Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / August 10.
Homeન્યૂઝસીએમ યોગી ફરી વિવાદમાં, કહ્યું જય શ્રી રામ ના બોલનારના DNA પર શંકા

સીએમ યોગી ફરી વિવાદમાં, કહ્યું જય શ્રી રામ ના બોલનારના DNA પર શંકા

cm yogi,up news,yogi adityanath,jay shree ram
Share Now

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. CM યોગીએ એક ન્યૂઝ પેપરના ખાસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જ્યાં તેમણે ખુલ્લા મનથી પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા. આ કાર્યક્રમમાં પત્રકાર દ્વારા સીએમ યોગીને જે શ્રી રામ અંગે સવાલ પૂછવામાં આવતા તેમણે પોતાની આગવી શૈલીમાં જવાબ આપ્યો હતો. CM યોગીએ જવાબ આપતા કહ્યું કે રામ ભગવાન આપણાં પૂર્વજ હતા. આ વાત પર આપણને ગર્વ હોવો જોઈએ. જે લોકોને જય શ્રી રામનો નારો બોલવામાં તકલીફ પડી રહી છે તે લોકોના ડીએનએ પર મને થોડી શંકા છે.

ઘણા લોકોમાં હજુ પણ રનો માહોલ છે 

ઇન્ટરવ્યૂ દરમિયાન પત્રકારે સીએમ યોગીને પૂછ્યું કે કેટલાક લોકો હજુ પણ ડરી રહ્યા છ છે. અને પોતાને સુરક્ષિત મહેસુસ નથી કરી રહ્યા ત્યારે તેનો જવાબ આપતા સીએમ યોગી એ કહ્યું કે, છેલ્લા બે વર્ષ દરમિયાન મને દરેક ધર્મના ધાર્મિક નેતાઓને મળવાની તક મળી છે. અલગ અલગ સમયે હું બધાને મળ્યો છું.  હું તે બધાને ખૂબ જ ધ્યાનથી સાંભળતો હોઉ છું. તે બધા સારી વાતો કરતાં હોય છે. આજે ઉત્તરપ્રદેશનો દરેક વ્યક્તિ સ્વીકારે છે કે રાજ્યમાં કોઈ રમખાણો નથી થયા. જો રમખાણો થશે અને હિન્દુ મરી જશે, તો શું મુસ્લિમ સુરક્ષિત રહેશે? જો એક વિભાગ મરી જાય તો બીજાને પણ તેની અસર થશે. જો એક વિભાગ સુરક્ષિત છે, તો બીજો વિભાગ પણ સુરક્ષિત છે.

cm yogi,up news,yogi adityanath,jay shree ram

આ પણ વાંચો:નારી સન્માન કાર્યક્રમમાં સરકારનો વિરોધ કરતાં અમિત ચવડાની અટકાયત

રામ આપણા પૂર્વજ છે 

સીએમે વધુમાં કહ્યું કે ભારત અથવા ઉત્તર પ્રદેશનો કોઈ નાગરિક એવો નહીં હોય કે જેને જય શ્રી રામ કહેવામાં કોઈ સંકોચ થતો હોય. આ વાત પર પત્રકારે કહ્યું કે તમે બધા નાગરિકોને જય શ્રી રામનો જાપ કરવા માટે કહી રહ્યા છો? તો જવાબમાં મુખ્યમંત્રીએ કહ્યું કે તમે બોલી શકો છો કે રામ અમારા પૂર્વજ હતા. અને આ વાત હું નથી કહેતો. પરંતુ વિશ્વનો સૌથી મોટો મુસ્લિમ દેશ ઇન્ડોનેશિયા રામને પોતાના પૂર્વજ માને છે. ઇન્ડોનેશિયામાં મુસ્લિમો પણ રામલીલા કરે છે. આપણે ભારતના લોકો શેમાં રહી જઈએ છીએ ખબર નથી પડતી. રામ આપણા પૂર્વજ હતા. આપણે આ માટે ગર્વ અનુભવવો જોઈએ. જો ઇન્ડોનેશિયા તેના પર ગર્વ કરી શકે છે તો આપણે કેમ નથી કરી શકતા. આપણને એ વાત પર ગર્વ હોવો જોઈએ કે રામ સાથે આપડો સબંધ છે. જો કોઈ આ વાત ન માનતું હોય તો મને તે વ્યક્તિ અને તેના ડીએનએ વિશે થોડી શંકા છે.

ચૂંટણીની પૂરજોશમાં તૈયારીઓ 

તમને જણાવી દઈએ કે, ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષ 2022 માં વિધાનસભાની ચૂંટણી યોજવાની છે. ત્યારે તમામ રાજકીય પક્ષો સક્રિય થઈ ગયા છે. અમિતશાહ પણ ઉત્તરપ્રદેશની ચૂંટણીને લઈને સક્રિય દેખાઈ રહ્યા છે. ત્યારે આગામી 2022 ની ચૂંટણીની ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 

ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક ન્યૂઝ પેપરના ખાસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જ્યાં તેમણે ખુલ્લા મનથી પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા. આ કાર્યક્રમમાં પત્રકાર દ્વારા સીએમ યોગીને જે શ્રી રામ અંગે સવાલ પૂછવામાં આવતા તેમણે પોતાની આગવી શૈલીમાં જવાબ આપ્યો હતો. CM યોગીએ જવાબ આપતા કહ્યું કે રામ ભગવાન આપણાં પૂર્વજ હતા. આ વાત પર આપણને ગર્વ હોવો જોઈએ. જે લોકોને જય શ્રી રામનો નારો બોલવામાં તકલીફ પડી રહી છે તે લોકોના ડીએનએ પર મને થોડી શંકા છે.

No comments

leave a comment