક્ષના ધારાસભ્યો તેમજ પદાધિકારીઓ હાજર રહ્યા હતા. અને સીએમ ભૂપેન્દ્ર પટેલનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

cm bhupendra patel gadda visit

આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીર એન્કાઉન્ટરમાં ગુજરાતના જવાને શહાદત વ્હોરી

લિંબતરું યાત્રીક ભવન નું લોકાર્પણ કર્યું

સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે ગઢડા ખાતે આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ગઢડાની પુણ્યભૂમિ પર ₹ 20 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત લિંબતરું યાત્રીક ભવન નું લોકાર્પણ કર્યું હતું તેમજ તેઓ ભગવાન શ્રી ગોપીનાથજીના ૧૯૨માં પાટોત્સવ પ્રસંગે ધર્મસભામાં ઉપસ્થિત રહ્યા હતા. આ નિર્માણ ભાવનથી યાત્રિકોને મળતી સુવિધામાં વધારો થશે. આ પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલ સહિતના પદાધિકારીઓ પણ સીએમ સાથે હાજર રહ્યા હતા. 

પદાધિકારીઓ રહ્યા હાજર 

આ અવસરે મુખ્યમંત્રી સાથે ધારાસભ્ય આત્મારામભાઇ પરમાર, પૂર્વ મંત્રી સૌરભભાઇ પટેલ, જિલ્લા ભા.જ.પ. પ્રમુખ ભીખુભાઇ વાધેલા,જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઇ વિરાણી, ગોપીનાથજી મંદિરનાં સ્વામી હરીજીવનદાસજી મહારાજ તેમજ વડતાલ મંદિરનાં પીઠાધીપતિ રાકેશપ્રસાદજી મહારાજ, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા સહિત અનેક પદાધિકારીઓ-અધિકારીઓ, સંતગણ પણ આ કાર્યક્રમ દરમ્યાન હાજર રહ્યા હતા.

સીઆર પાટીલે નવા સીએમના કર્યા  વખાણ

બોટાદમાં કાર્યક્રમ દરમ્યાન ભજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે સ્ટેજ પરથી સીએમ ભૂપેન્દ્ર પટેલના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, સીએમ રાજકારણમાં કઈ રીતે આવ્યા તે ખરેખર તપાસનો વિષય છે.તેમણે કહ્યું કે, તેઓ ખૂબ જ ભોળા માણસ છે. પરંતુ તેમને કોઈ છેતરી શકશે નહીં.

 મુખ્યમંત્રી સ્વભાવે જૈન છે: હર્ષ સંઘવી

સુરતમાં એક કાર્યક્રમ દરમ્યાન ગૃહ મંત્રી હર્ષ સંધવીએ કહ્યું કે, ભલે હું મંત્રી બન્યો પણ અહીં શીખવા આવ્યો છું. તેમણે કહ્યું કે, સીએમ ભુપેન્દ્ર પટેલની સરકાર રાજ્યમાં ખૂબ સારી રીતે કામગીરી કરી રહી છે. તેમણે કહ્યું કે હું જન્મે જૈન છું, પણ આપના મુખ્યમંત્રી સ્વભાવે જૈન છે. 

ઉલ્લેખનીય છે કે, રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે બોટાદ જિલ્લા ખાતે આવેલ ગઢડા બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરખાતે ઘનશ્યામ મહારાજની અલૌકીક મૂર્તિના દર્શન કર્યા હતાં. સીએમ ભૂપેન્દ્ર પટેલે ઘનશ્યામ મહારાજના દર્શન કર્યા બાદ મંદિરના સંતોના આશીર્વાદ લીધા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલ ગઢડા સ્વામિનારાયણ મંદિરે પહોંચ્યા ત્યારે તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjT&k news

No comments

leave a comment