પંજાબના(Punjab) નવનિયુક્ત મુખ્યમંત્રી ચરંજીતસિંહ ચન્ની(Charanjit singh Channi), બે ડેપ્યુટી સીએમ અને પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ(Navjotsingh Sidhhu) મંગળવારે દિલ્હી(Delhi) પહોંચ્યા છે. ચારે નેતાઓ ચાર્ટડ પ્લેન દ્વારા દિલ્હી પહોંચ્યા છે. દિલ્હીમાં આ નેતાઓ પાર્ટી હાઇકમાન્ડને મળશે અને પંજાબમાં નવું મંત્રીમંડળ રચવા અંગે વાતચીત કરશે. આ સિવાય પંજાબના પ્રહરી હરીશ રાવત સાથે પણ મુલાકાત કરશે. પંજાબમાં નેતૃત્વ પરિવર્તન કર્યા બાદ કોંગ્રેસ હાઇકમાન્ડ અધિકારીઓની બદલી પર પણ નજર રાખી રહ્યું છે. ત્યાં સુધી કે, રાજ્યના ડીજીપી માટે પણ ચરણજીત ચન્ની સરકારે કોંગ્રેસ હાઇકમાન્ડને અનેક નામ સૂચવ્યા છે. અને તેમાંથી જ એક નામ પર રાહુલ ગાંધી મહોર મારશે તેવી સંભાવના છે.
નવજોત સિંહ સિદ્ધુએ શેર કરી તસવીર
નવજોત સિંહ સિદ્ધુએ સીએમ ચરણજીત ચન્ની(Charanjit singh Channi) અને એક ડેપ્યુટી સીએમ સાથે ટ્વિટર પર એક તસવીર શેર કરી છે. દિલ્હી જવા માટે રવાના થતાં દરમ્યાન આ તસવીર શેર કરતા નવજોત સિંહ સિદ્ધુએ લખ્યું હતું કે, ઇન લાઇન ઓફ ડયુટી. તમને જણાવી દઈએ કે શનિવારે કેપ્ટન અમરિન્દર સિંહે સીએમ પદેથી રાજીનામું આપ્યું હતું. અને ત્યાર બાદ રવિવારે કોંગ્રેસ હાઇકમાન્ડે ચરણજીત ચન્નીને સીએમ બનાવ્યા હતા. સીએમ ચરણજીત ચન્ની,ડેપ્યુટી સીએમ સુખજીંદર રંધાવા અને ઓપી સોનીએ સોમવારે શપથ લીધા હતા.
આ પણ વાંચો:દિલીપ ઘોષને બંગાળ ભાજપના અધ્યક્ષ પદેથી હટાવવામાં આવ્યા
જાતિ સમીકરણને ધ્યાને રાખીને સીએમ અને ડે. સીએમ બનાવ્યા
પંજાબમાં કોંગ્રેસે(Congress) નેતૃત્વ પરિવર્તન કરીને ચરણજીત ચન્નીને સીએમ બનાવ્યા છે. ત્યારે કોંગ્રેસે જાતિ સમીકરણને ધ્યાને રાખીને સીએમ અને ડે.સીએમ બનાવ્યા છે. અને માનવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસ પાર્ટી સ્થાનિક અને જાતિ સમીકરણને સાધવાનો પ્રયાસ કરશે. સુખજીંદર રંધાવા જાટ શીખ છે. જ્યારે ઓપી સોની સ્વર્ણ હિન્દુ છે. આ રીતે કોંગ્રેસે રાજ્યના મુખ્ય ત્રણ સમાજોને ધ્યાને રાખીને સીએમ અને ડે. સીએમનું પદ સોંપ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, દિલ્હીમાં સંભવિત મંત્રીઓને લઈને સીએમ, ડે. સીએમ અને નવજોત સિંહ સિદ્ધુ હાઇકમાંડ સાથે ચર્ચા કરશે. આ મિટિંગમાં કેપ્ટન અમરિન્દર સિંહના(Captain Amarinder Singh) જૂથના માનવામાં આવતા નેતાઓને મંત્રીમંડળમાંથી બહાર રાખવાની પણ વાતચીત થઈ શકે છે.
સિદ્ધુને ટેકો આપનાર નેતાઓને મળી શકે છે સ્થાન
સૂત્રોના જણાવ્યા અનુસાર પંજાબ કેબિનેટમાં એ નેતાઓને સ્થાન મળવાની પૂરી સંભાવના છે જે નેતાઓએ કેપ્ટન અમરિન્દર સાથેના ટકરાવ સમયે સિદ્ધુનું સમર્થન કર્યું હતું. અને તેમાં પણ ખાસ કરીને અમૃણાદાર સિંહ રાજા, મદન લાલ જલાલપૂર, ઈન્દરબીર સિંહ બોલારિયા, ગુરકીરત સિંહ કોટલી, પરગટ સિંહ અને સંગત સિંહ ગિલઝિયાનને તક આપી શકાય છે. પરગટ સિંહની ગણતરી સિદ્ધુના નજીકના નેતાઓમાં થાય છે. હાલમાં તેઓ પંજાબ કોંગ્રેસના મહામંત્રી છે. આ સિવાય, ગિલજિયન રાજ્ય એકમના કાર્યકારી પ્રમુખ છે.
In line of duty !! pic.twitter.com/ljxxz5UeF9
— Navjot Singh Sidhu (@sherryontopp) September 21, 2021
ઉલ્લેખનીય છે કે, પંજાબમાં(Punjab) કોંગ્રેસ હાઇકમાન્ડે નેતૃત્વ પરિવર્તન કરીને ચરણજીત ચન્નીને(Charanjit singh Channi) સીએમ બનાવ્યા છે. ત્યારે પંજાબના નવનિયુક્ત મુખ્યમંત્રી ચરંજીતસિંહ ચન્ની, બે ડેપ્યુટી સીએમ અને પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ મંગળવારે દિલ્હી પહોંચ્યા છે. દિલ્હીમાં આ નેતાઓ પાર્ટી હાઇકમાન્ડને મળશે અને પંજાબમાં નવું મંત્રીમંડળ રચવા અંગે વાતચીત કરશે. આ સિવાય પંજાબના પ્રહરી હરીશ રાવત સાથે પણ મુલાકાત કરશે. પંજાબમાં નેતૃત્વ પરિવર્તન કર્યા બાદ કોંગ્રેસ હાઇકમાન્ડ અધિકારીઓની બદલી પર પણ નજર રાખી રહ્યું છે. ત્યાં સુધી કે, રાજ્યના ડીજીપી માટે પણ ચરણજીત ચન્ની સરકારે કોંગ્રેસ હાઇકમાન્ડને અનેક નામ સૂચવ્યા છે. અને તેમાંથી જ એક નામ પર રાહુલ ગાંધી મહોર મારશે તેવી સંભાવના છે.
જુઓ આ વિડીયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4