અંગ્રેજોની ગુલામીમાંથી દેશને આઝાદ થયાના 75 વર્ષ પૂર્ણ થવાના છે. ત્યારે અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગતરાજ્યવ્યાપી ત્રિ-દિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. આજે વહેલી સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડા જિલ્લાના મહેમદાવાદથી આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. ગુજરાત આ આત્મનિર્ભર ગ્રામ યાત્રાથી જનભાગીદારી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાષ્ટ્રપિતા ગાંધીજીની ગ્રામ સ્વરાજ્ય અને પીએમ નરેન્દ્ર મોદીની આત્મનિર્ભર ગ્રામની વિભાવનાને સાકાર કરશે.
100 જેટલા આત્મનિર્ભર યાત્રા રથોનું પ્રસ્થાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડા જિલ્લાના મહેમદાવાદથી આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. ૧૦૦ જેટલાં આત્મનિર્ભર ગ્રામ યાત્રા રથોનું સમગ્ર ગુજરાતમાં પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. આ તમામ 100 રથો ત્રણ દિવસ દરમ્યાન સવારના 8:00 થી 12:00 અને સાંજના 4 થી 8 દરમ્યાન 1090 જેટલી જિલ્લા પંચાયતની બેઠકો પર પરિભ્રમણ કરશે. 20 તારીખના રોજ આ યાત્રાનો સમાપન યોજાશે. તાલિકા ક્ક્ષાએ આ યાત્રાનો સમાપન સમારોહ યોજવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખેડા જિલ્લાના મહેમદાવાદથી આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 'આત્મનિર્ભર ગ્રામ યાત્રા' નો રાજ્યવ્યાપી પ્રારંભ.
જીવંત પ્રસારણ :https://t.co/SPphpAegWf— CMO Gujarat (@CMOGuj) November 18, 2021
આ પણ વાંચો:પીએમ મોદીએ સિડની ડાયલોગમાં કર્યું સંબોધન, કહ્યું ભારતની ડિજિટલ ક્રાંતિના મૂળ લોકશાહીમાં
આગામી 3 દિવસ સુધી આ આત્મનિર્ભર ગ્રામ યાત્રા ચાલશે. ત્યારે 43 હજાર કરોડ રૂપિયાના લોકર્પણ અને ખાતમુહૂર્તના કાર્યો પણ કરવામાં આવશે. તેમજ 1.92 લાખ લોકોને ચેક વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકારના 12 જેટલા વિભાગોના રૂ. ૪૪૧.૮૯ કરોડના ૧૯,૬૩૦ જેટલાં વિકાસ કર્યોના લોકાર્પણ કરવામા આવશે તેમજ ૧૬૭.૫૫ કરોડ રૂપિયનની નાણાકીય સહાયનું ૧,૯૨,૫૭૫ લાભાર્થીઓને વિતરણ વિતરણ કરવામાં આવશે. અને ૯૬૭.૮૨ કરોડ રૂપિયાના ૨૩,૩૨૦ વિકાસ કર્યોના ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, અંગ્રેજોની ગુલામીમાંથી દેશને આઝાદ થયાના 75 વર્ષ પૂર્ણ થવાના છે. ત્યારે અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગતરાજ્યવ્યાપી ત્રિ-દિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. આજે વહેલી સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડા જિલ્લાના મહેમદાવાદથી આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. ગુજરાત આ આત્મનિર્ભર ગ્રામ યાત્રાથી જનભાગીદારી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાષ્ટ્રપિતા ગાંધીજીની ગ્રામ સ્વરાજ્ય અને પીએમ નરેન્દ્ર મોદીની આત્મનિર્ભર ગ્રામની વિભાવનાને સાકાર કરશે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4