ગુજરાતમાં ખેડૂતોને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના ખેડૂતોને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી(VIJAY RUPANI) દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતમાં હવેથી ખેતી કરનાર ખેડૂતોને રોજ કરતા વધુ બે કલાક વીજળી મળશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાજ્યના ખેડૂતોને બે કલાક વધુ વીજળી આપવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં હવે ચોમાસાની સિઝન શરૂ થઇ ગઈ છે. પરંતુ અત્યાર સુધી ગુજરાતનમાં જિલ્લાઓમાં હજુ એટલા પ્રમાણમાં વરસાદ પડ્યો નથી. જેને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ખેડૂતોને બે કલાક વધુ વીજળી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સિંચાઇના પાણીનો વધુ ઉપયોગ કરી શકાશે
રાજ્યમાં વરસાદી સીઝનની શરૂઆત થઇ ચુકી છે. પરંતુ હજુ સુધી એટલા પ્રમાણમાં વરસાદ પડયો નથી. જેને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વરસાદ ઓછો પડવાને લીધે ખેડૂતો તેમના વાવણી કરેલા પાકને લઈને ચિંતામાં મુકાયા છે. કેમ કે વરસાદ ન પડેતો તેમના પાકને મોટું નુકશાન થઇ શકે એમ છે. ત્યારે મુખ્યમંત્રી દ્વારા ખેડૂતોના હિતમાં નિર્ણય કરવામાં આવ્યો છે. હવેથી રાજ્યના ખેડૂતોને વધુ બે કલાક વીજળી મળશે. મુખ્યમંત્રીના આ નિર્ણયને કારણે હવેથી સિંચાઈના પાણીનો ખેડૂતો વધુ ઉપયોગ કરી શકશે. અને આ નિર્ણયને લીધે ખેડૂતોની પાણીની સમસ્યાનો નિવારી શકાશે.
ખેડૂતો મુકાયા ચિંતામાં
હાલ રાજ્યના ખેડૂતોને દિવસમાં 8 કલાક વીજળી આપવામાં આવે છે. ત્યારે મુખ્યમંત્રી દ્વારા 2 કલાકનો વધારો કરતા હવેથી ખેડૂતોને દિવસમાં 8 ની જગ્યાએ 10 કલાક વીજળી મળશે. રાજ્યમાં ચોમાસાની સીઝન ચાલુ થઇ ગઈ છે. પરંતુ જોઈએ એ પ્રમાણમાં વરસાદ પડી નથી રહ્યો. ત્યારે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. રાજ્યમાં ખેડૂતો દ્વારા આ વર્ષે ખરીફ સીઝનમાં અત્યાર સુધીમાં 19.25 ટકા મતલબ કે 25 લાખ હેક્ટર જમીનમાં વાવણી કરી દેવામાં આવી છે. પરતું વરસાદ જોઈએ એ પ્રમાણમાં પડી રહ્યો નથી. જેને લઈને રાજ્યના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ત્યારે મુખ્યમંત્રી દ્વારા લેવાયેલ નિર્ણયથી ખેડૂતોને થોડી રાહત થઇ છે.
PC- TWEETER
આ પણ વાંચો:કોંગ્રેસના આ નેતા કરોડોનું ફુલેકુ ફેરવીને સંપર્ક વિહોણા થયા
કપાસ અને મગફળી પકવતા ખેડૂતોની હાલત ખરાબ
રાજ્યમાં ચોમાસાની સીઝનની શરૂઆત થઇ ગઈ છે. પરંતુ હજુ સુધી જોઈએ એ પ્રમાણમાં વરસાદ પડ્યો નથી. જેને લઈને ખેડૂતો હાલ ચિતામાં મુકાયા છે. રાજ્યમાં હાલ કપાસ અને મગફળી પકવતા ખેડૂતોની સૌથી ખરાબ હાલત છે. તેમાં પણ જે ખેડૂતો દ્વારા આગોતરું વાવેતર કરવામાં આવ્યું છે એ લોકો માટે પિયત સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. ત્યારે બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા આ સપ્તાહે વરસાદ નહીં પડે તેવી આગાહી કરવામાં આવી છે. જેને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ત્યારે મુખ્યમંત્રી દ્વારા રાજ્યના ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થાય તેમ લાગી રહ્યું છે.
રાજ્યમાં વરસાદ ખેંચાવાની સ્થિતિમાં ખેડૂતોને સિંચાઇ-પાણી માટે સમસ્યા ન રહે તે હેતુસર બુધવાર તા. 7મી જુલાઇથી ખેડૂતોને વધુ બે કલાક વીજળી અપાશે. હાલ રાજ્યમાં ખેડૂતોને 8 કલાક વીજળી આપવામાં આવે છે તેમાં બે કલાકનો વધારો કરી 10 કલાક વીજળી આપવામાં આવશે. pic.twitter.com/sk82O2Oynd
— Vijay Rupani (@vijayrupanibjp) July 6, 2021
ખેડૂતોને મળશે રાહત
મુખ્યમંત્રી વિજય રૂપાણી(VIJAY RUPANI) દ્વારા રાજ્યના ખેડૂતોને બે કલાક વધુ વીજળી આપવાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રીના આ નિર્ણય અંગે ભાજપના કિસાન મોરચાના પ્રમુખ હિતેશ પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, દેશમાં ખેતી અને ગામદાઓન સમૃદ્ધ બનાવવા માટે વડાપ્રધાન મોદી ખુબ પ્રયત્નો કરી રહ્યા છે. ગુજરાતમાં વરસાદ આધારી ખેતી થાય છે. ત્યારે આ વર્ષે રાજ્યમાં ચોમાસુ શરૂ થઇ ગયું હોવા છતાં હજુ સુધી જોઈએ એ પ્રમાણમાં વરસાદ પડ્યો નથી. ત્યારે વરસાદી પાણી વગર ખેડૂતો ચિંતામાં મુકાયા છે. તેવા સમયમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ખેડૂતોની વ્હારે આવ્યા છે. અને ખેડૂતોને વધુ બે કલાક વીજળી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેનાથી ખેડૂતોમાં રાહત નો શ્વાસ લેવાયો છે. મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલો નિર્ણય એ અત્યંત મહત્વનો નિર્ણય છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચોમાસાની સીઝનની શરૂઆત થઇ ગઈ છે. પરંતુ હજુ સુધી જોઈએ એ પ્રમાણમાં વરસાદ પડ્યો નથી. જેને લઈને ખેડૂતો હાલ ચિતામાં મુકાયા છે. રાજ્યમાં હાલ કપાસ અને મગફળી પકવતા ખેડૂતોની સૌથી ખરાબ હાલત છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી(VIJAY RUPANI) દ્વારા રાજ્યના ખેડૂતોને બે કલાક વધુ વીજળી આપવાની જાહેરાત કરવામાં આવી છે.
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4