Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 30.
Homeન્યૂઝતાલિબાન ભારત તરફ આગળ વધ્યું તો એરસ્ટ્રાઈક નિશ્ચિત છે: CM યોગી આદિત્યનાથ

તાલિબાન ભારત તરફ આગળ વધ્યું તો એરસ્ટ્રાઈક નિશ્ચિત છે: CM યોગી આદિત્યનાથ

cm yogi adityanath warns taliban
Share Now

યુપીના સીએમ યોગી આદિત્યનાથે એક મહત્વનું નિવેદન આપ્યું છે. ઉત્તર પ્રદેશમાં ૨૦૨૨ની ચૂંટણી નજીક આવી રહી છે. દરેક રાજકીય પક્ષો રણનીતિઓ ઘડી રહ્યા છે. . જે માટે કોંગ્રેસ, ભાજપ અને સમાજવાદી પાર્ટી દ્વારા અત્યારથી પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે. કોંગ્રેસ સામે તો યુપીમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાનો જ પડકાર છે જ્યારે સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવને ફરીથી મુખ્યમંત્રી બનવું છે, એવામાં વર્તમાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ જોરદાર હુમલાઓ કરી રહ્યા છે. રવિવારે યોગીએ પીએમ મોદીના વખાણની સાથે તાલિબાનને ધમકી આપી હતી.

તાલિબાનને ખુલ્લી ચેતવણી

યોગી આદિત્યનાથે કહ્યું કે આજે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં દેશ ખૂબ જ શક્તિશાળી છે, કોઈ દેશની તરફ આંખ ઉઠાવીને જોવાની હિંમત નથી કરતું. આજે તાલિબાનથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પરેશાન છે પરંતુ તાલિબાનીઓ જાણે છે કે ભારત તરફ વધ્યા તો એરસ્ટ્રાઈક થવી નિશ્ચિત છે.

મહારાજા સુહેલદેવનાં સ્મારકનો મુદ્દો ઉછળ્યો

યોગીએ કહ્યું કે મહોમ્મદ ગોરી અને ગાઝીના વોટબૅંકના ભયથી કેટલાક લોકો હિન્દુ રક્ષક મહારાજા સુહેલદેવથી ડરી રહ્યા છે, તેમને ડર છે કે મહારાજાનું સ્મારક બનવાથી લોકો ગાઝીને ભૂલી જશે. આ જ ભયથી કેટલાક લોકો મહારાજા સુહેલદેવનાં સ્મારકનો વિરોધ કરી રહ્યા છે.

આ પણ વાંચો : અમિત શાહે આપી દિવાળીની ભેટ, ગુજરાતનાં સૌથી મોટા શહેરી બ્રિજનું કર્યું લોકાર્પણ

રામભક્તો પર ગોળીઓ ચલાવનારાઓને નિશાને લીધા

સમાજવાદી સરકારો પર સવાલ ઉઠાવતા મહંત યોગી આદિત્યનાથે કહ્યું કે શું અયોધ્યામાં રામભક્તોની નિર્મમ હત્યા કરનારાઓ દેશની માફી માંગી માંગશે? અદાલતે પણ આખરે તો અમને જ સાચા માન્યા અને આજે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ થઈ રહ્યું છે. પહેલા સમાજવાદી, બસપા અને કોંગ્રેસને રામ ભક્તો પર ગોળીઓ ચલાવવા સિવાય બીજી નવરાશ ન હતી. હવે પીએમ મોદીએ અયોધ્યા આવીને ભવ્ય શ્રી રામ મંદિરનું શિલાન્યાસ કર્યું અને નિર્માણ થઈ રહ્યું છે.

આપને જણાવી દઈએ કે અયોધ્યામાં CM યોગી આદિત્યનાથે રવિવારે અફઘાનિસ્તાનની કાબુલ નદીના જળથી રામ જન્મભૂમિનો અભિષેક કર્યો હતો. આ પહેલા તેમણે લખનઉમાં મીડિયાને કહ્યું હતું કે, તેઓ કાબુલ નદીનું જળ શ્રીરામ જન્મભૂમિને સમર્પિત કરવા જઈ રહ્યા છે. આ જળ અફઘાનિસ્તાનની એક છોકરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મોકલ્યું છે. તેમણે પ્રધાનમંત્રીને આ જળથી ભગવાન રામના જન્મસ્થળનો અભિષેક કરવા વિનંતી કરી છે. મોદીએ પોતે તાજેતરમાં જ યોગીને જળ સોંપ્યું હતું અને યુવતીની ઇચ્છાઓ જણાવી હતી.

No comments

leave a comment