Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 29.
Homeન્યૂઝCM ભૂપેશ બઘેલના પિતાની ધરપકડ, જાણો શું છે આરોપ

CM ભૂપેશ બઘેલના પિતાની ધરપકડ, જાણો શું છે આરોપ

CM
Share Now

છત્તીસગઢના મુખ્યમંત્રી (CM)ભૂપેશ બઘેલ(Bhupesh Baghel)ના પિતા નંદ કુમાર બઘેલની ધરપકડ (Arrest)કરવામાં આવી છે. તેઓએ બ્રાહ્મણ વિરૂદ્ધ અપમાનજનક નિવેદન આપ્યુ હતું.  ધરપકડ બાદ તેને રાયપુરની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.

સીએમ (CM)ના પિતાના નિવેદન પર ભાજપે સાધ્યુ નિશાન

આ પહેલા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રાએ રાહુલ ગાંધી (Rahul Gandhi)પર નિશાન સાધતા કહ્યું હતુ કે, છત્તીસગઢના સીએમ (CM)ભૂપેશ બઘેલના પિતા અને પરિવારજન પોતે જ જાતિવાદ અને વિદ્વેષ ફેલાવવાની કોશિશ કરી રહ્યાં છે. તેના વિરૂદ્ધ હવે ફરીયાદ દાખલ કરવા સુધીની વાત આવી છે, પરંતુ રાહુલ ગાંધીને આ કંઇ નજરે ચઢતુ નથી અને તે આ તમામથી અજાણ બની રહ્યાં છે.

આ પણ વાંચો: જાતિ આધારિત વસ્તી ગણતરી દેશના હિતમાં છે, કેન્દ્રએ નિર્ણય લેવાનો છે: નીતીશ કુમાર

બઘેલના પિતાએ શું કહ્યું હતુ?

મુખ્યમંત્રીના પિતા નંદકુમાર બધેલે કહ્યું હતુ કે, હું ભારતના તમામ ગ્રામજનોને આગ્રહ કરુ છું કે બ્રાહ્મણને તમારા ગામમાં પ્રવેશ કરવા ન દે. હું અન્ય સમાજ સાથે પણ વાત કરી જેથી આપણે તેનો બહિષ્કાર કરી શકીએ. તેને વોલ્ગા નદીના કિનારે ફરી મોકલવાની જરૂરત છે. બ્રાહ્મણ પરદેસી છે. જે રીતે અંગ્રેજ આવ્યા અને જતા રહ્યાં, તેવી જ રીતે આ બ્રામ્હણ સુધરી જાય અથવા ફરી ગંગા (Ganga)ના વોલ્ગા જવા માટે તૈયાર થઇ જાય.

ભૂપેશ બધેલે કરી હતી કાર્યવાહી કરવાની વાત

મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ (Bhupesh Baghel)કહ્યું હતુ કે કાયદો સર્વોચ્ચ છે અને તેની સરકાર તમામ માટે બની છે. તેઓએ કહ્યું હતુ કે, કોઇ પણ કાયદાથી ઉપર નથી, ભલે એ વ્યક્તિ મારા 86 વર્ષના પિતા હોય. છત્તીસગઢ સરકાર દરેક ધર્મ, સંપ્રદાય અને તેની ભાવનાઓનું સમ્માન કરે છે. મારા પિતા નંદ કુમાર બધેલ દ્વારા એક વિશેષ સમાજ વિરૂદ્ધ ટિપ્પણી કરી સાંપ્રદાયિક શાંતિ ભંગ કરી છે.

પિતાની સાથે વૈચારિક મતભેદ

સવાલ એ થઇ રહ્યો હતો કે  નંદ કુમાર બઘેલ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે નહીં કારણ કે તે એક મુખ્યમંત્રીના પિતા છે. ત્યારબાદ ભૂપેશ બઘેલે કહ્યું કે, મારી સરકારમાં બધા વ્યક્તિ બરાબર છે. બધાને ખ્યાલ છે કે મારા પિતાની સાથે વૈચારિક મતભેદ છે. અમારા રાજકીય વિચાર અને વિશ્વાસ અલગ છે. હું એક પુત્ર તરીકે તેમનું સન્માન કરુ છું, પરંતુ એક મુખ્યમંત્રી તરીકે હું આવી ભૂલને માફ ન કરી શકું જેનાથી કાયદો વ્યવસ્થા પ્રભાવિત થઈ શકે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment