Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / October 25.
Homeન્યૂઝસીએમ ભુપેન્દ્ર પટેલે ભરૂચની જનતાને આપી ભેટ, ઓક્સિજન પ્લાન્ટનું કર્યું લોકાર્પણ

સીએમ ભુપેન્દ્ર પટેલે ભરૂચની જનતાને આપી ભેટ, ઓક્સિજન પ્લાન્ટનું કર્યું લોકાર્પણ

CM AT BHARUCH
Share Now

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રથમ નવરાત્રિના દિવસે ઉત્તરાખંડની સાથે જ દેશને 35 ઓક્સિજન પ્લાન્ટની ભેટ આપી છે. તો બીજી તરફ ભરૂચમાં પી.એમ. કેર હેઠળ સિવિલ હોસ્પિટલમાં સ્થાપિત 1.87 મેટ્રિક ટનના ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે પેહલીવાર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવી પોહચ્યા હતા. તેઓએ પ્લાન્ટનું લોકાર્પણ કર્યા બાદ પંડિત ઓમકારનાથ હોલ ખાતે કોરોના વોરિયર્સનું સન્માન અને અંકલેશ્વર રેવેન્યુ કવોટર્સનું ઇ-લોકાર્પણ કર્યું હતું.

ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ આજે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે

કોરોના કાળમાં ઓક્સિજનની અછતના કારણે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.અનેક લોકોએ ઓક્સિજનના અભાવે જીવ ગુમાવવા પડ્યા હતા. ત્યારે વડાપ્રધા નરેન્દ્ર મોદી દ્વારા પી.એમ.કેર હેઠળ દેશમાં અલગ અલગ સ્થળોએ સ્થાપિત કરાયેલ ઑક્સીજન પ્લાન્ટનું ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભરૂચના સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ.કેર હેઠળ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે જેનું લોકાર્પણ આજે નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું. ભુપેન્દ્ર પટેલ મુખી મંત્રી બન્યા બાદ પ્રથમ વખત ભરુચ ખાતે આવ્યા હતા ત્યારે તેઓનું ભાવિ સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પણ જુઓ : આરાધનાનો મહાપર્વ નવરાત્રી

અમારી સરકાર અને મંત્રી મંડળ નવું છે. અમારી પણ ભૂલો થશે, અમને લાફો ન મારતા – સીએમ

CM BHUPENDRA PATELસિવિલ હોસ્પિટલ ખાતે પ્લાન્ટનું લોકાર્પણ કર્યા બાદ પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જ્યાં વડાપ્રધાન નરેંદ્ર મોદી દ્વારા ઉત્તરાખંડ ખાતેથી કરાયેલ લોકાર્પણ કાર્યક્રમને લોકોએ માણ્યો હતો. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, અમારી સરકાર અને મંત્રી મંડળ નવું છે. અમારી પણ ભૂલો થશે, અમને લાફો ન મારતા પણ શોખવજો અમે શીખીશું. સાથે જ નર્મદા જિલ્લામાં શરૂ થયેલા નોંધારાનો આધાર હેઠળ ભિક્ષુકોને પણ આત્મસન્માન સાથે જીવવાના સરકારના પ્રોજેકટને રાજ્યના તમામ જિલ્લામાં આગામી સમયમાં અમલી બનાવવાની માહિતી તેઓએ આપી હતી. કાર્યક્રમ અંતર્ગત કોરોના વોરિયર્સનું સન્માન, જે ગામોમાં 100 ટકા વેક્સિનેશન થયું છે તેવા ગામોના સરપંચનું સન્માન અને અંકલેશ્વર રેવેન્યુ કવોટર્સનું ઇ-લોકાર્પણ કર્યું હતું. કાર્યક્રમમાં ઉપદંડક ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, સાંસદ મનસુખ વસાવા, અંકેલશ્વર ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, પાલિકા પ્રમુખ અમિત ચાવડા , જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ઇન્ચાર્જ કલેકટર યોગેશ ચૌધરી, પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.

વડાપ્રધાને ભેટ આપી ઉતરખંડની જનતાને

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રથમ નવરાત્રિના દિવસે ઉત્તરાખંડની સાથે જ દેશને 35 ઓક્સિજન પ્લાન્ટની ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે એમ્સ, ઋષિકેશ પહોંચ્યા અને અહીં આયોજિત કાર્યક્રમમાં એમ્સમાં ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. તેની સાથે જ તેમણે રિમોટ દ્વારા વરચ્યુઅલી સમગ્ર દેશના અન્ય ઓક્સિજન પ્લાન્ટનું પણ ઉદ્ધાટન કર્યું. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને પોતાના મિત્રકહીને સંબોધ્યા.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment