ગજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા બાદ સમગ્ર રાજ્યમાં પ્રવાસ કરી રહ્યા છે. ત્યારે તેઓ આજે ઊંઝા ખાતે પહોંચ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઊંઝા ઉમિયા માતાજી મંદિરે પહોંચ્યા છે. ત્યારે તેઓ ઊંઝા ઉમિયા માં ના દર્શન કરશે. ત્યારબાદ મંદિર હોલમાં જ બેઠક કરશે. ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા બાદ ઊંઝા ઉમિયા માતાના મંદિરે પહોંચ્યા છે ત્યારે સંસ્થા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે.
સમાજને ધક્કા ના ખાવા પડે એનું ધ્યાન રાખીશ: ભૂપેન્દ્ર પટેલ
સીએમ ભૂપેન્દ્ર પટેલ ઊંઝા પહોંચ્યા છે ત્યારે તેમણે કહ્યું કે ,આપણે માતાજીના ખોળામાં માથું ના નાખીએ ત્યાં સુધી ચેન ના પડે. તેમણે કહ્યું કે અમે આજે આજે અંબાજી જઈને અહી આવ્યા છીએ. તેમણે સર્કના નવા મંત્રી મંડળના વખાણ કરતાં કહ્યું કે અમારી ટીમ મજબૂત છે. તેમણે કહ્યું કે નવા નવા સીએમ બન્યા હોય એટલે ઝડપથી કામ કરવાનું મં રહેતું હોય છે. તેમણે કહ્યું કે આ બધું શબ્દોની મારામારી છે જે મારે હજુ શીખવું પડે એમ છે.તેમણે પોતાની વાત કરતાં કહ્યું કે, મારી સામે કોઈ આંગળી ના કરે એવા કામ કરવાનો પ્રયત્ન કરીશ તેમજ સમાજને ધક્કા ના ખાવા પડે એ ધ્યાન રાખીશ.
આ પણ વાંચો:સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લોકો માટે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય
અંબાજી મંદિરના કર્યા દર્શન
ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા બાદ રાજ્યમાં પ્રવાસ કરી રહ્યા છે. ત્યારે આજે તેઓએ અંબાજી ખાતે અંબે માં ના દર્શન કર્યા હતા. ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને લખ્યું હતું કે, પુરાણોંમાં જેનું અતિ માહાત્મ્ય છે તેવા ગબ્બર ગોખ ખાતે માં અંબાની દિવ્ય જ્યોતિના દર્શન કર્યા.ગરીબોના બેલી બનેલ સરકાર દ્વારા વિચરતી વિમુક્ત જાતિના આવાસ વિહોણા ૩૩ લાભાર્થીઓને નવરાત્રિની અષ્ટમીએ આદ્યશક્તિ ધામ અંબાજીમાં મળ્યા વિનામૂલ્યે ઘરથાળના પ્લોટ વિતરણ કર્યા હતાં.યોજનાનો ત્વરિત અમલ કરી માત્ર પાંચ જ દિવસમાં રાજ્ય સરકારે વિચરતી વિમુક્ત જાતિના ભરથરી લાભાર્થીઓને વિનામૂલ્યે આવાસ પ્લોટ મંજુર કરી ‘કહેવું તે કરવું’ની નેમ સાકાર કરી છે.
બ્રિજેશ મેરજા પણ રહ્યા હાજર
તમને જણાવી દઈએ કે ગુજરાતનાં મુખ્યમંત્રી બન્યાબાદ ભૂપેન્દ્ર પટેલ ગુજરાતનાં પ્રવાસે છે. ત્યારે આજે તેમણે અંબાજી મંદિર ખાતે અંબે માંતાના દર્શન કર્યા હતા. અને ત્યારબાદ તેઓ ઊંઝા ખાતે ઉમિયા માં ના દર્શને પહોંચ્યા હતા. ત્યારે ઉમિયા સંસ્થા દ્વારા સીએમ ભૂપેન્દ્ર પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ શાલ ઓઢાળીને તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન સીએમ ભૂપેન્દ્ર પટેલની સાથે મંત્રી બ્રિજેશ મેરજા પણ હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ગજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા બાદ સમગ્ર રાજ્યમાં પ્રવાસ કરી રહ્યા છે. ત્યારે તેઓ આજે ઊંઝા ખાતે પહોંચ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઊંઝા ઉમિયા માતાજી મંદિરે પહોંચ્યા છે. ત્યારે તેઓ ઊંઝા ઉમિયા માં ના દર્શન કરશે. ત્યારબાદ મંદિર હોલમાં જ બેઠક કરશે. ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા બાદ ઊંઝા ઉમિયા માતાના મંદિરે પહોંચ્યા છે ત્યારે સંસ્થા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4