ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષ 2022 માં વિધાનસભાની ચૂંટણી યોજવાની છે. ત્યારે ભાજપે વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ તેજ કરી દીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસ સ્થાને ગઇ કાલે ગુરુવારના રોજ બેઠક યોજાઈ હતી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આ બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા. તે સિવાય ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, યુપી ભાજપના પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહ, સંગઠન મંત્રી સુનીલ બંસલ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. અમિત શાહના નિવાસસ્થાને મળેલી આ બેઠક લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં ઉત્તર પ્રદેશની ચૂંટણીને લગતા વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, 2022 માં ઉત્તર પ્રદેશની સાથે સાથે અન્ય ઘણા રાજ્યોમાં પણ વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. વિવિધ રાજકીય પક્ષોએ આ અંગે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે ઓવૈસીની પાર્ટીએ પણ યુપીમાં ચૂંટણી લડવાનું મન બનાવી લીધું છે.
રામ મંદિર સંબંધિત યાત્રા કાવા માટેની સૂચનાઓ
સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર, યોગી આદિત્યનાથને કેન્દ્રીય નેતૃત્વ દ્વારા ચૂંટણી પહેલા રામ મંદિર નિર્માણની સિદ્ધિઓ પર યાત્રા કાઢવા માટે રોડમેપ તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે. સાથે જ એ પણ સૂચના આપવામાં આવી કે અન્ય પછાત વર્ગો (ઓબીસી) સંબંધિત તાજેતરમાં કેન્દ્ર દ્વારા લેવાયેલા નિર્ણયોને જમીની સ્તર પર લાગુ કરવા માટે લેવાની વ્યૂહરચના બનાવવી જોઈએ. તાજેતરમાં કેન્દ્ર સરકારે ઓલ ઇન્ડિયા મેડિકલ એજ્યુકેશન ક્વોટામાં ઓબીસી માટે 27 ટકા અનામત અંગે મહત્વનો નિર્ણય લીધો હતો. અને સંસદના ચોમાસું સત્રમાં રાજ્યોને ઓબીસી જાતિઓની યાદી ઓળખવા અને તૈયાર કરવાના અધિકારો આપતું બિલ પસાર કરવામાં આવ્યું હતું.ત્યારે હવે આ નિર્ણયનો ચૂંટણીમાં વધુમાં વધુ ફાયદો લેવાની કોશિશ સરકાર દ્વારા કરવામાં આવશે.
આ પણ વાંચો:વિપક્ષને એક કરવા સોનિયા ગાંધીએ બોલાવી બેઠક, બસપા અને આપ નહીં રહે હાજર
વિધાન પરિષદમાં ખાલી પડેલ બેઠકો અંગે પણ થઈ ચર્ચા
અમિત શાહના ઘરે આ બેઠકમાં શું ચર્ચા થઈ તે વિશે ઔપચારિક રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. પરંતુ સૂત્રોએ દાવો કરતા કહ્યું છે કે આ બેઠકમાં ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને લગતી રણનીતિની રૂપરેખા અંગે ચર્ચા થઈ હતી. સાથે જ ઉત્તર પ્રદેશ વિધાન પરિષદમાં ખાલી પડેલી ચાર બેઠકોના ઉમેદવારોની પણ ચર્ચા કરવામાં આવી હતી. અગાઉ, યોગી આદિત્યનાથે જૂન મહિનામાં દિલ્હીની મુલાકાત લીધી હતી. તે દરમિયાન, ભાજપના ટોચના નેતાઓ ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા.
કેન્દ્રીય મંત્રીઓએ જન આશીર્વાદ યાત્રા શરૂ કરી
તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી યોગી એવા સમયે દિલ્હી મુલાકાતે છે જ્યારે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાનું ચોમાસુ સત્ર નિર્ધારિત સમય પહેલા જ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યું છે. અગાઉ, 2021-22 માટે 7301.52 કરોડ રૂપિયાનું પૂરક બજેટ વિધાનસભામાં પસાર થયું હતું. આ સાથે જ સીએમ યોગીએ વિધાનસભાને સંબોધી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ ઘણી મોટી યોજનાઓની જાહેરાત કરી હતી. ત્યારબાદ સીએમ યોગી ઓલિમ્પિક ખેલાડીઓનું સન્માન સમારોહ કરવા પહોંચ્યા હતા. અને ત્યાં યુપી સરકાર દ્વારા ખેલાડીઓ પર પુષ્કળ નાણાં વરસાવાયા હતા. CM યોગીએ ખેલાડીઓ માટે ઘણી મહત્વની જાહેરાત કરી હતી. બીજી બાજુ, ચૂંટણીને ધ્યાનમાં રાખીને, ઉત્તર પ્રદેશના કેન્દ્રીય મંત્રી પરિષદના સભ્યોએ 16 ઓગસ્ટથી વિવિધ વિસ્તારોમાં જન આશીર્વાદ યાત્રા કાઢી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષ 2022 માં વિધાનસભાની ચૂંટણી યોજવાની છે. ત્યારે ભાજપે વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ તેજ કરી દીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસ સ્થાને ગઇ કાલે ગુરુવારના રોજ બેઠક યોજાઈ હતી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, યુપી ભાજપના પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહ, સંગઠન મંત્રી સુનીલ બંસલ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. અમિત શાહના નિવાસસ્થાને મળેલી આ બેઠક લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં ઉત્તર પ્રદેશની ચૂંટણીને લગતા વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, 2022 માં ઉત્તર પ્રદેશની સાથે સાથે અન્ય ઘણા રાજ્યોમાં પણ વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. વિવિધ રાજકીય પક્ષોએ આ અંગે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે ઓવૈસીની પાર્ટીએ પણ યુપીમાં ચૂંટણી લડવાનું મન બનાવી લીધું છે.
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4