Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeન્યૂઝજાતિ આધારિત વસ્તી ગણતરીને લઈને નીતિશ-તેજસ્વી સહિતના ઘણા નેતાઓ મળશે પીએમ મોદીને

જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈને નીતિશ-તેજસ્વી સહિતના ઘણા નેતાઓ મળશે પીએમ મોદીને

pm modi,caste based census,news in gujarati,gujarati news
Share Now

દેશમાં જાતિ ગણતરીનો મુદ્દો હવે જોર પકડી રહ્યો છે. ત્યારે જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈને આજ રોજ મુખ્યમંત્રી નીતિશ કુમારની(Nitish Kumar) આગેવાનીમાં બિહારના 11 નેતાઓનું પ્રતિનિધિમંડળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. આ બેઠક આજે સવારે 11 વાગ્યે સત્તાવાર નિવાસસ્થાન 7-LKM પર થશે. 

નીતિશ કુમાર પહેલેથી કરી ચૂક્યા છે સ્પષ્ટતા 

આગામી વર્ષ 2022 માં સાત રાજ્યોમાં યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને જાતિ આધારિત વસ્તી ગણતરીની(Caste Based Census) આ ચર્ચા ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈને નીતીશ કુમાર(Nitish Kumar) પહેલેથી જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે જો આ વાટાઘાટો સફળ થાય તો તે ખૂબ જ સારી વાત છે નહીં તો તે બિહારમાં આ અંગે વિચારણા કરશે. નીતિશ કુમારે કહ્યું, “આ એક મહત્વનો મુદ્દો છે અને અમે લાંબા સમયથી તેની માંગ કરી રહ્યા છીએ. અને જો આ મુદ્દે કેન્દ્ર સરકાર રાજી થઈ જાય તો આનાથી વધુ સારું કંઈ ન હોઈ શકે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આ  માત્ર બિહાર માટે જ નહીં પરંતુ દેશભરના લોકો માટે લાભદાયક રહેશે. 

pm modi,caste based census,news in gujarati,gujarati news

આ પણ વાંચો:તાલિબાનને યુદ્ધ માટે ક્યાંથી મળે છે ફંડ, કોણ આપે છે હથિયારો?

અગાઉ જેડી(યુ)નું પ્રતિનિધિ મંડળ અમિતશાહ ને મળ્યું હતું 

મુખ્યમંત્રી નીતિશ કુમારની(Nitish Kumar) પાર્ટી જનતા દળ (યુનાઈટેડ) બિહારમાં ભાજપ નો સાથી પક્ષ છે. ત્યારે આ મહિનાની શરૂઆતમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીવ રંજન સિંહની આગેવાનીમાં જેડીયુનું પ્રતિનિધિમંડળ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યું હતું અને જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરી હતી. રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના ધારાસભ્ય અને બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે નીતિશ સરકારને કહ્યું છે કે જો કેન્દ્ર સરકાર જાતિ આધારિત વસ્તી ગણતરીના મુદ્દે પોતાની વાત પર અડગ રહે છે તો બિહારમાં સરકારે પોતાની રીતે આ કામ કરવું જોઈએ. બિહાર વિધાનસભાના ચોમાસુ સત્રના છેલ્લા દિવસે 30 જુલાઈએ યાદવ આ મુદ્દે મુખ્યમંત્રીને મળ્યા હતા.

આ નેતાઓ મળશે પીએમ મોદીને 

નીતિશ કુમાર (મુખ્યમંત્રી) જાતિ- કુર્મી 
તેજસ્વી યાદવ(નેતા વિપક્ષ) જાતિ-યાદવ 
જીતન રામ માંઝી(પૂર્વ મુખ્યમંત્રી) જાતિ- મુસહર 
વિજય કુમાર ચૌધરી(શિક્ષા મંત્રી) જાતિ- ભૂમિહાર
જનક રામ(ખાણ અને ભૂસ્તર મંત્રી) જાતિ-દલિત 
મુકેશ સહની(પશુ અને મત્સ્યોદ્યોગ સંસાધન મંત્રી)
અજીત શર્મા(ધારાસભ્ય કોંગ્રેસ) જાતિ-ભૂમિહાર
સૂર્યકાંત પાસવાન (ધારાસભ્ય સીપીઆઇ) જાતિ-દલિત 
અજય કુમાર(ધારાસભ્ય સીપીએમ) જાતિ કુશવાહા  
મહબૂબ આલમ( ધારાસભ્ય ભાકપા માલે) મુસ્લિમ નેતા 
અખ્તરુલઇમાન(MLA, AIMIM)-મુસ્લિમ નેતા

પહેલા ક્યારે થઈ હતી જાતિ આધારિત વસ્તી ગણતરી?

દેશમાં છેલ્લી જાતિ આધારિત વસ્તી ગણતરી 1931 માં કરવામાં આવી હતી. જ્યારે 1941 માં,જાતિ આધારિત વસ્તી ગણતરી ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો પરંતુ જાહેર કરવામાં આવ્યો ન હતો. 2011 માં, સામાજિક-આર્થિક જાતિ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ વિસંગતતાના આધારે એકત્રિત કરવામાં આવેલા આ ડેટાને પણ જાહેર કરવામાં આવ્યો ન હતો. આવતા વર્ષે સાત રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જાતિ આધારિત વસ્તી ગણતરી સરકાર માટે સંવેદનશીલ મુદ્દો છે. અનેક રાજકીય પક્ષો ભેગા થઈને જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગણી કરી રહ્યા છે. જેડીયુ, અપના દળ અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા-આઠવલે જેવા ભાજપના સહયોગી પક્ષો પણ જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગણી કરી રહ્યા છે. કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ અને સમાજવાદી પાર્ટી જેવા ઘણા વિપક્ષી પક્ષો પણ આની માંગ કરી રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે સરકાર આ મુદ્દે કઈ રીતે આગળ વધે છે. 

તમને જણાવી દઈએ કે બિહારમાં ફરી એકવાર જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો ગરમાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી, મુખ્યમંત્રી નીતીશ કુમાર સાથે, તેજસ્વી યાદવ અને અન્ય ઘણા નેતાઓ દેશમાં જાતિની વસ્તી ગણતરી કરવાની માંગણી કરી રહ્યા છે. આ અંગે નીતિશ કુમારે થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને(PM Modi) પત્ર લખીને આ મુદ્દે મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રી પાસેથી 23 ઓગસ્ટનો સમય મળતા આજે બિહારનું 11 સભ્યોનું પ્રતિનિધિમંડળ જાતિ આધારિત વસ્તી ગણતરીના મુદ્દે પીએમ સાથે મુલાકાત કરશે. 

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment