ગુજરાતમાં વાઈબ્રન્ટ સમિટનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટ (vibrant summit) અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજે ગુરૂવારે દિલ્હીમાં ભવ્ય રોડ-શો યોજાશે. આજે ગુરૂવારે દિલ્હીમાં ઉદ્યોગપતિઓ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) બેઠક યોજશે. આ ઉપરાંત સીએમ પટેલ વિવિધ દેશોના રાજદૂત સાથે પણ બેઠક કરશે.
vibrant summit માં કોણ કોણ જોડાશે
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૨ માટે આજે ગુરૂવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel)દિલ્હીના પ્રવાસે છે. તેઓ વાયબ્રન્ટ સમિટની વિશેષતાઓ દર્શાવતો રોડ-શો કરશે. તેમજ ઉદ્યોગપતિઓ સાથે મુખ્યમંત્રી વન-ટુ-વન બેઠકો કરશે. વિવિધ દેશોના રાજદૂત સાથે બેઠક અને વાયબ્રન્ટ સમિટ 2022 નો કર્ટેન રેઇઝર પ્રોગ્રામ યોજાશે. આ કર્ટેન રેઝર કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી જોડાશે અને સંબોધન કરશે. બપોરે 12 વાગ્યે ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)પણ વર્ચ્યુઅલી સંબોધન પણ કરશે અને વિદેશમંત્રી ડૉ એસ જયશંકર સાંજે 7.30થી 8 દરમિયાન જોડાશે.
મુખ્યમંત્રી વિવિધ રાષ્ટ્રોના નવી દિલ્હી સ્થિત રાજદૂતો-ડિપ્લોમેટ્સને પણ આજે ગુરૂવારે સાંજે મળશે અને વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ-2022 સંદર્ભે બેઠકો યોજશે. આ બેઠકોમાં મુખ્યમંત્રીની સાથે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, ઉદ્યોગ અને ખાણના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા તથા મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ જોડાશે. મુખ્યમંત્રી દિલ્હી ખાતેની આ બેઠકોમાં ભાગ લઇ રાત્રે ગાંધીનગર પરત ફરશે. બેઠક દરમિયાન સૌ ઉપસ્થિતોને ગુજરાતની ઉદ્યોગ-વ્યાપારલક્ષી નીતિઓ વિશે માહિતગાર પણ કરશે. મુખ્યમંત્રી વિવિધ રાષ્ટ્રોના નવી દિલ્હી સ્થિત રાજદૂતો-ડિપ્લોમેટ્સને પણ આજે સાંજે મળશે અને વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ-ર૦૨૨ વિષયક પ્રસ્તુતિ કરશે. જેમાં વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર પણ હાજર રહેશે.
આ પણ વાંચો: હું મારા પત્નીથી છુપાઈ છુપાઈ પાટણ આવ્યો છું, ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ એવું કેમ કહ્યું?
vibrant summit નો પ્રચાર પ્રસાર ક્યા દેશમાં થશે
આજે ગુરૂવારે દિલ્હીમાં, તો 2 ડિસેમ્બરે મુંબઈમાં રોડ શો યોજાનાર છે. તથા લખનૌ ચેન્નાઇ, હૈદરાબાદમાં પણ રોડ-શો થશે. એટલું જ નહીં, તો અમેરિકા, જર્મની, નેધરલેન્ડ, યુકે અને જાપાનમાં પણ વાયબ્રન્ટનો પ્રચાર-પ્રસાર થશે. આ ઉપરાંત મંત્રીઓ અને અધિકારીઓના વિવિધ ડેલિગેશન પણ અલગ-અલગ દેશોના પ્રવાસે જઈ રહ્યા છે. નોંધનીય છે કે, આગામી 10 જાન્યુઆરી 2022થી પ્રધાનમંત્રી મોદીના હસ્તે વાયબ્રન્ટ ગુજરાત સમિટનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અને આ સમિટ અલગ હશે. કારણ કે કોરોના મહામારી બાદ ગુજરાતની આ પહેલી મોટી ઈવેન્ટ છે અને વાયબ્રન્ટ સમિટ સુધીમાં 10 જેટલી પ્રિવાઈબ્રન્ટ ઈવેન્ટ પણ યોજવામાં આવશે.
હર્ષ સંઘવી સાથે રૂબરૂ જુઓ વીડિયો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4